પહેલી રાત - Byond the Bed
પહેલી રાત - Byond the Bed
વાદળ ગરજે, ઢેલ ઢળકે,ને મોર કળા કરે. સિટી સિવિલ હોસ્પીટલમાં આજની રાત ધીમી-ધીમી ધબકતી હતી…
ધીરજના બેડ ની બાજુમાં સ્ટેન્ડ પર લટકતી સેલાઇન બોટલની ટપક અને ધૃતિની ધબક અવિરત હતી, પણ તેમ છતાં બે આત્માઓ વચ્ચે અજીબ ઉકળાટ હતો.
ધૃતિ એ ધીરજને પડખું ફેરવી તેનાં મેંદી રચાયેલ હાથે તેના વાંસે"નાઇસીલ લગાવે" છે …
બળતા રણની વિરડી સમાન, ધૃતિ ના હાથે ઉમટેલા મોહક સ્પંદન ...
ધીરજને એવું લાગે કે…
એ સ્પર્શ કહે છે —
“હું તારા ધબકારની વચ્ચે છું.”
ધીરજે પડખું ફેરવતા તેણે મેંદી રચેલો ધ્રુતીનો હાથ ચુમ્યો —ચુંબનમાં કોઈ વાસનાની લહેર નહિ, પણ એ વાતનો નમ્ર સંકેત કે — "મારું દિલ, તારા દિલની આંખ બની જિંદગીભર તને વાંચતું રહેશે."
એ નવદંપતીના હોઠ દીર્ઘ ચુંબનથી હજુ વંચિત છે … પણ એમની નજરો આત્માના દરવાજા ખોલે છે .
એમ લાગે કે અકસ્માતે બંને જીવોની સદીઓની એકલતાને… પીગાળી એક કરી નાખી છે.
મધુરજની રાતે પગે ઘાયલ થઈ સિટી હોસ્પિટલની રૂમની છત નીચે હજુ ઘણું અજાણ્યું છે. …
પણ દિલની અંદર, નવપરણિત જોડાને એક શાંતિ છે, એક કોલ છે… "હાથ ન છોડેંગે…
કારણ કે તારો સ્પર્શ મારો શ્વાશ, એ જિંદગીનો નિષ્કર્ષ છે".
"હું મોર, તો તુ મારી ઢાળકતી ઢેલ છે."
તે નજરોના પ્રથમ મિલનની ટહેલ હતી .
નવદંપતી ધૃતિ અને ધીરજ , લગ્નની પહેલી રાતની “કામુક સંવેદના”ની "પહેલી" “પ્લેટોનિક લવ”ની સંમોહિનીમાં નિ:શબ્દ રહી નજરોના પુલ થી ઉકેલે છે. .

