અધૂરી સિગારેટ"
અધૂરી સિગારેટ"


"ટ્રીન ટ્રીન... " પોલીસ સ્ટેશનમાં રિંગ વાગી.
"હેલો ઇન્સ્પેક્ટર સાહેબ...હું હોટલ 'આરામ'નો મેનેજર કમલ બોલુ છુ."
અમારી હોટલમાં..એક અજાણ્યા માણસની લા..લાશ
સર જલ્દી આવો..." કમલ ખૂબ ગભરાયેલો લાગતો હતો.
ઇન્સ્પેક્ટર પાલ, એની ટીમ સાથે હોટલ આરામ પર આવી પહોંચ્યા. મેનેજરે બતાવ્યા અનુસાર રૂમ નં.
107માં, આવી પહોંચ્યા. એણે આવીને જોયું, કોઈક સુખી ઘરનો નબીરો મૃત પડ્યો હતો. રજી.માં આ શખ્સની કોઈ નોંધ નહોતી. અને ટીપોઈ પર એસ ટ્રે સિગારેટના ટુકડાથી અડધી ભરાયેલી હતી, અને બાજુમાં ખોપડીની આકૃતિ વાળુ કિચેઇન પડ્યું હતું.રૂમમાં પરફ્યુમ ની સ્મેલમાં સિગારેટના ધૂમાડો ભળેલ હોય એવી મિશ્રિત વાસ ફેલાઈ હતી.
હવાલદારે હેન્ડગ્લોઝ પહેરીને લાશની આજુબાજુની વસ્તુઓ કલેકટ કરી રહ્યો હતો. મી.પાલે એસ ટ્રે તરફ ઈશારો કરી, હવાલદારનું ધ્યાન દોર્યુ. મી પાલનું ધ્યાન ટીપોઈના પાયાની આડશમાં પડેલી અડધી પીવાયેલી સિગરેટ પર ગયું. એમ આછા લાલ રંગના ડાઘ લાગેલા હતા, મી.પાલ મૂછમાં હસ્યાં. અને મેનેજરને ઓર્ડર આપ્યો.સ્ટાફને હોલમાં ભેગો કરો...
સ્ટાફના દરેક સભ્યોની ઉલટ તપાસ ચાલી. ઇન્સ્પેક્ટર ફોન પર વાત કરતા કરતા લેડીઝ સ્ટાફ પર આડકતરી રીતે નજર રાખતા હતા. એમાં રૂમ સર્વિસ સ્ટાફમાં, એક યુવતી પર નજર ગઈ હજુ હાલજ નાહીને આવી હોય એવી ફ્રેશ અને માથાનાં ભીના વાળ ચાડી ખાતા હતા.
"હેલો મીસ... આપ ..? "
ત્યાં મેનેજર વચ્ચે બોલી ઉઠ્યો.."એ અમારા રૂમ સર્વિસની હેડ...મીસ નેહા...છે."
મેનેજર વચ્ચે આવ્યો..એથી અણગમા સાથે.."અમને અમારું કામ કરવા દો..."
"હા તો મીસ નેહા, તમે ક્યાં હતા આ બનાવ વખતે...અને અત્યારે કયાંથી આવ્યા ?
નેહા જવાબમાં...સર, હું તો એક કલાક પહેલા જ મારે ઘરેથી આવી. અને આવીને ડ્યુટી મુજબ ક્લિનીગ સ્ટાફને ફીનાઈલ આપતા મારાથી ઢોળાઇ ગયું એટલે બાથરૂમથી સીધી જ અહીં આવી."
પાલની નજર એના કાન પર પડી," મીસ નેહા તમારી કાનની વાળી.. ક્યાંક પડી ગઈ લાગે છે ?"
એ સહસા કાન પર હાથ ફેરવયો અને વાળની લટની આડસ કરતા..."હા કદાચ રાતે સૂતી વખતે...નીકળી ગઈ હશે."
પૂછતાછ પુરી થતા... ઇન્સપેક્ટર ત્યાંથી નીકળી ગયા..બરાબર ચાર દિવસ પછી મેનેજરના ફોન પર,
"મી.કમલ..આપ મીસ નેહા સાથે પોલીસ ચોકીએ હાજર થાવ પૂછતાછ કરવી છે."
