Daxa Ramesh

Abstract Drama Fantasy

0.2  

Daxa Ramesh

Abstract Drama Fantasy

ફ્રેન્ડશીપ

ફ્રેન્ડશીપ

2 mins
7.2K


"Friendship day" નિમિત્તે ઢગલાબંધ મેસેજ આવ્યા. મારાં દોસ્ત, મારા પતિ, દીકરો, દીકરી અને જમાઈ અને ઢગલાબંધ ફ્રેન્ડઝ!!

ખરેખર એ લોકો નસીબદાર જ કહેવાયને જેને એનાં પછીની પેઢી, ફ્રેન્ડ માનીને વીશ કરે!!

બધાએ ફ્રેન્ડશીપ ડે વીશ કર્યું...મને તો ખૂબ ગમ્યું.

"એવું લાગે કે જીવવાં જેવો જમાનો તો હવે જ આવ્યો છે!"

ઘણાં બધાં લોકોએ ઘણાં બધાંને ખૂબ ખૂબ wish કર્યું હશે અને આનંદ માણ્યો હશે!!

કોઈએ વખોડયું પણ ખરું કે આ ઈન્ટરનેટનાં યુગમાં બધાં આવાં ડેઝ એ ફક્ત છીછરાપન છે!!. જમાનો બગડી ગયો છે!!. યુવાન છોકરા છોકરીઓ તો ઠીક પણ, ત્રીસ, ચાલીસ કે પચાસની ઉપરનાં ઉંમરવાળા ય હાલી નીકળ્યા છે!!

સૌનો વિચાર સૌને મુબારક!!

પણ, હું એટલું કહીશ કે દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો હક છે. પણ, કોઈને નુકસાન પહોંચાડ્યા વગર!

એ દોસ્તી બે વ્યક્તિ વચ્ચે હોવી જોઈએ પછી એ જરૂરી નથી કે એ બન્ને સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોઈ શકે.

પણ, દોસ્તી પવિત્ર હોવી જરૂરી છે. તો જ કોઈપણ વ્યક્તિ, બીજી કોઈપણ વ્યક્તિ સાથે દોસ્તી કરી શકે, ટકાવી શકે, માણી શકે !!

દોસ્તી કરી કૃષ્ણ એ

સુદામા સાથે,

અર્જુન સાથે,

અને

દ્રૌપદી સાથે!!

એ કૃષ્ણની જગ્યા આજે પાંચ હજાર વર્ષ પછી પણ કોઈ લઈ શક્યું નથી...

આજે ભલે જમાનો સુધર્યો એમ કહીએ છતાંપણ, કોઈ સ્ત્રી કે પુરુષ, ફક્ત સાથે હોય તો એમને જોનારની આંખોમાં શંકાનો કીડો સળવળયા વગર ન રહે, અને કેવો હશે એ કૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ કે ગમે ત્યારે એ બન્ને એકબીજાને વિના રોકટોક મળી શકતાં હતાં અને ક્યારેય એમનાં સંબંધમાં અપવિત્રતા નો સ્પર્શ સરખો નથી થયો, આજે પણ!!

એ કૃષ્ણની તોલે કોણ આવી શકે?

કોઈ જ નહીં!!!

દોસ્તીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડનાર એ સંબંધોમાં સુગંધનો સરવાળો કરનાર એ

પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને

આ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ફક્ત દોસ્તીપૂર્ણ નમસ્કાર!!


Rate this content
Log in

Similar gujarati story from Abstract