STORYMIRROR

ILABEN MISTRI

Thriller Others

4  

ILABEN MISTRI

Thriller Others

ફરક

ફરક

1 min
23.6K


  "રાજસંગભાઈ જુવો આ મોબાઈલમાં...તમારી હારે કસરતના દા, નતા કરતા.. ? ઇ ને અટક આયવો..જુવો એની સ્મશાન જાત્રામાં કેટલું મનેખ ભેરુ થયું છે."

    રાજસંગ તો ઝાંમર વેરાયેલી આંખ ઝીણી કરી મોહનનાં મોબાઈલમાં જોવા લાગ્યા...ઝાંખુ ઝાંખુ નજરે પડ્યું...ને જૂની યાદ તાજી થઈ ગઈ.

   ભારત તરફથી ઓલિમ્પિક ગેમ્સ વેઈટલીફટિંગ પ્રતિયોગીતામાં વિદેશની ધરતી પર પગ મૂક્યો. એ ઘડી નજર સમક્ષ આવી ગઈ.

 દેશ માટે રમવાનું ઝનૂન ગોલ્ડમેડલ અપાવીને રહ્યો હતો.એ દેશભરમાં છવાઈ ગયા હતા. કેવા ભવ્ય સ્વાગત.. સમાચાર પત્રની હેડ લાઈનમાં ચમકતા રહેતા ... આ રાજસંગ.

    મોહનનાં મોબાઇલમાં રિંગ વાગી..એ&

nbsp;ફોન લઈને વાત કરવા, રૂમની બહાર ગયો.

    રાજસંગ... વિરુદ્ધ ટીમનાં છતાં સાથે વિતાવેલી હળવી પળોની દોસ્તીનાં નાતે મિત્રને મનોમન પ્રણામ કરી હાથ જોડવા પ્રયત્ન કરવા લાગ્યા...એટલામાં

મોહન ફરી આવી પહોંચ્યો... રાજસંગભાઈનું મન રહે એટલે પરાણે બે હાથ જોડવાની મદદ કરી, અને બોલ્યો.."તમે તો દેશ હારુ...."

પછી એકલો એકલો બબડયો "વિદેશમાં રમતવીરોને મોત પછે પણ માન મળે ને આયાં..લંગડો ઘોડો રેસ નહિ જીતે...એટલે પાછું વળીને કોઈ જોતું નથી..."

  "લ્યો સરખા સુવડાવું...."

મોહન...રાજસંગભાઈ ને સરખા કરવા એના તરફ ફર્યો... "રાજસંગભાઈ...." મોહને બૂમ પાડી એની અર્ધ ખુલી સ્થિર આંખો મોહને હથેળી મૂકી બંધ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller