જૂનો ફોન
જૂનો ફોન


ડૉ.દિકરો અને વહુ, પપ્પાજીના હવાલે ઘરની જવાબદારીઓ અને સૌથી મોટી જવાબદારી એનો એકનો એક પુત્ર ફેનીલને સોંપીને હોસ્પિટલે જતાં રહેતા.
ફેનીલ આખો દિવસ દાદા સાથે રમતો, કંટાળતો ઘરમાં નોકર-ચાકર સિવાય બીજું કોઈના મળે, અને બધાંજ "ફેનીલ આમ કર...ફેનીલ તોફાન ના કર..." બસ શિખામણના ધોધ વ્હાવતા.
ફેનીલ છતાં મા-બાપે બિચારો બની ગયો..બહાર જવાની મનાઈ, નાનું બાળક મૂંજાતું. ફેનીલના દાદા બાળકની હાલત પર દયા આવી જતી. પણ હવે દાદાના ટાંટિયા જવાબ આપી ચુકયા હતા. એટલે એજ ઘરમાં ભરાઈ રહેતા.
ફેનીલ આયા બાય પાસે રહીને, ખીજાઇ જતો અને ક્યારેક એને મારી લેતો, વસ્તુઓના ઘા કરી દેતો.
રવિવારની અડધી રજાના દિવસે તોફાને ચઢેલા ફેનીલને એના પપ્પાએ ધમકાવી નાખ્યો."દાદા તો તારી સાથે હોય છે."
હવે ફેનીલનું ગુસ્સા પરથી કાબુ ગયું...કૉર્નરમાં મૂકેલો લેન્ડલાઈન ફોનને વાયરમાંથી કાઢીને ફોનનું ડબલુ પપ્પાની સામે ટેબલ પર પછાડીને મૂક્યું, અને એની મમ્મીનો મોબાઈલ પણ ત્યાં મૂક્યો...!!
દાદા સામેજ બેઠા હતા. એની મમ્મી પપ્પા તો ફેનીલની હરકત સમજ નહોતી આવતી...
ગુસ્સામાં ફેનીલ મોટેથી બોલવા લાગ્યો...
"હા દાદા છે ને...કંઈ પણ પૂછું તો ..દાદા છે ને..
તો દાદા મારી સાથે રમી શકે? દોડી શકે? બોલો બોલો...
તમને મારા માટે સમય નથી, અને ઘરે આવીને તો.. મોબાઈલ લઈને બેસી જાવ છો.
હું કંઈ કહું તો દાદા છે એની પાસે જા.... શું દાદા છે...આ ફોન જોયો?
દાદા ..એ..દોરડે ભરાવેલા ફોન જેવા છે. અને હું? આ મોબાઈલ જેવો... છે કોઈ જવાબ તમારી પાસે...ફેનીલના સવાલ સાંભળી દિકરો-વહુ પપ્પાજી સામે જોઈને નીચું જોઈ ગયા.
હોલમાં સન્નાટો છવાઈ ગયો.