કાશ! સમય ફરી આવી જાય
કાશ! સમય ફરી આવી જાય
સીઝનમાં આવતાં સરસ પાકા ચીકૂ, કેસર કેરી, ટેટી, તડબૂચ દોઢણીએ ઘરમાં આવતાં..અને મહેશ લાવીને, સીધુ ડાઈનિંગ પર ખડકલાં કરતો.
ખાવાવાળા ત્રણ જણ એમાંય એનો રવિ તો કયારેય અડતો પણ નહીં. પતિ-પત્ની ખાઈ ખાઈને કેટલું ખાય ?
મહેશ પર રીના ગુસ્સો કરતી..."આ વપરાશ મુજબ લાવોને..આ કોણ તમારાં માબાપ ખાશે?"
એમ કહીને સાસુ-સસરાના ફોટા સામે જોઇને એની સામે ફ્રૂટ મૂકી દેતી... અને "લ્યો ખાવ બા-બાપુજી...
જ્યારે તમે હતા, ત્યારે ખાવા ફ્રૂટ નહોતા, આજ તમે નથી તો આ તમારો દિકરો..." ને એ જાણે સાસુને કહેતી હોય
એમ, લટકો કરતી ત્યાથી કામે લાગી જતી.
રવીને વિચારતો કરીને એ ચાલી ગઈ... પોતાની માંદી મા માટે સમય, પૈસા કે સગવડ ના આપી શકયાનો વલોપાત કરતો... "કાશ એ સમય ફરી આવી જાય તો મારી માને બાપને હું આમ સાચવું..ને આ લાવી આપુ, એ તો માબાપના સાનિધ્યમાં આવી ગયો. પળવાર ભૂલી ગયો... કે માબાપને ગયે વરસો વીતી ગયા.
"મા ... જો આ કેવી સરસ કેસર કેરી લાવ્યો.."
કેરી લસરી પડી એ ભાનમાં આવ્યો... માનાં ફોટા સામે જોઇને "મા અમારી પાછળ જિંદગી ખર્ચી નાખી? આજ અમારો વારો આવ્યો ત્યાં... એ ફોટા સામે સજળ આંખે જોઈ રહ્યો.