Daxa Ramesh

Children Drama Inspirational

2.5  

Daxa Ramesh

Children Drama Inspirational

પાઈટે ઉઠામણ

પાઈટે ઉઠામણ

6 mins
813


(સત્યઘટના પર આધારિત)

પીઠી ભર્યા બેઠા રે!! નિરાલીબેન.....

નિરાલીબેન ને પાઈટેથી રે, ઉઠાડો....

હવે જુએ જીજાજીની,

વાઈટુ.....!!

..... મજાક મસ્તી ચાલે છે,...કાન્તીભાઈની દીકરી નિરાલીના લગ્ન કાલે છે, આજે, આગલી સાંજે , નિરાલીને પીઠી ચોળવાની વિધિ ચાલે છે... પછી બધા વારાફરતી વારા , .... ને એક પછી એક...અંગત સગાંવહાલાં ના.. નામ લેતા લેતા ગીતો ગવાય છે..... મામા, કાકા, બેન, ફોઈબા, ફુવા....એમ બધાનું નામ લઈ ને ગીત ગવાઈ રહ્યા છે...

જેનું નામ ગીતમાં ગવાય તે વ્યક્તિ નિરાલી પાસે આવે છે ....,મીઠી રકઝક કરતા કરતાં ..... કઈ ને કઈ આપે છે.... કોઈ ૧૦૦ રૂપિયા, તો કઈ ૨૦૦, કે કોઈ ૫૦૦ રૂપિયા આપે છે... . વીડીયો શૂટિંગ થાય છે ....ત્યારે નિરાલીની બહેનો, બહેનપણીઓ, ભાભી,... બધા ગીતો ગાય છે....

....હવે જુવે ફઈબાની વાઈટુ...

જે બાકી હોય તે આવે છે...

નિરાલીને કંઈને કંઈ આપે છે...

મીઠી તડજોડ ચાલે... હસી-મજાકની રંગત રેલાય છે....

હવે કોઈ એક વડીલબેન નિરાલીને જોઈને કુટુંબની વહુને કહે છે, " ચાલો ! ચાલો !, .. હવે નિરાલીને વધાવીને પાઈટેથી ઉઠાવી લો .... થોડીવાર બધા આરામ કરો.... પછી સવારે જાન આવશે !!! બધાને વહેલા ઊઠી જવાનું છે હા !!! .. "

ત્યાં તો નિરાલી બોલી, " ના !, ના !, ના !, હું એમ નહિ ઊઠું આયાંથી !!! "

એક ભાભી બોલ્યા," કેમ? બેન બા?? તમને તો ઘણા બધા રૂપિયા આવ્યા હવે તો ઊઠો !!"

ત્યાં માંડવામાં બેઠેલા ગાવા લાગ્યા !!......

.. રૂપિયાનો વરસાદ વરસ્યો,

નિરાલીબેન !!!

હવે પાઈટેથી ઊઠો રે...!""

નિરાલી કહેવા લાગી, " ના !, ના !, હું નથી ઊઠવાની !! કોઈ મારા પપ્પાને બોલાવો.. એ મને આવે પાઈટેથી ઉઠાડવા , મારે પપ્પા પાસેથી "પાઈટે ઉઠામણ" લેવું છે. પછી જ હું ઊઠીશ .. !"

તો કોઈ... ગાવા લાગ્યું,

".... પીઠી ભર્યા બેઠા રે... !! નિરાલીબેન ...

હવે જુએ પિતાશ્રીની....

વાઇટુ.

....થોડીવાર થઇ તો ય કાંતિભાઈ એટલે કે નિરાલીના પિતાજી ન આવ્યા... કોઈ કહેવા લાગ્યું.. કે , આજે એને કેટલા કામ કરવાના હોય !!! આ મહેમાન આવ્યા છે તેમને સાચવવાના, કાલે જાન આવશે, તેની તૈયારી !!! કેવી જવાબદારી હોય?? દીકરી ના બાપ ને આજે કાંઈ ઓછા કામ હોતા હશે ?? ... ઊઠી જાવ... ચાલો... એને વધાવી લો અને , વધાવીને પાઈટેથી. ઉતારી લો....!!"

નિરાલી બોલી, ના !, ના !, હો ..!! મારા પપ્પા પાસેથી પણ મારે કાંઈ લેવું છે,...!!"

કોઈ બોલ્યુ, " અરે!, નિરાલી !, આટલા બધા રૂપિયા, આ તને બધાએ આપ્યા, એ તારા પપ્પાએ, બધા સાથે વ્યવહાર કર્યો હશે ..એટલે જ તો તને આટલું બધું પાઈટે ઉઠામણ આપ્યું છે !! આ પાઈટે ઉઠામણ તને બધાએ કરી, એ તારા પપ્પાના જ કહેવાય ને!! આમ પણ ,આજે તો દીકરીનો બાપ કેટલો ટેન્શનમાં હોય !! તેને હેરાન ન કરાય !! આ આજકાલની છોકરીઓ કઈ સમજે નહિ ને!!! "

એના એક ભાભી નિરાલીને વધાવવા ઊઠ્યા, ત્યાં નિરાલી કહે ના!! ,ના !!!, .. પપ્પાને બોલાવો તો જ હું અહીંથી ઊઠીશ!! ""...

કોઈ ગાવા લાગ્યા ને વળી કોઈ ગયું તે કાન્તીભાઈને પકડીને લઇ આવ્યુ...

કાંતિભાઈ, નિરાલીના પપ્પા, આવીને બોલ્યા, " અરે બેટા!!, આ લે!!,"

૫૦૦ રૂપિયા ની નોટ કાઢી.... ફોટો વિડીયો શુટીંગ વાળા... રેડી... તેઓ વીડિયો ઉતારવા લાગ્યા... ત્યાં નિરાલીએ ૫૦૦ રૂપિયાની નોટને હાથ પણ ન લગાડતા... બોલી ... " મારે આ નહીં..."

તેના પપ્પાએ ૧૦૦૦ રૂપિયા આપ્યા...

નિરાલી સામે ધર્યા... નિરાલી એ ના પાડતા કહ્યું, "આ પણ નહીં ચાલે!!"

અને કોઈ કહે, " લઈ લે હવે!!, આટલા રૂપિયા ઓછા પડે છે???"

" હા !!,ઓછા જ પડે છે!!" નિરાલી એ જવાબ આપ્યો..

કાંતિભાઈ એ પૂછ્યું," કહે દીકરી!!, કેટલા રૂપિયા જોઈએ છે??"

નિરાલીએ એમની આંખોમાં આંખો પરોવી કહ્યું, " પાપા!! મને રૂપિયા નહિ, બીજું કાંઈ જોઈએ છે .. આપશો???"

જ્યારે, પીઠી ભરેલી કન્યા તો બધાને લક્ષ્મી સ્વરૂપ લાગતી હોય, ત્યારે કયા બાપને, આ સમયે પોતાની દીકરી, વ્હાલી ન લાગે?? પોતાના કાળજાના કટકાને ... નારાજ કરવા કયો પિતા ઈચ્છે??

કાન્તીભાઈએ પૂછ્યું, " દીકરી! , બેટા!, શું જોઈએ છે તારે?? માંગ મારા વ્હાલ ના દરિયા!! આજે તો તું જે માગે એ પાઈટે ઉઠામણ માં આપીશ!! મારી દીકરી! બોલ, બોલ!! ""

ત્યાંતો નિરાલીએ ફટાક દઈને કહી દીધું, " પપ્પા!, મારે તમારી પાસેથી...""

બધા શાંતિથી સાંભળી રહ્યા.... કે દીકરી શું માંગે છે??....

"મારે તમારી પાસેથી ૫૦૦, કે હજાર રૂપિયાની, ભેટ નથી જોઇતી, મને તમારી પાસે જોઈએ છે,...બીડી...!! મને તમારી બીડીનું વ્યસન આપી દ્યો!

આ સાંભળી બધાએ તાળીના ગડગડાટથી નિરાલીની વાતને વધાવી લીધી....

આ સાંભળીને, કાંતિભાઈ, ત્યાં નીચે બેસી પડ્યા, એમને યાદ આવ્યુ...

તેઓ સાવ નાના હતા.., અણસમજુ એવા, ત્યારથી... જ.. તેમને બીડી ની આ ખરાબ લત પડી ગઈ હતી.. કેટલા બધા લોકોના સમજાવવા છતાં, કાન્તિભાઈની બીડીની ટેવ છૂટતી નહોતી. અને ....હમણાં હમણાંથી, પોતાની તબિયત પણ, સારી રહેતી નહોતી. છેલ્લે, જ્યારે દવાખાને ગયા હતા, ત્યારે ડોક્ટરે કહ્યું હતું, " આ વ્યસને તમારા ફેફસામાં કેટલુ નુકશાન કર્યું છે! હવે તમારે બીડી મૂકવી જ જોઈએ!! નહીંતર, તમે જીવશો ત્યાં સુધી બીમાર જેવા રહેશો !! અને વળી, ખોં... ખોં....,ખોં,.. કરતા પૂરતી ઊંઘ પણ લઈ શકશો નહીં .ઘણા બધા નજીકના સગા વ્હાલા, સ્નેહીઓએ, અરે એમના પત્ની રસિલાબેને, બધાએ ખૂબ સમજાવ્યા હતાં તો પણ, તેમનાથી બીડીનું વ્યસન મુકાતું જ નહોતું!!અને હવે... આજે... આમ... આ દીકરીએ !!...

કાંતિભાઈ ની આંખમાં આંસુ આવી ગયા!! દીકરી ખૂબ જ વહાલી !!! કયા બાપને દીકરી વહાલી ના હોય ??? અને જ્યારે હવે વાજતે-ગાજતે પરણાવતા હોય !! અને સાસરે જવાને ઉંબરે ઉભી હોય, ત્યારે ,આ કાળજાના કટકા જેવી દીકરી !!, જો બાપ પાસે કંઈ માગે?? તો ,કયો બાપ એને ના પાડી શકે???

બધા જ, જે લોકો હાજર હતા તેટલા બધાએ ખૂબ તાળીઓ પાડી... હિંમત આપી....અને બોલી ઉઠ્યા, " વાહ !!, નિરાલી !!, વાહ!!, ખરુ માગ્યું તે !!! વાહ ભૈ વાહ!! "

કાંતિભાઈ આંસુ લુછતા લૂછતાં નિરાલીને કહેવા લાગ્યા, "" મારાથી આ નહીં અપાય, દીકરી!! બીજું કંઈક માંગ!!! ""

નિરાલી કહે , "બીજું કાંઈ જોઈતું નથી!!, તમે મને તમારી બીડીનું વ્યાસન જ આપો!! પપ્પા!! મારે મારા પપ્પા ની છત્રછાયા જોઈએ છે !!! મમ્મી અને મારા ભાઈ અમિતને, બધાને, તમારી જરૂર છે!! પપ્પા!!, તમારી તંદુરસ્તી અમારા બધા માટે ખુબ ખુબ જરૂરી છે!!"

ત્યાં વચ્ચે કાંતિભાઈ બોલ્યા, " પણ....! પણ....! "

"....મારે કશું સાંભળવું નથી.... તમારે જો દેવી હોય તો દો! નહીતર, હું એમનેમ, ખાલી હાથે ઊઠી જાઉં છું!!! "

ત્યારે, કાંતિભાઈ રડી પડ્યા... હર્ષથી...!! દિકરીની હોશિયારીથી ...!! દીકરીની લાગણીથી...!! અને વિલક્ષણતાથી...!! અત્યારથી, તેમણે મનોમન નક્કી કર્યું, કે ભલે થઈ જાય,...!!

પણ, હવે...કાંતિભાઈ મક્કમ બન્યા.. અને...એમણે નિરાલી પાસે એક દિવસની મહેતલ માગી... કેમકે આ લગ્નના પ્રસંગને દિવસે, અચાનક વ્યસન બંધ કરી ને જો પોતાને તબિયતમાં તકલીફ થાય!! અને આ પોતાનો પ્રસંગ બરાબર સચવાય તથા બીજા કોઈ પોતાને લીધે , આ માટે હેરાનગતિ માં ન મુકાય જાય એટલે.. પ્રસંગ પત્યે.... જેવો લગ્ન પ્રસંગ સંપન્ન થાય કે તરત જ પોતે બીડી મુકવાની જાહેરાત તેમણે કરી દીધી!!

.... ફોટો અને વિડીયો શુટીંગ વાળા પણ, આવી અનોખી, પાઈટે ઉઠામણનું અનોખું શુટિંગ કરી રહ્યા... એમની આંખો પણ ભીની થઈ ગઈ...!!

.... રડતી આંખે !!અને હસતા મુખે !!! નિરાલી માની ગઈ!!! અને.... તેના ભાભીએ તેને વધાવી.... ચાંદલો કરીને, ચોખા ઉડાડી હેતથી વધાવીને પાઈટે ઉઠામણ કરી!!..

પણ, પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત !!...

....સગાવહાલા બધાની હાજરીમાં, બીજે દિવસે કન્યાદાન વખતે, કાન્તિભાઈએ કન્યાદાનમાં, સોનું ચાંદી રૂપિયા ઘરેણાનું તો યથાશક્તિ દાન આપ્યું ..... પણ, કન્યાદાન કરતી વખતે આ બધુ આપીને, સાથે .. .. " બીડી " પણ મૂકી.... " સાચે કન્યાદાનની વસ્તુ સાથે... બીડી આપી દીધી.. બધા જોઈ રહ્યા...

કન્યા વિદાય પ્રસંગે બાપ-દિકરી બન્ને ભેટીને એટલું રડ્યાં કે....

... ફક્ત માંડવિયા જ નહીં પણ ત્યાં લગ્નમાં આવેલ દરેક વ્યક્તિ પણ, રડતી આંખે, આ બાપ-દિકરીને વધાવી રહ્યા.... ...દિકરીની વિદાય થઈ....

...આજે એક દીકરી, બાપના આંગણેથી!!

કરિયાવરમાં અજીબ વસ્તુ લઈને ,...ચાલી..!!

બાપને જીવનની આશિષ દઈને ચાલી.....!!

"વાહ દીકરી વાહ !!, આજે આપણા સમાજમાં દરેક સ્ત્રી જાગે તો, કોઈ જ, પિતા, ભાઈ કે પુત્ર વ્યસની ન રહી શકે!!!,

આ માટે દરેક ઘરમાંથી એક સ્ત્રી બીડું ઝડપે તો?? આ સમાજમાંથી વ્યસન જશે... જશે ...જશે જ.


Rate this content
Log in

Similar gujarati story from Children