Amit Chauhan

Abstract Inspirational

3  

Amit Chauhan

Abstract Inspirational

ફાધરના ઘેર

ફાધરના ઘેર

7 mins
262


આકાશે ડોરબેલની સ્વિચ પર પોતાની આંગળી મૂકી અને દબાણ કર્યું. એ પછી તૈયારીમાં ઘરની અંદર રણકાર સંભળાયો. તેણે નોંધ્યું કે ઘરમાં થયેલો રણકાર કે અવાજ ટિપિકલ હતો. મતલબ કે એક ચોક્કસ પ્રકારનો અવાજ તેને સાંભળવા મળ્યો. તેણે પોતાની સ્કૂટી સભાપુરોહિતના રેસિડન્સની નજીકમાં જ પાર્ક કરી હતી. આકાશને ડોરબેલ વગાડ્યે પાંચ મિનિટ થઈ જવા આવી હતી પરંતુ ઘરમાંથી કોઈ બહાર આવ્યું નહોતું. તેને દરવાજાની અંદરની બાજુ ડોકિયું કરવાની ઈચ્છા થઈ આવી. પરંતુ તેણે એવું ન કર્યુ. દરવાજો લાકડાના પાટીયાની બનાવટનો હતો. તેણે આજુબાજુ નજર નાંખી. તેને સરસ મજાના ખુશ્બુદાર ફૂલ છોડ જોવા મળ્યા. લીલીનો છોડ અને ફૂલ તો તે જોતો જ રહી ગયો. જાસુદના લાલ રંગના ફૂલે તો તેને રીતસરનો સ્મિત કરવા માટે મજબુર કરી દીધો. એ પછી તેણે મેદાન તરફ નજર નાંખી. તેને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના ટોળાં છૂટાછવાયા જોવા મળ્યા. એને સ્કૂલડેઈઝ યાદ આવી ગયા. તેણે જોયું કે કેટલીક છોકરીઓ પલાંઠી વાળીને નીચે બેસી ગઈ હતી. છોકરીઓનું એક ગ્રુપ તો ગોળાકારે બેઠું હતું. દરેક છોકરીએ પોતાના માથાના વાળમાં લાલ રિબિન બાંધી હતી. તેને તમામના વાળ વ્યવસ્થિત રીતે ઓળેલા જણાયા. પ્રત્યેકના ચહેરા પર ચમક હતી. છોકરાઓના ગળાના ભાગે તેને ટાઈ બાંધેલી જોવા મળી. તેને મોટાભાગના છોકરાં તંદુરસ્ત જણાયા. 

    " ખાધે-પીધે સુખી ઘરના ખરાં ને….અને ખાસ તો પરિવારમાં શાંતિનું વાતાવરણ હોય એટલે એની મેળે શરીર બને….જીમમાં જવાની જરૂર પણ ન પડે ! " આકાશે વિચાર કર્યો. એવામા સ્કૂલનો બેલ વાગ્યો. બધા ઉતાવળે ઉતાવળે દોડવા લાગ્યા. કોઈકના ચહેરા પર હોમવર્ક ન કર્યાની ચિંતા વરતાઈ આવતી હતી તો કોઈના ચહેરા પર ; સાહેબ થોડા દિવસ બાદ હાફ ડે માટે મંજૂરી આપશે કે કેમ એ અંગેની દ્વિધા જોવા મળતી હતી. પાંચેક મિનિટની અંદર તો મેદાન સુમસામ થઈ ગયું. સહુ પોતપોતાના ક્લાસમાં પહોંચી ગયા હતા. હજી પણ દરવાજો ખૂલ્યો ન હોઈ તે મેદાનની વચ્ચે આવ્યો. તેણે પોતાની નજર નીચે કરી અને પેવિન્ગ સ્ટોન્સને જોવા લાગ્યો. તેને યાદ આવ્યું કે થોડા વર્ષો પૂર્વે તો અહીં પેવિન્ગ સ્ટોન્સને સ્થાને માટી હતી. જો કોઈ પડી જાય તો પણ ઈજા ન થાય એટલો બધો દળ આ મેદાનમાં હોવાનું તેને યાદ આવ્યું. એણે કમરેથી વાંકા વળીને પેવિન્ગ સ્ટોન કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એમ કંઈ પેવિન્ગ સ્ટોન નીકળે ખરો ! 

    એટલી વારમાં દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખોલનાર બીજું કોઈ નહીં પણ જીતુભાઈ હતા. જીતુભાઈ એટલે કૂક. એમણે પોતાના ખભા ઉપર નેપકિન નાખ્યો હતો. કમરેથી વાંકા વળેલા આકાશને જોતાં જ તેઓ બોલ્યા, " એક્સક્યુઝ મી...તમે કોણ છો ? ડોરબેલ તમે વગાડ્યો હતો ? 

જીતુભાઈના શબ્દો આકાશના કાને અથડાયા. તે ટટ્ટાર થયો અને દરવાજા આગળ આવ્યો. એ પછી એણે કહ્યું, " હું આકાશ. મેં જ ડોરબેલ વગાડ્યો હતો. " 

"કોને મળવું છે ? " જીતુભાઈએ પૂછ્યું. 

" ફાધર ટોમ" આકાશ કહેવા લાગ્યો. 

"અંદર આવો " કહેતાં જીતુભાઈ આકાશને અંદર લઈ ગયા. એ દરમિયાન આકાશની નજર દીવાલ ઘડીયાળ પર પડી. તેણે જોયું કે બપોરના બાર વાગ્યા હતા. જીતુભાઈ તેને ડાયનિન્ગ હોલમાં લઈ ગયા. તેણે જોયું કે ચાર પ્રિસ્ટ ડાયનિન્ગ ટેબલની ફરતે ખુરશીમાં બેઠા હતા. ફાધર ટોમની નજર આકાશ ઉપર પડી. તેઓ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. 

" ફાધર, બેસો બેસો તમે તો મારા કરતા ઉંમરમાં મોટા છો. બેસો " કહેતા આકાશ ડાયનિન્ગ ટેબલની નજીક પહોંચી ગયો. 

ફાધરે પોતાનું સ્થાન ગ્રહણ કર્યુ. આકાશને ખુરશીમાં બેસવા જણાવવામાં આવ્યું. 

"સો હાઉ આર યુ આકાશ , ઈઝ એવરીથીન્ગ ઓલરાઈટ ? " ફાધર ટોમે સ્પૂન સ્ટેન્ડમાંથી સ્પુન લેતા પૂછ્યું. 

" આઈ એમ ફાઈન ફાધર… બાય ગોડ્સ ગ્રેસ એવરીથીન્ગ ઈઝ ઓલરાઈટ !" આકાશ બોલ્યો. 

એ પછી જીતુભાઈ સાથે આંખોમાં આંખો મિલાવતા ફાધરે કહ્યું, "જીતુભાઈ, વન મોર પ્લેટ ફોર ધીસ યંગ મેન" 

જીતુભાઈ ખુશી ખુશીથી કિચનમાં ગયા અને એક પ્લેટ લેતા આવ્યા. એ પછી આકાશને પ્લેટ આપવામાં આવી. 

"હેવ લન્ચ ટુગેધર" ફાધરે આકાશને કહ્યું. એ પછી આકાશે પોતાને ગમતી આઈટમ્સ પ્લેટમાં લીધી. વાંસની એક ટોપલીમા સફરજન, મોસંબી અને કેળા મૂકેલા હતા. એક વાટકામા ગરમ ગરમ ખીચડી હતી. બીજા વાટકામાં રીંગણ બટાટાનું રસાવાળુ શાક હતું. ત્રીજા વાટકામાં દહીં હતું. 

   ચમચીનો ઉપયોગ કરીને ભોજન આરોગવાનુ હતું એટલે આકાશને હાથ ધોવાની જરૂર ન પડી." હાલમાં શું કરે છે ?" ફાધર ટોમે પૂછ્યું. 

યુવાન વ્યક્તિ જ્યારે પણ ક્યાંક બહાર જાય ત્યારે તેને પૂછવામાં આવતો સવાલ ; આકાશને પણ પૂછવામાં આવ્યો. 

"ફાધર ; ફ્રિલાન્સર તરીકે કામ કરું છું " આકાશ બોલ્યો. એ દરમિયાન દાઢીવાળા ફાધરે આકાશ સામે જોયું અને પોતાનો સૂર પુરાવ્યો, " ઈન વિચ ફિલ્ડ માય ડિયર ? " 

" ઈન રાઈટિન્ગ ફિલ્ડ ફાધર...બાય ધ વે વોટ ઈઝ યોર ગુડ નેઈમ ? " આકાશે પૂછ્યું. 

" માય નેઈમ ઈઝ ફાધર જોલી " ફાધર જોલી બોલ્યા. 

એ પછી એમણે ઉમેર્યું, "યુ આર ડુઈન્ગ ક્વાઈટ નાઈસ જોબ " 

 ફાધર જોલીની બાજુમાં પણ એક ફાધર બેઠા હતા. એમણે જમવાનું પુરું કરી દીધું હતુ અને એ પછી કેળાની છાલ કાઢતાં કાઢતાં આકાશ તરફ જોવા લાગ્યા. આકાશે કહ્યું, " હેલ્લો ફાધર..વોટ ઈઝ યોર નેઈમ ? " 

" માય નેઈમ ઈઝ લેન્સી. ફાધર લેન્સી. તમે સરસ કામ કલી રહ્યા ચો " 

" આભાર આપનો ફાધર" આકાશે કહ્યું. 

ડાયનિન્ગ ટેબલ પાસે અન્ય એક ફાધર પણ બેઠા હતા. તેમના શરીરનો વાન એટલે કે વર્ણ શ્યામ હતો. તેમણે આકાશ સામે જોતાં કહ્યું, "કેમ છો ભાઈ ? "

"મજામાં ફાધર" આકાશે કહ્યું. 

આકાશે જોયું કે એ ફાધર જમીને ઊભા થઈને ક્યાંક જઈ રહ્યા હતા. આકાશ એમને એમનું નામ પૂછવા માંગતો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તેઓ ચાલ્યા ગયા હતા. 

" એ ફાધર દીનબંધુ છે. જરૂર પૂરતું બોલે છે. પણ જેટલું પણ બોલે છે મધુર બોલે છે ! " ફાધર ટોમે આકાશ સમક્ષ સ્પષ્ટતા કરી. 

હવે આકાશે અને ફાધર ટોમે જમવાનું પૂર્ણ કરી દીધું હતુ. 

" આકાશ તારી ઉંમર કેટલી થઈ ? " ફાધર ટોમે પુછ્યું 

" સાડત્રીસ વર્ષ " આકાશે કહ્યું. 

"લગ્ન !" ફાધરે પૂછ્યું 

" નથી થયા" આકાશે કહ્યું. 

" પ્રેમ" ફાધર બોલ્યા 

 " હા, ફાધર … પણ લગ્ન ન કરી શકયો. " આકાશે કહ્યું 

"અને સામેનું પાત્ર !" ફાધરે કહ્યું 

" છે પણ બીજી વ્યક્તિ સાથે" આકાશે કહ્યું 

એ દરમિયાન ફાધર લેન્સી એકાએક કહેવા લાગ્યા, " ઓહ ! વોટ અ ટ્રેજીક મેટર….આઈ સ્ટીલ રિમેમ્બર …વ્હેન આઈ વોઝ ઈન સ્પેન; આઈ હેડ સીન અ મુવી ઈન વિચ સેમ થિન્ગ હેપ્પન્ડ્" 

આકાશે જોયું કે આટલું કહ્યાં બાદ તેઓ પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને પોતાના પેન્ટના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢતા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. 

" આકાશ, હી હેઝ નો હેબિટ ટુ હિયર સચ મેટર ….ધેટ ઈઝ વ્હાય ! " ફાધર ટોમે કહ્યું. 

એ પછી ફાધરે તેને કહ્યું, " લેટસ હેવ વોક ટુગેધર !" 

" ચલો ફાધર " કહેતા આકાશ પોતાની ખુરશીમાંથી ઊભો થયો અને ફાધર ટોમને અનુસરવા લાગ્યો. થોડું ચાલ્યા બાદ બંને જણ લોબીમાં આવી ગયા. લોબી લાબી હતી. લોબીની એક તરફ પાકી દીવાલ હતી અને બીજી તરફ લાકડાના પાટીયા. લોબીમાં આંટા મારતા મારતા બહાર ચાલતી હલચલ જોઈ શકાતી. 

"ફાધર , તમે મને કોલેજની ફી ભરવામાં મદદ કરી હતી. આઈ એમ સો મચ થેન્કફુલ ટુ યુ " આકાશે કેટલાક વર્ષો પૂર્વેની વાત સંભારી. 

" સી આકાશ, આભાર માનવો હોય તો પરમેશ્વરનો માન. આઈ એમ જસ્ટ મીડીયેટર. " ફાધર ટોમે કહ્યું. અને એ સાથે એમણે દીવાલ પર ટીગાડેલ ભગવાનના ફોટા તરફ અંગુલિનિર્દેશ કર્યો. આકાશે પોતાનું માથું ઊંચુ કરીને ભગવાનની તસવીર તરફ જોયું. આકાશને ઈસુ જોવા મળ્યા. એમના ખોળામાં એક ઘેટું પણ બેઠેલું હતું. 

એ પછી બંને જણ અહીંથી તહીં અને તહીથી અહીં ચાલવા લાગ્યા. 

એ પછી ફાધરે પૂછ્યું; " મમ્મી- પપ્પા કેમ છે ? "

" ફાધર ; પપ્પા તો વૉચમેન તરીકે નોકરી કરે છે. અને મમ્મી ઘરકામ" આકાશે કહ્યું. 

એ પછી એ બોલ્યો, " ફાધર ; આ રીતે એકલા એકલા જીવતા જીવતા ખુશીનો અનુભવ કરવો હોય તો શું કરી શકાય ? 

આકાશની વાત સાંભળતા જ ફાધર ટોમના પગ થંભી ગયા. તેઓ કહેવા લાગ્યા, " હુ સેઝ યુ આર અલોન ! ધ ગ્રેટેસ્ટ ગોડ ઈઝ વિથ યુ. વિ પિપલ વિથ યુ. નેવર સે લાઈક ધીસ. કર્મ કરતો જા. ગુજરાન ચાલે તેટલા પૈસા કમા. અને જો સમય મળતો હોય તો અન્યોને મદદરૂપ થા. એ પછી જો ખુશી આવે છે કે નહીં. "

" વાહ ! ફાધર. સારું થયું તમે મને સાચી સમજણ આપી. બાકી હું તો પેલું જ ગીત ગાયા કરવાનો હતો ! "

આકાશે કહ્યું. 

" વિચ સોન્ગ યુ આર ટોકીન્ગ અબાઉટ ? " ફાધરે પૂછ્યું. 

"હિન્દી ફિલ્મનું છે." આકાશે કહ્યું 

"કયું ?" ફાધરે પૂછ્યું 

"મૈને દિલ સે કહાં ઢૂઢ લાના ખુશી, નાસમજ લાયા ગમ તો યે ગમ હી સહી…" આકાશે એક્શન સાથે ગીત ગાયું. 

"મારે હિન્દી ફિલ્મ જોવાનું અને ફિલ્મી ગીતો સાંભળવાનું ભાગ્યે જ બને છે. મને યાદ છે એ પ્રમાણે મેં છેલ્લે જે ફિલ્મ જોઈ હતી તે "તારે જમી પર " હતી. " ફાધર ટોમે સ્પષ્ટતા કરી. બંને જણનું ચાલવાનું હજી ચાલુ જ હતું. ચાલતાં ચાલતાં તેઓ દરવાજા આગળ આવી પહોંચ્યા. એવામાં સ્કૂલનો બેલ રણક્યો. 

" ચાલો ફાધર રજા લઉ છું " કહેતાં તેણે દરવાજો ખોલ્યો અને બહાર આવી ગયો. તેણે જોયું કે બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતપોતાની સ્કૂલબેગ્સ સાથે ક્લાસરૂમની બહાર આવી ગયા હતા. આકાશે ફાધર ટોમ સામે આશ્ચર્ય સાથે જોયું એટલે ફાધર સ્મિત સાથે કહેવા લાગ્યા, " આજે મહિનાની આખર તારીખ છે ને એટલે ! " 

એ પછી તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના ટોળા મધ્યેથી પસાર થયો. તેણે જોયું કે બધાના ચહેરા પર વહેલા છૂટ્યાની ખુશી જોવા મળી રહી હતી. તે પોતાની સ્કૂટી નજીક આવીને દસ મિનિટ સુધી ઊભો રહ્યો. ઘેર જતા વિદ્યાર્થીવર્ગને જોઈ રહયો. એ પછી તેણે પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરી. પોતાનું સ્થાન ગ્રહણ કર્યુ અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. તેનુ ધ્યાન ડ્રાઈવિંગ કરવામાં હતું.  

એવામાં તેના બંને કાન પાસે કોઈ પોતાનું મુખ લાવીને ગીત ગાઈ રહ્યું ન હોય એવો તેને અનુભવ થયો. ગીતના શબ્દો હતા: ચિંતા ન કર વો તેરે સાથ હૈ……..તે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સ્પષ્ટપણે સાંભળી શકતો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract