મિત્રતા
મિત્રતા


દરવાજો ખૂલતાં જ લાઈટના પ્રકાશ આડે એક પડછાયો પડ્યો. પડછાયાને જોઈને મેઘએ ચીસ પાડી."નહીં... નહીં.. દૂર જા.. મૂકી દે મને..પ્લીઝ મારાથી દૂર જા.."
"કીધું'તુ ને મેં. દરવાજો ના ખોલો, બી જશે !" દરવાજો બંધ કરતા કંચન જોરથી બોલી.
"માસી શું થયું છે ? મેધને, કેમ આવી હાલત ?"
"બેટા કુંતલ, દસ દિવસ પહેલા કોલેજથી આવી ત્યારથી અંદર રૂમમાં પુરાઈ ગઈ છે, બહાર પણ નથી નીકળતી ને રડ્યા કરે છે. ખાસ પડછાયાથી એને બીક લાગે છે."
કુંતલ હોલમાં સોફા પર બેસી જાય છે, દસ દિવસ પહેલાની જીતેલી બે હજારની નોટ હાથમાં લઈ એ દિવસની યાદમાં ડૂબી જાય છે.
"યાર મેધ આપણા ત્રણેયની મિત્રતામાં ખૂબ બહાદુર છોકરી છે, એ કોઈનાથી ડરતી નથી."
"એકતા, કુંતલને તું ઓળખાતી નથી, હું મેધને બિવરાવી દઉં તો ! લગાવ શર્ત બે હજારની, જો ના બીવે તો હું આપીશ."
"ઓકે ડન. તું હારી જઈશ કુંતલ.."
કોલેજ પૂરી થતાં કુંતલ મેઘને લઈને કોલેજની પાછળ સ્ટોર રૂમમાં જાય છે, રૂમનો દરવાજો બહારથી બંધ કરી, બીજા દરવાજેથી છોકરાના વેશે મોઢે બુકાની બાંધીને આવે છે.
સ્ટોર રૂમમાં લાઈટ ના હોવાથી બારીના પ્રકાશમાં મેઘને એક પડછાયો ધીમે ધ
ીમે પોતાના તરફ આવતો દેખાયો, "કોણ છો તું ?" રાડો પાડતી મેઘને કોઈ સાંભળવાંવાળુ ન'હોતુ, એ પડછાયો આગળ આવીને શરીરને અણગમતા સ્પર્શ કરવા લાગ્યો, મેધ રાડો પાડતી રહી. ક્યારે બેભાન થઈ ગઈ ખબર'જ ના પડી.
આંખ ખોલી ત્યારે કુંતલ સામે ઊભી હતી, રડતાં એટલું બોલી.. "મને ઘરે લઈ જા."
એકતા પાસે બે હજારની નોટ લઈને કુંતલ ખૂબ ખુશ હતી, કુંતલે નક્કી કર્યું હતું, મેઘને સાચું કહી દઈશ ને સોરી પણ કહી દઈશ.
આઠ દિવસ થયા, મેઘ ના આવી, મેધના કોલેજ ના આવવાથી કુંતલની અકળામણ વધી, એ મેઘનાં ઘરે પહોંચી, આજે જે હાલત મેઘની જોઈ, પોતાની ભૂલ સમજાણી.
કંચનબેન પાણીનો ગ્લાસ લઈને આવે છે, "શું વિચારે છે બેટા ?
"માસી.. માસી મને માફ કરો દો, મારાથી મોટી ભૂલ થઈ છે, મેઘની આ હાલત મારા કારણે થઈ છે, તમે મને સજા આપો." બોલતા કુંતલ રડવા લાગી.
દરવાજો ખોલીને દોડતા એકતા અને મેઘ આવ્યાં, આનંદથી ઝૂમતી મેઘ. એકતાને કહે છે, "કેવી લાગી મારી એક્ટિંગ ? લાવ ચાર હજાર રૂપિયા, જો ભૂલ કબૂલ કરાવીને મેં.."
"તારા નાટકને હું ત્યારે'જ જાણી ગઈ હતી. કુંતલ."
ત્રણેય બહેનપણીઓ એક - બીજાના જીતેલા પૈસાની શું પાર્ટી કરીશું ? એ ગોઠવણમાં મશગૂલ થઈ ગઈ.