Shraddhaben Kantilal Parmar

Abstract Romance Inspirational

4.0  

Shraddhaben Kantilal Parmar

Abstract Romance Inspirational

ફક્ત તારો સાથ

ફક્ત તારો સાથ

1 min
215


ક્યાંક ભીંજાતા મનને આ વરસાદનાં ઝાપટાં પડ્યાં ને આગમન વસંતનું ખીલી ગયું. પ્રેમનાં અરમાનની સવાર આમ જ વરસતાં મેઘમાં નીકળી પડી. હાથમાં છત્રી લઈ હું વરસતાં વરસાદમાં આ ઋતુની મજા માણવા નીકળી ગઈ. જવાનું હતું મંદિર ને બાગમાં રમતાં બાળકો પાસે પહોંચી ગઈ. છબછબિયાં કરતા બાલુડાને જોઈને બસ તેમને જોતી જ રહી ગઈ. ના કોઈ ભણતરનો ભાર હતો કે ના કોઈ જવાબદારી હતી. બસ મન મૂકીને પોતાની મસ્તીમાં રમતાં હતાં.

અત્યારે તો હું ને આ વરસતાં વરસાદનો ફક્ત તારો સાથ હતો. ભીંજાતી હું ને એ મને જોઈને હસતો હતો. આ વીજળીના ચમકારે જાણે મોતીએ વધાવતો હોય એવો અહેસાસ આજ થતો હતો. ફૂલોની નાજુક કળી પર વરસાદનાં બુંદ વરસતાં હતાં. જાણે વર્ષોથી તરસતી આ ધરતી પણ વરસાદનાં મિલનથી ખુશહાલ મહેકતી હતી. મોરની જેમ હું પણ મનમાં થનગનાટ નાચી રહી છું, હૃદયને જાણે આ વરસાદ જોઈને અચાનક શાતા મળી ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract