Swati Dalal

Abstract

4  

Swati Dalal

Abstract

ફરજ

ફરજ

2 mins
244


એનો એક હાથ બંદૂક પર હતો અને બીજો આંસુ લૂછવામાં વ્યસ્ત હતો. આખરે એણે....મિત્રતા છોડીને દેશપ્રેમ નિભાવ્યો.

ધડાધડ બધી જ ગોળીઓ અસલમનાં શરીરમાં ધરબી દીધી. અને આંખોમાં ફરી ધસી આવેલા આંસુના પૂર સાથે અજય પણ ફસડાઈ પડયો.

      આ અસલમ તેનો બાળપણનો સાથીદાર.. બાળપણથી લઈને યુવાની સુધીની સફર સાથે જ વિતાવી, અડોઅડ આવેલા ઘરો, અને અને બંને જનેતા નો સહિયારો પ્રેમ પામી ને યુવાન થયેલા જીગરજાન મિત્રો...

     પરંતુ યુવાનીના દ્વારે પહોચતાજ બંને ના રસ્તા અચાનક ફંટાઈ ગયા.... આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છતો અજય જયારે યુનિફોર્મ પહેરી ને બે વરસની ટ્રેનિંગ બાદ શહેરમાં આવ્યો તો જાણ્યું કે માતા ના નિધન બાદ અસલમ ગાયબ છે... અજયે તેને શોધવા ખૂબ કોશિશ કરી પણ વ્યર્થ.. કશ્મીરમાં પોસ્ટીંગ માં જતાં પહેલા તેણે આકાશ પાતાળ એક કર્યા પણ અસલમ વિશે કોઈ માહિતી જ ન મળી.

       અને આજે અચાનક .....આતંકવાદી કેમ્પની માહિતી મુજબ કરેલા હુમલામાં અચાનક નકાબમાંથી ખૂબ જાણીતી આંખો ! અજય સ્તબ્ધ બની ગયો... ઑટોમેટીક મશીનગનમાંથી ધડાધડ ગોળીઓ છોડતી એ આંખોની ક્રૂરતા ! બે પળ માટે તેનું હૃદય આ વાત માનવા તૈયાર જ ન હતું, કે આ અસલમ હોઇ શકે !

     ભાગવા જતાં અસલમ ને પકડવા અજય પાછળ દોડ્યો.. કંઈ કેટલાય જવાનોને ઘાયલ કરીને ભાગતા અસલમ ને રોકવા અજયે તેના પગમાં ગોળી મારી અને અસલમ ફસડાઈ ગયો..... નજીક પહોંચી તેનો ચહેરો જોતાં જ અજયની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા...પણ અસલમની આંખોમાંમાં વ્યાપેલો આતંક અને બંદૂક તરફ વધી રહેલા અસલમના હાથે અજયને મજબૂર કરી દીધો !


Rate this content
Log in

Similar gujarati story from Abstract