Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

એક હતા વકીલ ભાગ - ૧૦

એક હતા વકીલ ભાગ - ૧૦

3 mins
23


વકીલ ચંદ્રકાંતનો નાનો ભાઈ વિનોદ એક અગત્યના મિશન પર જાય છે જેથી દેશદ્રોહી તત્વોની ધરપકડ થાય છે.

વિનોદ પોતાના મોટાભાઈ પર ફોન કરે છે.

હવે આગળ...


વકીલ ચંદ્રકાંત:- 'હેલ્લો..કોણ ? ઓકે.. તું વિનોદ... સારું થયું કે તેં ફોન કર્યો.મને અને તારી બાને ચિંતા થતી હતી.'

ત્યાં જ રમા બહેન બોલ્યા:- 'મને ફોન આપો.મારે વિનોદ સાથે વાત કરવી છે.'

વકીલ ચંદ્રકાંત ફોન પર વિનોદને કહે છે:- 'તારી બાને તારી ચિંતા છે એટલે તારી સાથે વાત કરવા માંગે છે. પણ એ પહેલા તને પુંછું છું કે મિશન સફળ થયું કે નહીં ? વધુ કાર્યવાહી ચાલુ જ હશે.'

વિનોદ:- 'હાં..મોટાભાઈ..મારે પણ બા સાથે વાતચીત કરવી છે. એ મારી ચિંતા કરતા હશે. બહુ જોખમી મિશન હતું. એટલું સારું હતું કે પી.એસ.આઈ.ગોહિલ સાહેબ સાથે હતા એમની ગાડીમાં બેસીને જ છાપા માર્યા હતા. ત્રણ ચાર જણા ચંડોળા તળાવ એરિયા પાસેથી પકડાઈ ગયા હતા. પણ પાકિસ્તાની સાથે બીજા હતા એ ખેડા તરફ ભાગી ગયા હતા એટલે અમે પીછો કર્યો હતો. ખેડા ડી.એસ.પી.ઓફિસે આ બાબતે માહિતી આપી હતી. એટલે પાકિસ્તાની અને બીજો દેશદ્રોહી ખેડા ચેકપોસ્ટ પર જ પકડાઈ ગયા હતા. નડિયાદની આજુબાજુ વિસ્તારમાં દરોડા ચાલુ છે. અને આખા ખેડા જિલ્લામાં એલર્ટ કરી દીધું છે. મહદ્ અંશે સફળતા છે. હું ખેડાથી ફોન કરી રહ્યો છું .હવે હું અને ગોહિલ સાહેબ પાછા આવી રહ્યા છીએ. વિશેષ વાતચીત હું આવીશ ત્યારે કહીશ. હવે બા સાથે વાતચીત કરીશ.'

વકીલ ચંદ્રકાંતે ફોન રમાબહેનને આપતા બોલ્યા:- 'તારો લાડલો તારી સાથે વાતચીત કરવા માંગે છે.'

રમાબહેને હસતા હસતા ફોન હાથમાં લીધો.

બોલ્યા:- 'બેટા, તને સારું છે ને! મને તારી ચિંતા થતી હતી. તારા પરાક્રમો મારી સખીએ કહી હતી.'

વિનોદ:- 'સોરી...બા.. વાત ખાનગી રાખવાની હતી એટલે તમને કહ્યા વગર ગયો હતો. દિલધડક ઓપરેશન હતું એટલે કામ પુરુ થાય ત્યાં સુધી કોઈને ફોન કરવાનો નહોતો. મને માફ કરજો. હવે પછી તમને કહીને જ જવાનો છું. હું હેમખેમ છું. મારી સાથે પોલીસ ખાતાના માણસો પણ હતા. પણ તમને ખબર કેવી રીતે પડી? તમારી સખી એટલે કયા માસી?'

રમા બહેન:- 'હાશ... તું હેમખેમ છે એટલે મારી ચિંતા દૂર થઈ. પણ આવા જોખમી કામ કરવા નહીં. પોલીસ ખાતાને એનું કામ કરવા દેવાનું.આપણે દેશના સામાન્ય નાગરિક છીએ. આપણે મદદ કરી શકીએ પણ આવા જોખમી ઓપરેશન કરી શકાય નહીં. મારી સખી નડિયાદ રહે છે એનું આનંદી છે.કદાચ તું ઓળખે છે.એનો નડિયાદથી ફોન આવ્યો હતો.એની નણંદ એક પ્રખ્યાત એડવોકેટના ત્યાં જોબ કરે છે.એ પણ એડવોકેટ છે તારી જેમ જ. મારી ઈચ્છા છે કે તમે બંને એકબીજાને મળો. તારા લગ્ન થાય એટલે ગંગા નાહ્યા. મારી સાસુને આપેલું વચન પુરું થાય.પછી મારે તો તીર્થ યાત્રા પર જવું છે.તારા મોટાભાઈ આવે કે ના આવે હું કોઈ સંઘ સાથે જવાની.'

વિનોદ:- 'હું આનંદી માસીને ઓળખું છું. સારું થયું કે તમને જાણ થઈ. બા હવે મોડું થાય છે. પી.એસ.આઈ. ગોહિલ સાહેબ મારી રાહ જુવે છે. હમણાં કોન્સ્ટેબલ આવીને મને ઈશારો કરી ગયો છે. તમે કહ્યું એ વિશે વધુ વાત રૂબરૂ કરીશું. બા.. મારા માટે ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી બનાવજો અને તીખા થેપલા. દાળ ઢોકળી માં ગવાર અચૂક નાખજો. તમારા હાથની દાળ ઢોકળી બહુ ભાવે છે. સારું બા હવે હું નીકળું છું. લગભગ બે કલાક થશે આવતા. '

રમા બહેન:- 'હા પણ જલદી આવજે. સારું છે કે બધું સુખરૂપ પતી ગયું. જ્યાં સુધી તને જોઉં નહીં ત્યાં સુધી મને શાંતિ થશે નહીં. હવે તારા લગ્ન કરી દેવા પડશે. તું આવ એટલે વાતચીત કરીશું.'

આટલું બોલીને રમા બહેને ફોન કટ કર્યો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama