STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance Tragedy Inspirational

3  

Tejas Vasani Jamnagar

Romance Tragedy Inspirational

ફિલ્મી પરી

ફિલ્મી પરી

2 mins
194

મમતા..મમતા..મમતા મારી પરી..છેલ્લા બે વર્ષથી મમતાની એક પણ ફિલ્મ જોવાની ચૂક્યો નથી, અરે મમતાને જોવા માટે અમુક ફિલ્મ તો દસ,દસ વાર જોઈ નાખી. આખા ફિલ્મમાં બસ..! મમતા મારી પરી ને'જ જોઉં. "સાગર.. સાગર બસ કર ભાઈ, આ ફિલ્મી એકટ્રેસ પડદા પર દેખાઈ એવી ના હોય સમજ આટલી ધેલછાં સારી નથી." મિત્ર વિનય સમજાવતાં સાગર ગુસ્સામાં બબડયો. "મારી પરી મમતા ને કંઈ ના બોલ."

બસ એક જ સ્વપ્ન છે, મમતાને રૂબરૂ જોવી, ને મળવું. સાધારણ ખેડૂતઘરમાં જન્મ લીધો છે, તો મુંબઈ જવાનાં રૂપિયા ક્યાંથી હોય ? મનોમન વિચાર કરતો હતો, ને પિતાજી આવ્યાં, આજ બે લાખની લોન બેંકમાંથી લીધી છે. બે લાખ રૂપિયા આવ્યાં છે, કાલ બિયારણ લઈ, ને ચાર, પાંચ દિવસમાં વાવણી શરૂ કરવી છે. સાગર તું પણ મદદ કરજે, હવે એકલાં થાકી જવાય છે.

રાત્રે બે વાગ્યા સુધી ઊંઘ નહોતી આવતી, એક જ વિચાર.. મમતા..મમતાને મળવું છે, ધીમેથી સાગર ઊભો થયો, દબાતાં પગલે કબાટ ખોલી, બે લાખને બે ચાર કપડાની જોડી લઈ મુંબઈ જવા નીકળી જાય છે.

મમતાનો સ્વભાવ, પ્રેમ, લાગણી પડદા પર જોઈ દિવાનો સાગર એક મહિનો રખડીને અંતે મમતાનાં બંગલા સુધી પહોંચી જાય છે, મમતાનાં સ્મરણે બંગલાની અંદર જવાં જતાં ચોકીદાર બહાર કાઢી મૂકે છે.

છ કલાક પછી, મમતાની કાર નીકળતાં, કાર સામે આવીને મમતા..મમતા..બોલતો સાગર મમતા પાસે જાય છે, હજારો ચાહકો વચ્ચે સાગરનો પ્રેમ મમતાને ક્યાંથી દેખાય ?

ઉપરા ઉપરી ત્રણ દિવસ સુધી આજ રીતે કાર સામે આવતાં, મમતા કંટાળી સાગરને પોલીસને સોંપી આપે છે, મમતા પ્રત્યેનો જે મુખવટો સાગરનાં દિલ પર હતો એ ઉતરી જાય છે. 

પોલીસ સાગરની વાત જાણી, સમજાવી પોતાના ગામે પરત મોકલવાં, ટ્રેનમાં બેસાડીને સમજણ પૂર્વક ફરજ નિભાવે છે.

સાગરનાં મમતા પાછળની ઘેલછા પાછળ, બે લાખ તો ગરીબ પિતાનાં બગાડી ચૂક્યો છે, ગામ જઈ પિતાને શું મોઢું બતાવવું ? વિચારતાં ચાલુ ટ્રેને દરવાજા પરથી કૂદકો મારી દે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance