Daxa Ramesh

Others Romance

4  

Daxa Ramesh

Others Romance

વેલેન્ટાઈન વગર

વેલેન્ટાઈન વગર

13 mins
904


"ધબ ..ધબ.. કરતા પગ પછાડતી રુહી એ પોતાના હાથમાં રહેલી કારની ચાવીનો ઘા કર્યો. ને પોતાના રૂમમાં પહોંચીને ધડામ કરતું બારણું બંધ કરી દીધું." પરેશભાઈ એ એને જોઈ રહ્યા અને એમણે તરત પાછું વાળીને જોયું. "હમ્મ રુહીની પાછળ રુદ્ર આવ્યો જ હોય !' પરેશભાઈ સામે છોભીલી નજરે રુદ્ર તાકી રહ્યો.પરેશભાઈ હસતાં હસતાં કહે, "અરે ! આવ આવ દીકરા ! શુ થયું આ વખતે ? તમારા બન્નેનું આ જબરું છે હો ! પહેલા ઝગડો કરોને પછી એકબીજા વગર રહી પણ ન શકો. એના કરતાં શાંતિથી રહેતા શીખો ને ! બેટા ,એ તો નાદાન છે તું તો સમજ જરા !"

"મને ખબર જ હતી, અંકલ ! તમે રુહીની જ સાઈડ લેશો. એ સાચી હોય કે ખોટી હોય તો પણ." કહીને, રુદ્ર મોં ફુલાવીને સોફામાં બેસી ગયો.

પરેશભાઈ તેને જોઈ રહયા. પોતાના જીગરજાન દોસ્તનો દીકરો હતો રુદ્ર, પણ એનામાં તેને પોતાની જ પ્રતિકૃતિ દેખાતી હતી. તેઓ યુવાનીના ઉંબરે આવી પહોંચેલા રુદ્રને બાલીશતાની બારશાખ છોડાવીને પીઢતાના પ્રાંગણ માં લઇ આવવા મથી રહ્યા. 'રુદ્ર, દીકરા ! હવે તો તમે મોટા થઈ ગયા છો. આવુ શોભે હવે ? શુ થયું ? મને નહિ કહે ?"

રુદ્ર એ ચિડાઈ ને કહ્યું, "હા તમારા સિવાય કોને કહું ? આ તમારી લાડકી આખી કોલેજ વચ્ચે મારો હાથ પકડીને મને ખેંચીને બહાર લઈ જતી હતી. આ જોઈને મારા ફ્રેન્ડ મારી મજાક ઉડાવતા હતા કે.."હા ,હા,જા રુદ્ર તને તો રુહી સિવાય ક્યાં કોઈ દેખાય જ છે ?" મને ગુસ્સો આવ્યો એટલે મારો હાથ છોડાવીને હું એ લોકો પાસે ગયો એમનું મોં બંધ કરાવવા. ને હું કઈ બોલું તે પહેલાં તો આ રિસાણી. ત્યાંથી મોં ચડાવીને ભાગી. અંકલ, રુહીને ખબર જ છે કે હું એના વગર રહી ન શકું તો ય એ મને મૂકી ને ઘરે આવવા નીકળી ગઈ.આ વખતે તો હું એને મનાવવાનો જ નથી. વાંક એનો જ છે. આ તો મારાથી રહેવાયું નહિ એટલે જોવા આવ્યોતો કે તે સલામત રીતે ઘરે તો પહોંચી ગઈ છે ને." આટલું બોલીને રુદ્ર ઉભો થઇ જવા લાગ્યો.

પરેશ ભાઈ એ એને હાથ પકડી ને ઉભો રાખ્યો ને એની સામે પ્રેમથી જોઈ રહ્યા. જાણે કે અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ નિહાળી રહ્યા. રુદ્રએ એમની આંખોમાં અવિરત વરસતો પ્રેમ જ જોય જેમાં એ નાનપણથી જ ભીંજાતો પલળતો રહ્યો છે!'અંકલ ખરા છો તમે ! તમારું આ બાપ-દીકરીનું પણ જોર છે હો. મારા પર બહુ જુલમ કરો છો. કોઈ વખત તો તમારી એ લાડકીને સમજાવો. દર વખતે મને જ.' કહીને લાડથી રીસ ચડાવીને રુદ્રએ પરેશભાઈની આંખોમાં જોયું.

"અરે અરે અંકલ આ શું ? તમે રડો છો ? સોરી !સોરી અંકલ !" એ પરેશભાઈનું મો પોતાના હાથમાં લઇને કહેવા લાગ્યો. "અંકલ, દુઃખી ન થાવ, તમે જેમ કહેશો તેમ કરીશ બસ. એક નહિ બે વખત માફી માંગી લઈશ. અંકલ પણ તમે રડો નહિ. તમે સ્વસ્થ થઇ જાવ તો પછી પેલી ચિબાવલીનેય શાંત કરી આવું."

રુદ્ર એ જવા માટે પગ ઉપાડ્યા,ત્યાં પરેશભાઈ એ તેને પકડીને સોફા પર બેસાડ્યો અને ગળું ખંખેરીને કહેવા લાગ્યા, "તું હરવખતે પૂછે છે કે હું રુહીનો જ પક્ષ કેમ લવ છું ? પણ આજે તને એક રહસ્ય બતાવું છું.સાંભળ...

"વર્ષો પહેલાની આ વાત છે,જ્યા રે હુંને રુહી ની મમ્મી બાળપણથી સાથે જ ભણતા ને સાથે જ મોટા થયા.તમને જોવ છું ને મને પળેપળ અમારી તાજી થાય છે. ત્યારે હું તારા જેવડો જ હતો ને રુહીની મમ્મીને હું મારા જીવથીયે વધારે પ્રેમ કરતો હતો. અમેય તમારી જેમ ઝગડો કરતાં. અને દીકરા મારી નાદાનીયતથી મારે મોડું થયું એમ તું હવે સમય ગુમાવ્યા વગર તારા પ્રેમનો એકરાર કરી તું ને રુહી લગ્ન કરી એક બની જાવ. નહિતર મારી જેમ ક્યાંક અફસોસ કરતો ન રહી જાય. અમે બંને બાળપણના સાથી સાથે રમ્યા,જમ્યા ને ભણ્યા. પણ, મેં ક્યારેય મારા પ્રેમને રુહીની મમ્મી હિનાને કહ્યું નહોતું કે તું મારો પ્રેમ છો. તારા વગર નહિ રહી શકું અને જો હું એકલો અધૂરો જ રહી ગયો. આ તો કુદરતની મહેરબાનીથી હિનાની પ્રતિકૃતિ એવી આ રુહી.મારા કાળજાનો કટકો મને જીવવાનો સહારો બની મારી જિંદગી માં આવી."

રુદ્ર તો અવાચક બની સાંભળી રહ્યો અને જેવા પરેશભાઈ બોલતા અટક્યા કે પૂછ્યા વગર ન રહી શકયો,"અરે , અંકલ ! એવું તે શું થયું ? ને આ...રુહી ? તમારી પોતાની દિકરી નથી ? મને તો માન્યામાં નથી આવતું. અરે..અંકલ આ શું કહો છો તમે? મને જરા સરખાયે વાત તો કરો.

ત્યારે પરેશ ભાઇ રુદ્રનો હાથ પોતાના હાથમાં લઇને કહે છે , 'તું હવે આ ઘર નો જમાઈ બનવાનો છે. મારે તને બધી વાત સાચી હકીકત ની જાણ કરવી મારી ફરજ છે. ત્યાં રુદ્રને બોલાવવા આવેલા રુદ્રના મમ્મી પપ્પા ડ્રોઈંગરૂમમાં પ્રવેશે છે. ને પરેશભાઈ ને રુદ્રના મમ્મી કહે છે, "રહેવા દો ને ભાઈસાહેબ. આ વાત આપણા ત્રણ સિવાય કોઈ નથી જાણતું ને હવે કોઈ ને જણાવવાની જરૂર પણ નથી. શું કામ ભૂતકાળને ફરીથી તાજો કરવો ?" ત્યારે રુદ્રના પપ્પા, પરેશભાઈના બાળપણના મિત્ર છેએ કહે છે "હવે આજે આ વાત નીકળી જ છે તો ભલે કહે રુદ્રને પણ આ જાણવાનો હક છે ."

ત્યારે રુદ્ર અકળાઈને પૂછે છે કે "શું છે આ બધું ? મને કાઈ કહેશો તમે ? ત્યારે ..પરેશભાઈ ફરીથી વાતનો દોર પોતાના હાથમાં લઇને રુદ્રના વાંસામાં હાથ ફેરવતા બોલ્યા, "ઘણા વર્ષો વીતી ગયા પણ, પણ જાણે કે હમણાંની જ વાત હોય એવું લાગે છે .

બે મીંડલા વાળી હિના, દોડતી આવે ને મારો હાથ પકડીને કહે ..."ચાલ પરિયા, નિશાળનો સમય થઇ ગયો." .હું મોઢું ચડાવીને કહું "મારે નથી આવવું. તું જા."એ હિના વગર કહ્યે સમજી જાય કે પરિયા એ લેસન નથી કર્યું આજે. એ તરત જ કહે, 'લાવ ! કેટલું બાકી છે ? મેં કાઢેલી નોટબુક જોઈ ને તરત બોલી ઉઠે, "અરે પરીયા, તે તો કાઈ નથી લખ્યું ? આવું કરાય ? તને ખબર છે ને કે નવા સાહેબ કેવા ખીજાય છે ? તો તું નિશાળેથી આવી ને જ લખવા બેસી જતો હોય તો ? "

"હું ખીજાયને એના હાથમાંથી બુક લેવા જાવને કહું કે "રેવા દે હું માર ખાઈ લઈશ સાહેબના હાથે. તું ચિંતા ન કર. લાવ મારી નોટબુક"

"એય ચાગલો ન થા ! લાવ જોઉં કરી દઉં તારું લેસન." એમ કહી હિના મારુ લેસન લખવા બેસી જતી , ને હું ખીજાવાનો ડોળ કરી મનમાં રાજી થાવ. હવે એયને બીજા દોસ્તારો ની સામે રોફ જમાવીશ કે "હું તો કાઈ ન લખું જુઓ જુઓ મને તો હિના જ લેસન કરી દે. છોકરાઓ જોતા જ રહી જાય ને. મારો તો કાઈ .વટ !અને થોડીવારમાં જ સરસ મરોડદાર અક્ષરો કરતી હિના મારી નોટબુકમાં થોડા નબળા અક્ષરો કરે. જેથી મેં જ લખ્યું હોય એવું અમારા સાહેબને લાગે. અને ઝડપથી મારી બુક મારા દફ્તરમાં મૂકે બધું બરાબર છે ને એમ જોઈને અને હું પણ જાણી જોઈને કઈને કઈ તો બાકી રાખી જ દેતો. એ મને ગુસ્સો કરે અને .હું એના પર ઉપકાર કરતો હોઉં એમ એ બુક કે જે કંઈ બાકી હોય એ માંગે હું લઈ આવું. હિના મારા હાથ માંથી લઈ.આંચકીને બબડતી બબડતી બધું વ્યવસ્થિત કરે.

એ જ તો મને મારા બાપુજીના મારથી બચાવતી અને હું યે મનમાં મલકાતો. એ મને સમજાવતીને ખૂબ પ્રેમથી મારુ રક્ષણ કરવા તૈયાર રહેતી. અરે નિશાળમાં કેટલી વાર તો શિક્ષકોના મારથી બચાવવા પોતે સહન કરી લેતી. ઘણી વાર કોઈ સૂફીયાણા શિક્ષિકાબેન તો હિનાને મારાથી દૂર રહેવા સમજાવતાને કહેતા "તું ખૂબ હોશિયાર છે, આ પરિયાની પાછળ તારી જિંદગી બગાડતી નહિ. પણ ખબર નહિ એ છોકરી કઈ જન્મની મારી સાથીદાર હતી કે કોઈની કાઈ દરકાર કર્યા વગર મારી પડખે ઉભી રહેતી. જાતજાતના બહાના કરીને મને બચાવતી રહેતી અને હું પણ જાણી જોઈને વાંકમાં આવતો. અને જાહેરમાં જ એનો મારા પ્રત્યેનો પ્રેમ હું આ રૂપે માણતો રહેતો.

અને આ જ બાબતથી હું મારા મિત્રો સાથે રુઆબ મારતો કેમકે એ અમારી શાળાનું ગૌરવ હતી સૌ કોઈ એને માનની નજરે જોતા ને છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ એની સાથે દોસ્તી કરવા ઉત્સુક રહેતી. અમારા ગામની જાણે કે એક સેલિબ્રિટી હતી. અને એ મારી હતી. મારી પોતાની જ છે એવું હું માનતો હતો. ગામ માં બધા જ તહેવાર અમે સાથે જ ઉજ્વતા. છોકરીઓને વ્રત હોય તો હું પણ હિના સાથે જ હોવ એ રમે એ હું રમું એ નાચે તો હું નાચું. નવરાત્રીમાં તો અમારી જોડી જ. એની સાથે રહેલી બીજી છોકરીઓ મજાક કરે મારી અને મને તેમની પાસેથી દૂર ભગાવવા ગમે એમ કરે. હું હિનાને એકલી મુકું જ નહીં. જાણે ખોળિયા જુદા પણ અમારો પ્રાણ એક જ. આખું ગામ જાણતું હતું અમારો સાથ અમારી દોસ્તી એ ઘણીવાર મને ખિજાતી પણ પ્રેમથી અને સમજાવતી કે તું હવે સમજે તો સારું. પછી હું જતી રહીશ તો તારું કોણ ધ્યાન રાખશે ? ત્યારે મનમાં હું એને જવાબ દેતો કે ક્યાંય તને જવા દઉં તો ને ? એના વગર જીવન હોય એ મને કલ્પના ય ન આવે !

'પણ ક્યાં ખબર હતી કે હું જેની સાથે જીવતો હતો એ મારી પ્રાણ સખી હિના મારો પડછાયો મારાથી દૂર થશેને હું કાળના ઘોર અંધારામાં ફસાઈ જઈશ.' રુદ્ર બોલી ઉઠ્યો 'અરે....એવું તો શું બન્યું અંકલ ?'

'અમે બાળપણ વિતાવીને યુવાનીને ઉંબરે આવ્યાને ભણવામાં એ ખૂબ હોશિયાર હતી. એ બારમાં ધોરણમાં પાસ થઈ ને હું નાપાસ ! તોય હું સાવ બિન્દાસ્ત. એ પાસ થઈને ખુશ હું થાવ. આખા ગામને મોઢું મીઠું કરાવ્યું મેં. એ નારાજ હતી મારા પર. હિના ખૂબ જ ગુસ્સો કરીને કહેતી, "મેં કેટલી મહેનત કરાવી. તને કેમ ન આવડ્યું ?' અને જ્યારે પણ હું પૂછતી કે સમજાય છે ને ? આવડે છે ને ? તો તે કેમ ક્યારેય મને કહ્યું નહિ કે, હિના મને આ નથી આવડતું. હવે જો આ આવું પરિણામ ? " અને એમ કહી મને મારવા લાગી. હું એનો માર ખાઈને પણ હસતો હતો. અને એ જોઈ એ રડી પડી. "તું કઈ માટીનો બનેલો છે ? હવે શું થશે? તારું ?"

મેં સાવ સરળતાથી જવાબ આપ્યો. "થાય શુ ? તું આગળ ભણવા જાજે." "અને તું ?" હીનાની મોટી મોટી આંખોમાં આંસુ આવી ગયા .તું શું કરીશ ? અરે મારી ચિંતા શુ કામ કરે છે. મારે તો આમેય ભણીને ક્યાં નોકરી કરવી ! બાપાનો આ કારોબાર કોણ સંભાળશે ? "પણ તો હું ય નથી જવાની ક્યાંય ભણવા ? હું એકલી નહિ જાવ." હિના એ કહ્યું. મેં ખૂબ સમજાવીને એને આગળ ભણવા માટે રાજી કરી. અને એણે પણ મારી પાસે વચન લીધું કે હવે હું પણ ડાહ્યો ડમરો બની. કઈ વ્યવસ્થિત કામ કરૂં, સારો માણસ બનું.

ઘણો વખત લાગ્યો. મને આ સમયનો તાલમેલ કરતા. એ દૂર શહેરમાં ભણવા ગઈ ને હું અમારા બાપદાદાની જમીન કારોબાર બધું વ્યવસ્થિત સંભાળવા માટે કમર કસી. પણ ઉફ્ફ ! આ દિલ મેય કરીને મને હિના વગર ગોઠતું જ નોતું. આમતેમ આંટા મારતા સમય પસાર થતો ગયો. મારો જીવ એકેય કામમાં નહોતો લાગતો. થોડો વખત પછી એના પિતાજી પણ કુટુંબ સહિત શહેરમાં જ સીફ્ટ થઈ ગયા. હું એમને ત્યાં અવારનવાર જતો પણ, ખબર નહિ કેમ એમ લાગતું કે મારી હિના ...એ તો એવી જ હતી મારા પ્રત્યે એની લાગણી જરાપણ બદલાઈ નહોતી. પણ હું એની રહનસહન, બોલચાલ, એનું ભણતર બધું જોઈને મારી જાતને હીન માનવા લાગ્યો. અને એને ન ખબર પડે એ રીતે હું મારી હિનાને દિલમાં અકબંધ કેદ કરી એની નજરોથી મારી જાતને દૂર રાખવા લાગ્યો.

તારા પપ્પા મારા બાળપણના મિત્ર, એને બે ત્રણ વખત હિના એ મારા વિશે પૂછ્યું કે આગળ હવે શું વિચાર છે મારો ? પણ મેં ...."એ તો બાળપણની નાદાનીયત સિવાય બીજું કાંઈ જ નહોતું કઈ ને" એ આડકતરો લગ્ન પ્રસ્તાવને સીધી રીતે જ ઠુકરાવી દીધો. અને દીકરા !દિમાગથી કરેલો ફેંસલો આ દિલે ન સ્વીકાર્યો. તે ન જ સ્વીકાર્યો અને પાછળથી એની બહેનપણીઓ પાસેથી સાંભળ્યું કે હીનાના માતાપિતાએ હિના માટે એક સારો છોકરો શોધી એને પરણાવી દીધી. અને હું હિનાની યાદ ભૂલવા નશને રવાડે ચડી ગયો. અને આ દુનિયા એ પહેલેથી જ 'બડે બાપ કી બિગડી ઓલાદ' નું બિરુદ તો આપ્યું જ હતું પણ હવે તો મારા માથા પર , " વંઠેલ " મતલબ કે હવે હું કાયદેસરનો નકામોને બગડેલો જાહેર થયો અને 'પરીયો.. પીધેલો '.એમ બોલાવતા, અને હવે મને બચાવવા વાળી મારી હિના મારી સાથે નહોતી ને."

રુદ્ર એ આશ્ચર્ય સાથે પૂછ્યું, "તો પછી આ રુહી ?.." હા એ જ કહું છું હવે તને હું તો હિના વગર દેવદાસ બની ગયો હતો મારા પિતાનું એકમાત્ર સંતાન હોવા છતાં એ પણ મારાથી કંટાળ્યા. હું કામકાજ કરું નહિ ને નશો કરવા રૂપિયા લીધા કરું ને એકદમ જાત પ્રત્યે બેદરકાર બનીને નર્ક જેવી જિંદગી ગુજારતો. નશો કરીને ગામ્ની બહાર જ્યાં નદી નો પટ હતો ત્યાં પુલ ની નીચે મારો અડ્ડો રહેતો ...ને આમ ને આમ મોત થીયે બદતર બાકી રહેલી જિંદગીના દિવસોને વિરહની કપરી કટારીથી ધીરેધીરે કાપતો જતોને દર્દ ન સહન થતા વધુ નશો કરતો." કહેતા કહેતા પરેશભાઈ અટક્યા રુદ્રની મમ્મીએ લાવેલ પાણી પીને આગળ વાત ચલાવી.."

આમ ને આમ અચાનક એક દિવસ શહેરમાંથી આવતી એક મસ્ત એવી મોટરને પુલ પર જ સામેથી પુરપાટ વેગે આવતા માતેલાં સાંઢ જેવા ટ્રકે હડફેટે લીધી અને મોતનો પંજો એ મોટરમાં બેઠેલા બધા જીવ પર પડ્યો. કારમી કીકીયારી સાંભળતા જ હું દોડ્યો એમની મદદ માટે અને ત્યાં જઈ ને જોઉં ત્યાંતો મારી રાડ ફાટી ગઈ. હિના... મારી હિના... સાથે એનો પતિ અને એક નાનકડી ઢીંગલી હતા. હિનાના પતિનું પ્રાણપંખેરું તો હું પહોંચ્યો એ પહેલાં જ, પણ હિના... મારી હિના...એ પણ મોતના મુખમાં જઈ રહી હતી એ પણ મારી નજર સમક્ષ. એ મને ઓળખી ગઈ ! એ પ્રેમ ભરી નજરે મને જોઈ રહી.નાજુક ફૂલની કળી જેવી એની ઢીંગલીને મેં ઊંચકી એને જરા સરખો ઘસરકોય નહોતો થયો. મેં એ ફુલને છાતી સરસી ચાંપી. એ જોઈ હિના એ હાથ જોડી મને કહ્યું , "આ મારી ભેટ છે તને હું મારી જાત મારુ કાળજું તારા હવાલે કરું છું. તું એનું જતન કરજે." અને હીના મારી ચીસોથીને મારા રુદનથી ભેંકાર વગડો પણ આક્રંદ કરતો હતો. થોડીવાર પછી મને અહેસાસ થયો, કે .હિના... હિના...જેને મેં રુદિયામાં રાખી'તી. એ હવે કાયમને માટે આ જગતને અલવિદા કરતા કરતા મને જીવવા માટેની જડીબુટ્ટી આપતી ગઈ હતી. આ રુહીના રૂપમાં. ઘણાએ સલાહ આપી કે એને એના સગાને હવાલે કરી દેવી.

કેમકે કોઈને મારા પર જરા પણ ભરોસો નહોતો. પણ હિનાને હતો બાળપણથી જ અને મેં પણ એ મારી હિના એ મુકેલો મારા પરના ભરોસાને સાર્થક કરવાનું નક્કી કરી લીધું.

માબાપ મારા હવે જીવતા હતા નહિ. ત્યાં ગામમાં મારી જે કાંઈ મિલકત હતી તે વેચીસાટીને આ શહેરમાં જ્યાં તારા મમ્મી પપ્પા રહેતા હતા ત્યાં આવી ને નાનો કારોબાર શરૂ કર્યો. અને આ રુહીને મારા કાળજાના કટકાને ઉછેરીને મોટી કરવાં મેં મારી જાતને જેવી હિનાને ગમે તેવી બનાવી. હિના મારી સાથે જીવી ત્યાં સુધી મારા જીવનની આડેધડ ચાલતી નાવની કુશળ નાવિક હતી ને મને જીવનની મઝધારેથી સફળતા પૂર્વક કાંઠે લઈ આવવા માંગતી હતી. મેં જ મારી નાવિકને હડસેલીને મારી જીવન નૌકાને સંસારના અફાટ સાગરમાં અથડાતી કુટાતી રાખી હતી. ને ફરીથી હિના મારા જીવનમાં આવી રુહીના રૂપમાં મને એક સારો માણસ બનાવવા અને હું એવો બન્યો ને સફળ બિઝનેસમેન પણ બન્યો. સાથે રુહીનો પિતા મારી હિનાની પ્રતિકૃતિ હું એને જોઉંને પળેપળ વધુને વધુ પ્રેમ કરવાનું મન થાય. પણ આ પ્રેમ એક પિતાનો તેની દીકરી માટે છે.. મારી હિનાની નહિ પણ મારી જ રુહી મારો પ્રાણ મારો જીવ બની ગઈ. મારા કાળજાનો કટકો તું જ કહે રુદ્ર હું એને કેમ ઠપકો આપી શકું ?" ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા પરેશભાઈ.

અને કોઈનેય ખબર ન રહી ને ક્યારે ત્યાં આવીને ઊભી ઊભી વાતો સાંભળતી રુહી. હીબકાં ભરતી "ડેડી... ડેડી ..." કરતી પરેશભાઈને ગળે વળગીને છુટ્ટા મોં એ રડી પડી. ને રુદ્રના મમ્મી પપ્પાને રુદ્ર પણ પોતાના આંસુ રોકી ન શક્યો. પણ, ગળું ખંખેરી ઉભો થઇને બાજુના ફલાવરવાઝમાંથી સરસ એક ફૂલ લઈને બાપ-દીકરી જ્યાં ઊભા હતા ત્યાં પોતે ગોઠણીયા ભેર બેસીને રુહી તરફ ફૂલ લંબાવતા બોલ્યો "રુહી ! હું તને વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ કરવાનો જ હતો પણ આજ તારા ડેડીની વાતો સાંભળીને નક્કી કરી લીધું કે હું ફક્ત તારો જ છું ને તારા વગર હું જીવી જ ન શકું તો પલભરના વિલંબ વગર આજે જ બધાની હાજરીમાં પૂછું છું.

"વિલ યું બી માય વેલેન્ટાઈન ?"

અને રુહી એ શરમાઈને બધા સામે જોયું. બધાની આંખમાં આ શુભ ઘડીને વધાવતા સાચા મોતી જેવા આંસુ છલકાઈ રહ્યા હતા ને હોઠ હસી ને હેત વરસાવતા હતા.

પરેશભાઈ એ રુહીની નજરમાં સંમતિસૂચક હામી ભરીને રુહીએ રુદ્રનું ફૂલ સ્વીકાર્યું. ને બન્ને એ વડીલોના આશીર્વાદ લીધા ને વગર વેલેન્ટાઈન ડેએ આજે પ્રેમની જીત થઈ.

ક્યાંય દૂરથી એક ગીત સંભળાઈ રહ્યું હતું.

"મુહબ્બત ઝીંદા રહેતી હે... મુહબ્બત મર નહિ સકતી. "


Rate this content
Log in