STORYMIRROR

ILABEN MISTRI

Others

3  

ILABEN MISTRI

Others

દહેજ દાનવ કે પતિ?

દહેજ દાનવ કે પતિ?

1 min
12.1K


 "તને કહું છું...સાંભળે છે કે બેરી છો?"

    નિમુ નીચી નજરે અંગુઠાથી જમીન ખોતરતી મૂઢની જેમ પોતાનાં પતિની વાત સાંભળી રહી હતી.

"હા... પણ ગયા વર્ષે મારા બાપુએ તમને ખેતર લેવા..." ત્યાં.. તો, સૂરજે એનું જોડું છૂટું ફેંક્યું.

નિમુને આ રોજનો અત્યાચાર હતો.

    પોતે ભણેલ-ગણેલ છોકરી અને આવા કસાઈને ત્યાં કેમ કરીને નસીબ ખેંચી લાવ્યા. થોડા દિવસ થાય ત્યાં સૂરજની નવી માંગ ઊભી હોય.

    શરૂમાં નિમુના બાપુએ હસતાં મોએ દીકરીને મો માગ્યું આપ્યું, પણ નાના ગામમાં થોડી-ઘણી ખેતીની આવક, અને પોતાનો બાકીના વસ્તારને પરણાવા,પલટાવીને ઠેકાણે પાડવાના હતા. તોય બનતી મદદ કરતા.

    નિમુ પોતાનાં બાપની ખાનદાની અને નાના ભાનેડાને વરાવવાની વાત આડે આવતી, એટલે સૂરજનો જુલમ સહન કરતી.

    હવે સૂરજને પ

ંચાયતની ચૂંટણી લડવા પૈસાની જરૂર હતી એટલે ફરી નિમુ ઉપર જોર કરીને બાપના ઘરેથી રૂપિયા લાવવા દબાણ કરતો. પણ નિમુ હવે માર ખાઈને રિઢી થઈ ગઈ હતી.

     સાંજે ગામનાં મેદાને સભા ભરાઈ હતી. નિમુ પણ આજુબાજુની બાઈઓ સાથે ગઈ. સૂરજનો વારો આવતાં માઇક સામે ઊભો રહી બોલવા લાગ્યો..

"આપણાં મેઈન મુદામાં...દહેજ માંગી સ્ત્રી પર થતો અત્યાચાર રોકવાનો અને સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાનો છે..."એ બોલતો રહ્યો તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો.

    નિમુને સૂરજનું પ્રવચન સાંભળીને પોતાનાં મિત્રો વચ્ચે લીધેલી શપથ યાદ આવી.. મિત્રો યાદ આવી ગયા. એના મગજમાં પ્રતિજ્ઞા વખતે મિત્રોના હાથમાં હાથ મૂકીને બોલેલા શબ્દો ઘુમરાવા લાગ્યા.

  " દહેજ કદી લઈશ નહિ ને કદી આપીશું નહિ"

માનવમેદની તાળીઓના ગડગડાટથી સૂરજને વધાવી રહી હતી.

 નિમુ મક્કમ પગલે સ્ટેજ તરફ આગળ વધી !


Rate this content
Log in