ભણતર કે ગણતર
ભણતર કે ગણતર


"ઓ રામજીભાઈ કેમ છો." રોજ પરોઢિયે શામજીભાઈ આદત પ્રમાણે બોલાવે અને ઉભા રાખે.
"મજામાં શામજીભાઈ તમને ક્યાં વાંધો છે, ત્રણ, ત્રણ દીકરા છે, એક ડોક્ટરને એક ઈન્જીનીયર. મારે તો બે, બે દીકરીઓ છો. બન્નેના હાથ પીળા કરી દઉં પછી શાંતિ."
વાત તો સાચી પણ શામજીભાઈ ત્રીજા દીકરાની ચિંતા સતાવે, નાનપણથી સમજાવું કે બેટા ભણ.. ભણ "ભણતર વગરનું ગણતર નથી. પણ એને ધ્યાન જ ના આપ્યું. ને આગળ ભણ્યો નહીં, હવે મારા ભેગો ઢેફા તોડીને મજૂરી કરે !"
ઓલા બન્ને શહેરમાં સેટ પણ થઈ ગયાં ને આવતાં મહીને લગ્ન પણ છે. વિચારું હું ને તારી ભાભી ત્યાં સેટ થઈ જાય. સૌથી નાનો ભણ્યો નથી. પણ નાની, મોટી નોકરી કરી લેશે. જમીન, મકાન બધું વેંચી ત્યાં જ સેટ થવું છે. બન્ને દીકરાઓ કહે છે. "હવે ગામડામાં કંઈ નથી. તમો અહીં આવી જાઉં." ત્યાં બન્નેએ મોટો બંગલો લીધો છે. અને એમા પૈસાની જરૂર પણ છે.
શામજીભાઈ : મારું માનો તો એમ બાપ દાદાની
મિલ્કત ના વેચાઈ, કાલ સવારે છોકરાં ના શું ભરોશા ?"
રામજીભાઈ : "મારાં છોકરાઉં એવાં નથી." કહેતા કામે લાગી જાય છે.
અરે.. શામજીભાઈ તમે! ચાર વર્ષ પછી મળ્યાં કેમ છો ?
રામજીભાઈ શું કહું ? કહેતા એક શ્વાસ ખાધો. "આ ચાર વર્ષમાં મે, મેં ધણાં અનુભવો કરી લીધા. બન્ને દીકરાનાં બંગલામાં મારી, તારી ભાભીની અને મારા ત્રીજા દીકરાની એ લોકોને કોઈ જરૂર'જ નહોતી, અરે એમને તો શરમ આવતી હતી, કે અમે એમનાં ઘરના છીએ. રે'તા, રે'તા સમજાણું કે એ બન્ને દીકરા, વહુને પૈસા જોતાં હતાં, અમેં નહીં."
ઓ.. હો શામજીભાઈ હવે!
રામજીભાઈ : "ભગવાનનો પાડ માનું કે મારો ત્રીજો દીકરો સમજદાર અને લાગણીવાળો છે, એ અમને બન્નેને અહીં પાછો લાવ્યો, મહેનત મજૂરી કરીને મન, સન્માન સાથે સાચવે છે."
રામજીભાઈ : "હવે તો એવું લાગે છે, "ભણતર વગરનું ગણતર, યોગ્ય હોય કે' ના હોય ! પણ, લાગણી, સમજદારી ને જવાબદારી હોવી જોઇએ."