લગભગ બપોરના ચાર વાગે કમલ મી.નેહા સાથે પોલીસચોકીએ હાજર થયો.
"હા તો મીસ નેહા...આપ કહો છો કે હું..કહું ?
સાચી વાત કરો છો કે" .... વચ્ચે લેડી કોન્સ્ટેબલને કહેતા..."અરે મેડમ આ નેહાજી ને અંદર લઈ જાવ..."
નેહાએ ઘણી, આનાકાનીને વાક્ પટુતા વાપરી પણ ઇન્સ્પેક્ટર પાસે બધા સબૂત હાજર હતા.
હવે સાચું બોલ્યા સીવાય કોઈ માર્ગ નહોતો...
"સર અમે હોટલમાં મજબૂરીથી કામ કરી છીએ. આવા કામનો શોખ નથી થતો..પણ અમીરીથી છકેલા આવા રોહન જેવા અમને એના પગની જુતી સમજી ગયા છે." અને નેહા એક પછી એક રોહનના કિસ્સાની વાત કરતી ગઈ.
"સાહેબ આ રોહને ઘણી યુવતીઓને ફસાવી છે અને બળજબરીથી મેળવી છે. પણ બદનામીના ડરથી ઘણી યુવતી સહન કરી લેતી હોય છે. એકવાર અમારી હોટલમાં આવ્યો..એની નજર મારા પર ઠેરી હશે. અને રૂમ ક્લિનિગની કમ્પ્લેનના બહાને મારા સાથે જબરદસ્તી કરવા લાગ્યો. મેં વિરોધ કર્યો, પણ એની તાકાત સામે.."
એ નીચું જોઈ ગઈ." અને મેં પોલીસની ધમકી આપી તો મને મારી ઔકાત બતાવી મને ઊંઘી ધમકી આપવા લાગ્યો.અને સર મેં ત્યાંજ નક્કી કર્યું હતું, કે હું આનો બદલો જરૂર લઈશ... મેં એને સોરી કીધું, સમય આવતા. પેંતરા સ્વરૂપે મે જ હોટલ પર બોલાવેલો ઓફ સીઝનમાં રૂમ ખાલી રહેતા, અને કોઈનું ખાસ ધ્યાન ન જાય એમ એને મજા કરવાને બહાને બોલાવ્યો. શરાબ ને સિગારેટનો શોખીન રોહન ભાન ભુલ્યો. એને ચિક્કાર પીવડાવી ફૂલ કરી દીધો. એને રમાડવા... પહેલા મેં સિંગરેટના બે કશથી શરૂઆત કરી હતી. જે ભૂલથી તમારી નજરમાં આવી ગઈ."
સર મેં એને છેલ્લા પેગમાં ઝેર આપી દીધું હતું. અને સ્ટાફમાં ઘણાંને ખબર છે. મને પરફ્યુમથી માથું ચઢે છે. એટલે મેં તીવ્ર પરફ્યુમ લગાવ્યું હતું. જેથી એ મુદ્દે આઝાદી રહે. અને કપડાં બદલી મેં હાથે કરીને ફીનાઈલ ઢોડ્યું. જેથી મારામાં ફીનાઇલની વાસ ઘેરી વળે. ને પરફ્યુમની દબાઈ જાય. જ્યારે તમે આવી જતા હું નહાઈને બહાર આવી હતી. આગળ તમે જાણો છો...
મને જે સજા થશે, પણ બીજી નેહાની જિંદગી બચી જશે. મને જરા પણ પસ્તાવો નથી. અમીરીની આડમાં અમારા જેવી કેટલીય ગરીબ સ્ત્રીઓને બળાત્કારનો ભોગ બનાવી હોદેદારોની ડાટી આપી ચૂપ કરાતી હશે મારે હવે બીજું કંઈ નથી કહેવું... મને ગિરફ્તાર કરી લો..."
ઇન્સ્પેક્ટર પાલને પહેલીવાર ગુન્હો કબૂલ કરનાર પર દયા આવી ગઈ...
નેહાની આંખોમાં આંસુની સાથે સચ્ચાઈ ટપકતી હતી.