Kaushik Dave

Comedy Drama Others

2.1  

Kaushik Dave

Comedy Drama Others

પારકી પંચાત

પારકી પંચાત

3 mins
35


એ ક્યાં ગુંડાણા હતા ?

એ રસ્તામાં એક ગુંડો મળ્યો હતો એટલે...

હું સમજી ગઈ છું. તમે તીન પત્તી રમવા બેસી ગયા હતા ને એ તમારો ગુંડો મિત્ર લૂંટી ગયો.

લે તને બધી ખબર છે તો પૂછે છે કેમ ?

તે નો પૂછું !.. તમારી ઘરવાળી છું એટલે ઘરવાળાનું ધ્યાન રાખવું પડે. આજકાલ તમે બેધ્યાન બની ગયા છો.

હેં બેધ્યાન ! હું પડી નથી ગયો. જોઈને હાલુ છું.

તે પડી જ ગયા છો. આ જુગારની લતમાં. ને આજુબાજુ હું સાલે છે એ પણ ખબર રાખતા નથી.

મારે આજુબાજુ કેમ ધ્યાન રાખવું પડે. તું છે ને આખા ગામની પંચાત કરવાવાળી. ગામમાં બધા મને એ જ કહે છે કે તારી બૈરી પંચાતિયણ છે.

તમે લોકોની વાતોમાં આવી જાવ છો એટલે જ હારીને આવો છો. આજે કેટલા ગુમાવી દીધા ? ને રૂપિયા ક્યાંથી લીધા હતા ?

પણ તને જાણીને શું કામ છે ? આવતી કાલે ડબલ કરીને આપીશ.

મારે ડબલ નથી જોઈતા. આ ચણાના ડબ્બામાં કોથળીમાં મેં હજાર રૂપિયા મૂક્યા હતા ઈ મળતા નથી એટલે સવારની શોધાશોધ કરું છું. સાચું કહેજો તમે લીધા હતા ?

લે તને બધી ખબર હોય પછી શું કામ પૂછે છે ? તેં મારા પાકીટમાંથી બસો રૂપિયા લીધા હતા તો મેં પૂછ્યું હતું ?

એ મેં શાકભાજી માટે લીધા હતા. તમારી જેમ જુગાર માટે નહીં. ને કરકસરથી ઘર ચલાવવું પડે છે. એ મારી આવડતના કારણે. ને મારે છાનામાના રૂપિયા સંતાડવા પડે છે એ પણ તમારી કુટેવોના કારણે જ. ભાઈસાબ હું હવે કંટાળી ગઈ છું.

તો ટીવી જો.

તમને મજાક સૂઝે છે. ને બે દિવસ પહેલા મારા મારી હિસાબની ડાયરીમાં છસો રુપિયા મૂક્યા હતા એ પણ મળતા નથી. તમે લીધા છે ? કે કોઈ ચોર ઘરમાં ઘુસી ગયો છે ?

હવે હું થાકી ગયો છું. જ્યાં ત્યાં રૂપિયા સંતાડતી ફરે છે ને આખા ગામની પંચાયત કરે છે. ઘરના રૂપિયાનું ધ્યાન રખાતું નથી.

પણ સાચું કહેજો. તમે લીધા હતા ? હું તમને નહીં લડું.

હાશ.. હવે શાંતિ થઈ. હવે એમ કહે કે જ્યાં ત્યાં રૂપિયા સંતાડીશ નહીં પછી કહું.

ને ના કહું તો !

તો નહીં કહું.

સારું. હું તમારાથી થાકી. હવે તો બોલો. મોંમાં મગ ભર્યા છે ?

હાશ.. હવે યાદ આવી ગયું. કરિયાણું લાવવા માટે રૂપિયા ખૂટતા હતા એટલે લીધા હતા. બેંકમાંથી ઉપાડવાના બાકી હતા. એ વખતે મગ લાવ્યો હતો. તને યાદ પણ નથી !

હા..યાદ આવી ગયું. ને મારા બચતના હજાર.

લે મારી પાસે છે. આ સોળસો રૂપિયા. હું તીન પત્તી રમવા નહોતો ગયો, પણ એક મિત્ર મળી ગયો હતો એટલે. ને હવેથી જ્યાં ત્યાં રૂપિયા સંતાડીશ નહીં. આ મોદી કાકા ફરીથી.. ભાઈઓ ઔર બહેનો કહે એટલે બીક લાગે છે કે તારા સંતાડેલા રૂપિયા તને મળશે કે નહીં. હવેથી એક પાકીટમાં સાચવીને મૂકવાનું રાખ. ને એ પાકીટ ક્યાં રાખે છે એ મને કે બેબીને કહેજે નહિંતર પાકીટ ક્યાં રાખ્યું છે એ પણ ભૂલી જવાની.

એટલે તમે સહેલાઈથી લઈ શકો એવું કહેવું છે ને !

ના..રે..ના.. તને મારા પર ભરોસો નહીં કે ?

નહીં.. નહીં... નહીં...

એટલામાં બીજી રૂમમાંથી બેબીનો અવાજ આવ્યો.

ઓ મમ્મી.. હવે ઝઘડાનું બંધ કરો. પારકી પંચાત કરવાની ટેવ છે જ. ને જ્યાં ત્યાં રૂપિયા સંતાડતી ફરે છે. આ મારે પરીક્ષા છે. મને શાંતિથી વાંચવા દો. ને મારી ચોપડીઓ વચ્ચેથી એક સો રૂપિયા મળ્યા છે એ લેતા જજો.

ઓહ..એક સો રૂપિયા ! હા.. યાદ આવી ગયું. તારી ચોપડીઓ ગોઠવવા આવી હતી ત્યારે મારા હાથમાં બસો રૂપિયા હતા તો બીજા સો રૂપિયા પણ મળ્યા હશે.. અરર હું જ ભૂલકણી છું.

હું હમણાં જ આવી. ક્યારની વિચારતી હતી કે સો રૂપિયાની બે નોટો તારા પપ્પા પાસેથી લીધી હતી એ ક્યાં મૂકી હતી એ પણ ભૂલી ગઈ હતી.

તો મમ્મી આજથી પારકી પંચાત બંધ કરજે.

અરે બેબી ભણવામાં ધ્યાન રાખ. મારી આદતો સુધરવાની નથી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy