અપરિચિત સંકેત
અપરિચિત સંકેત


આંખમાં અશ્રુધાર લઈ ડગુંમગું પગલે દરિયાની રેતને નગ્નપગે ચીરતી રેહાન ઘવાયેલા આત્માને તન સાથે સમુદ્રને સમર્પિત કરવા તટ પર આગળને આગળ ચાલી જાય છે.
"કોના માટે જીવવું ? શું કામ જીવવું ? આવી જિંદગી કરતાં તો ! "
એક પછી એક સમુદ્રના મોજાં શરીર સાથે ભટકાતા હતાં. તે કમર સુધી ઊંડી ઉતરતી ગઈ.
અચાનક વાંસની ટોકરી તન સાથે અથડાતાં, રેહાન વિચારે છે, આ.. શું ? તાજું જન્મેલ બાળક ? એ પણ સમુદ્રમાં ?
ઉપરવાળાના અપરિચિત સંકેતને સ્વીકારી રેહાન બાળકને તેડીને કિનારે પરત ફરી જાય છે.