ILABEN MISTRI

Inspirational

4.3  

ILABEN MISTRI

Inspirational

વિજય તિલક

વિજય તિલક

2 mins
23.5K


ડો.માર્ગી અને ડૉ.પરાગ પતિ-પત્ની બંને સરકારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહયા છે. એક લાડકી મીઠડી દીકરી પલક દાદા-દાદીના લાડ પ્યારમાં ઉછરતી હતી.ખુબ જ સુખી કુટુંબ હતું.  કોરોના મહામારીએ તાંડવ મચાવીને ભારતમાં પગ પેશારો કર્યો, એટલે ડો.પરાગની ડ્યુટી વધી ગઈ. હોસ્પિટલથી ઘરે આવવાની ફુરસત નહોતી મળતી. પરાગ એની ઢીંગલી અને માબાપને મોબાઈલમાં જોઈને મન મનાવતો.

હવે માર્ગીને પણ ડબલ ડ્યુટી આવી ગઈ. એની હાલત પરાગ જેવીજ થઈ. એ બેઉ પણ ઘરે આવીને ઘરના પર જોખમ વધારવા નહોતા માંગતા એટલે કવાર્ટરમાં રહેવા લાગ્યા હતા. પલક પપ્પાની ગેર-હાજરીમાં પપ્પાનું રટન કરતી, દિવસે તો રમવામાં જતો રહેતો પણ રાતે, મમ્મી-પપ્પા વિના રડતી રહેતી. આખો દીવસની ડ્યુટી અને દર્દીઓનો ધસારોને ભીડભાડથી પરાગને કોરોના પોઝિટિવ આવ્યો. એના કારણે એ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો.અને માર્ગીને કવાર્ટરમાં કોરોન્ટાઇન કરી.

ફોનથી વાત કરીને પરાગ મન મનાવી લેતો. એ જલ્દીથી ઘરે એના ફેમિલી પાસે જવા માંગતો હતો. કિસ્મતમાં કંઈક બીજું જ લખ્યું હતું. પરાગને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પોતે ડોક્ટર હતો. એ પરિસ્થિતિની ગંભીરતા જાણી ચુક્યો હતો. એણે છેલ્લે માર્ગી સાથે વાત કરવાની ઈચ્છા બતાવી. પણ આ બાબતે કોઈ મંજૂર ના મળી.વેન્ટિલેટર પર હોવા છતાં એને માર્ગીને ફોન લગાવ્યો.

"મા....રગી....." હાંફતા શ્વાસે. "મારા માબાપ..નું ને પલકનું ધ્યા...ન"

અને સામેથી અવાજ સમી ગયો. માર્ગીને અંદાજો આવી ગયો. પરાગ ઘરનું ને ફેમિલીનું રટણ કરતો કરતો દેહરૂપી ઘરને છોડીને જતો રહ્યો.

ઘરનો ઓટલો.. માનો ખોળો...માર્ગીનો પ્રેમ પામવાના અને પલકનાં નાનકડા હાથને પોતાનાં ગાલ પર સ્પર્શવાનાં અધૂરા ઓરતા સાથે. બાપને ખંભે કાંધ દેવાનાં બદલે પોતાની બધી જવાબદારીનો બોજ બાપના ખંભે નાખી બીજી દુનિયામાં જઈ વસ્યો.

માર્ગી એજ ઘડીએ મજબૂત બની ગઈ, અને જરૂરી ફોર્મઆલિટી પુરી કરી. એના રિપોર્ટ નેગેટિવ હતા એટલે કોરોન્ટાઈન પીરીયડ પૂરો થતાં. હોસ્પિટલમાં ડ્યુટી પરફરજ બજાવવાં પહોંચી ગઈ.એ ન્હોતી ઇચ્છતી કે બીજો કોઈ પરાગ એના ફેમિલીને છોડીને દુનિયા છોડીને જાય. હોસ્પિટલ સ્ટાફે એનું સ્વાગત કર્યું. અને એક સૈનિકની જેમ દર્દીઓની સેવા કરતા, પતિની, પત્ની હોવાનું એના ચહેરા પર તેજ ઝળહળતું હતું. સ્ટાફને સંબોધી એ બોલી...

"પરાગનાં અધૂરા સપના મારે પૂરા કરવાના છે. હવે કોરોના સામે લડતમાં હું વિજય તિલક કરીને રહીશ.

કારણ કે હું કોરોના વોરિયર છું" આટલું કહી માર્ગીએ એનું શસ્ત્ર... સ્ટેથોસ્કોપ ગળામાં નાખ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational