સફળતાનાં સમાચાર
સફળતાનાં સમાચાર


અમરને સાક્ષીના લગ્નને દસ વર્ષ થયાં. શેર માટીની ખામી હતી, સંતાન સુખનાં અરમાન કરતાં વાંઝણી શબ્દનાં અપમાન સાક્ષીને વધારે તકલીફ આપતાં હતાં.
"ગોદ લીધેલું સંતાન નથી જોઈતું, પોતાની કૂખે જન્મેલ સંતાન જોઈએ છે." સાક્ષીની જિદ પાસે અમરે નમતું મૂક્યું હતું.
'ટેસ્ટટયુબ બેબી' આઈ. વી. એફ પધ્ધતિથી સંતાન પ્રાપ્તિ થશે. સફળતાનાં સમાચાર સાંભળતાં જ અમર અને સાક્ષી હોસ્પિટલ પહોંચી ગયાં.
ખૂબ ખર્ચ અને ખૂબ માતૃત્વ ભાવથી સાક્ષીએ કૂખમાં રહેલ બાળકનું જતન કર્યું. નવ માસ બાદ અંતે વાંઝણી શબ્દ જ સાંભળવાનો રહ્યો.