Mariyam Dhupli

Action Drama Tragedy

3  

Mariyam Dhupli

Action Drama Tragedy

ફટાકડો

ફટાકડો

1 min
14.2K


"માનસિંઘ, દડો સામેનાં મેદાનમાં પહોંચી ગયો. જા લઇ આવ."

"નહીં, નહીં હું નહીં જાવ. મને ડર લાગે છે."

"જાય છે કે ફોડું ફટાકડો?"

"જાઉં છું, જાઉં છું પણ ફટાકડો ન ફોડતાં."

" હા, હા, હા, ડરપોક માનસિંઘ, ડરપોક માનસિંઘ.."

"માનસિંઘ, જમવાનું પૂરું થયું કે નહીં?"

"મને નથી ભાવતું, નથી જમવું .."

"થોભ ને જરા, હમણાંજ ફટાકડો ફોડું છું."

"નહીં, નહીં જમું છું. પણ ફટાકડો નહીં ફોડતાં."

"માનસિંઘ, ઘરકામ કર્યા વિના આવ્યો તો જોજે ફટાકડો ફોડીશ."

"નહીં માસ્ટર સાહેબ, ફટાકડો નહીં ફોડતાં. હું બધું ઘરકામ કરીને આવીશ."

"માનસિંઘ, ઊંઘી જા ઝટ, નહીંતર..."

"નહીં, નહીં ફટાકડો નહીં ફોડતાં. આ લો ઊંઘી ગયો."

"માનસિંઘ, તળાવમાં ડૂબકી લગાવ તોજ તરતાં શીખીશ."

"નહીં બાપુ પાણી બહુ ઊંડું છે. ડર લાગે છે."

"ડૂબકી લગાવે છે કે ફોડું ફટાકડો."

તળાવનાં પાણીનાં છાંટા માનસિંઘની ડૂબકીથી ચારે દિશામાં ઉડી રહ્યાં...

બાલદી ઉથલાવી રહેલાં ક્રૂર હાથથી ગરમપાણી માનસિંઘનાં લોહીલુહાણ શરીરને છછલાવી રહ્યું.

બળતરા અને દાઝથી બાળપણની મીઠી યાદો વરાળ બની અદ્રશ્ય થઇ.

"એક અંતિમ વાર પૂછું છું, તારાં લશ્કરની વ્યૂહરચનાનો નકશો તારી મુક્તિનો સબબ બની શકે છે.નહીંતર ...."

ફોજદારનું વાક્ય પૂરું થાય એ પહેલાજ ' વંદેમાતરમ ' શબ્દ જેલનાં સળિયાઓને ભેદી ધ્રુજાવી રહ્યો.

અચાનક એક ફટાકડો ફૂટ્યો....

અને ચારે દિશાઓમાં નીરવ શાંતિ વ્યાપી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Action