Read On the Go with our Latest e-Books. Click here
Read On the Go with our Latest e-Books. Click here

ILABEN MISTRI

Comedy


3  

ILABEN MISTRI

Comedy


ડિસ્ટન્સ

ડિસ્ટન્સ

2 mins 11.8K 2 mins 11.8K

"જય શ્રી કૃષ્ણ.. કસ્તુરબા" મીનાએ ટહૂકો કર્યો.

પણ કસ્તુરબાને બોલવું હોય તો જ બોલે અને કપડાં સંકોરતા ઘરમાં ઘૂસી ગયા.

    બિચારી મીના સાંવરણો લઈને આગણું વાળવા લાગી. એને તો આ રોજનું થયું.પણ મોજીલી મીનાને વા સાથે વાતો કરવા જોઈએ, એટલે બધાને બોલાવે.

    કસ્તુરબા લાલાની પૂજાપાઠ કરે, એટલે નિયમોનું ચુસ્ત પાલન કરે. મીનાને એક સોળ વર્ષની દીકરી રીના અને બે માણસ પોતે એમ ત્રણ જણ,મીના દીકરીની મા હતી એટલે કસ્તુરબા મીનાનાં શુકન ના લે પણ મીના નિખાલસ એટલે ક્યારેય મો ના ચઢાવે.

     કસ્તુરબાને ત્રણ દિકરા પણ, બા સેવામાં ખલેલ સહન ના કરી શકે એટલે કોઈ ના ટકે. ત્રણે દિકરા-વહુ અલગ રહેવા જતા રહેલા.

    રીના માથે પાણી નાખતી થઈ ગઈ હતી. વૈષ્ણવ પડોસ એટલે પાળવું પડતુ, પણ રીનાને નવાઈ લાગતી એની મમ્મીને કહેતી... "મમ્મી પીરીયડ આવે ત્યારે,અડવાથી શું ફેર પડે?" મીના સરળ જવાબ આપતી...

   "બેટા, પહેલાની સ્ત્રીઓને ખૂબ કામ રહેતું ને એટલે આ બહાને આરામ થતો એટલે... પાળવાનું મહત્વ હશે."

   પણ રીનાના પિરિયડના દિવસોમાં કસ્તુરબા મો ચઢાવીને ફરે મીના કે રીના સામે દેખાય તો લોખંડની જાળી પછાડીને બંધ કરી દે... ત્યારે મા-દીકરી ખી..ખી...હસે. અને રીના તો બોલે પણ ખરી....

   "મમ્મી બાને જો...એનો મો ચઢાવીને ફરવાનો પીરીયડ કેટલો ચલાવશે !"

    રવિવારે મૂળજીબાપા ગાંઠીયા લેવા અચૂક જાય..કસ્તુરબાને બોખા દાંતે ગાંઠીયાના ભારે સ્વાદ.

કસ્તુરબા બાપાની રાહ જોવામાં આમતેમ થતાં હતાં.

ને સાડીની પાટલી જાળીમાં ભરાઇ. કસ્તુરબા બે પગથિયાંવાળા. ઊંચે ઉંબરેથી સીધા આંગણામાં આવી પડ્યા..

" એ મુરલીધર...કોઈ આવો રે...મારો પગ..." ને સામેથી રીના દોડતી આવી ને કસ્તુરબાને ઊભા કરવા હાથ લાંબો કર્યો..એવું એના પિરિયડનો દિવસ યાદ આવ્યો એને હાથ પાછો ખેંચી લીધો.

    આ જોઈને "વાલામુઇ જોતી નથી મારો પગ ભાંગી ગયોને ટેકો નથી કરતી."

પણ "બા મને આજ ત્રીજો દિવસ અને તમને આભડછેટ લાગશે..વળી લાલાની..." રીના આગળ ના બોલી... ત્યાં મીના આવી પહોંચી.

     એને જોઈને "એ મીના...મા દીકરી આમ જોઈ શું રહ્યા છો? મને ઘરમાં જવામાં મદદ કરો..."

    કસ્તુરબાને ઘરમાં લઈ જઈને પલંગ પર સુવડાવી ઘરે જવા લાગી.

 એને રોકતા.." આ તારી ગગીને ઢોલા જેવી કરી છે. ચા બા શીખવી છે કે નહીં? હમણાં તારા દાદા આવશે ચા કોણ બનાવશે.?"

   મીના એ રીના સામે જોયું....રીના મભમ હસીને ચા બનાવવા ઊભી થઇ જતાં જતાં બોલી 

 "હેં.. કસ્તુરબા... આપણાં ડિસ્ટન્સનું શું? તમારો લાલો.. રીસાઈ તો નહીં જાયને?" ડિસ્ટન્સ શું એને ખબર હોય તો બોલેને એતો આભડછેટની ભાષા ખબર પડે.

   કસ્તુરબા શું જવાબ આપે ? જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ મોટે મોટેથી...ઉધરસ ખાવા લાગ્યા. આ જોઈ રીના મો દબાવી હસવું રોકવા... નિષ્ફળ પ્રયત્ન કરવા લાગી.


Rate this content
Log in

More gujarati story from ILABEN MISTRI

Similar gujarati story from Comedy