STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract

1  

Prashant Subhashchandra Salunke

Abstract

ફાનસ

ફાનસ

1 min
57

એક આંધળા માણસને તેના મિત્રના ઘરેથી પાછા ફરતા મોડું થઈ ગયું. બાહર બહું અંધારૂ હતું એટલે એ આંધળાના મિત્રે એણે એક ફાનસ આપ્યું.

આંધળો હસીને બોલ્યો ‘મિત્ર મારે ફાનસની શી જરૂર છે ? અંધારું કે પ્રકાશ મારા મન બેઉ સરખા છે.

મિત્રે હસીને કહ્યું “દોસ્ત મને ખબર છે કે આ તારા કશું કામનું નથી પણ જો એ તારી પાસે તો બીજા લોકો તને જોઈ શકશે અને તેથી તું કોઈની સાથે અથડઈશ નહિ.” આમ બોલી મિત્રે ફાનસ પ્રગડાઈ આપ્યો. આંધળો માણસ એ ફાનસ લઈને હજુ થોડેક દૂર ગયો હશે કે એક માણસ એને ભટકાઈ ગયો. આંધળાએ કહ્યું, “દોસ્ત, જોઈને ચાલ ! આ મારા હાથમાં તને ફાનસ દેખાતો નથી ?”

પેલા માણસે કહ્યું “દોસ્ત તારા ફાનસની મીણબત્તી ક્યારની બુઝાઈ ગઈ છે.”

(નોંધ: ચીનમાં બાંબુનાં લાકડા સાથે બાંધેલા કાગળનો ફાનસ હોય છે. જેમાં મીણબત્તી મૂકવામાં આવે છે.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract