ડરામણી સ્થિતિ
ડરામણી સ્થિતિ
"આખા વિશ્વમાં કોરોના કહેર હાહાકાર મચાવી રહ્યો છે. ચારેકોર ડરામણી સ્થિતિ ઊભી થઈ છે."
"સંક્રમણથી માણસ, માણસથી દૂર રહે છે ! શું પહેલા સ્વાર્થ વગર નજીક હતાં ?
નાનપણનાં મિત્ર અશોકની વાતે મને પણ વિચારમાં નાખી દીધો.
યાર અશોક આટલું ભોગવ્યા પછી પણ, ઈશ્વરનાં આ પ્રકોપથી માણસમાં, પોતાનાં સ્વજનને ગુમાવ્યાં પછી, માણસાઈ જાગૃત થશે ?
મારી વાત સાંભળી, પ્રકાશ એક જ શ્વાસે એટલું જ બોલી શક્યો.
" સ્વાર્થને મૂકી શકાય તો ! માણસાઈ આવી શકે."