Amit Chauhan

Abstract

3  

Amit Chauhan

Abstract

આઠ જણ

આઠ જણ

9 mins
398


આકાશ સ્ટેશનરીની શોપમાં પ્રવેશ્યો અને કહ્યું, " છ ડાયરી અને છ બોલ પોઈન્ટ પેન આપશો " કાઉન્ટર પરના સજ્જને તેની સમક્ષ છ ડાયરી અને છ બોલ પોઈન્ટ પેન મૂક્યા. 

"કેટલા થયા? " તેણે પૂછ્યું 

"ત્રણ સો નેવું " સજ્જન બોલ્યા.

એ પછી આકાશે પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો અને એક સો રૂપિયાની ચાર નોટ બહાર કાઢી અને સજ્જનને આપી. સજ્જને તેને દસ રૂપિયા પરત એટલે કે પાછા આપ્યા. એ પછી તે પોતાની સ્કૂટી સંગ ઘેર આવવા રવાના થયો. તે જેવો ઘર આંગણે આવ્યો અને ઘરમાં નજર નાખી કે તેને બારણે ઊભેલી ઝંખના જોવા મળી. તે પોતાના પપ્પા ક્યારે આવે તેની રાહ જોતી ઊભી હતી. 

આકાશને જોતાં જ તે તેના પગ વચ્ચે આવીને ઊભી રહી ગઈ. એ પછી તેણે તેને ઊંચકી લીધી. અને ઘરમાં લઈ આવ્યો. પોતાની પાસેની ખાદીની બેગ તેણે દીવાલ પરની એક ખીલીએ ટીન્ગાડી 

 " પપ્પા, એમાં શું છે? " ઝંખનાએ પૂછ્યું.

" ઝંખું, એમાં છ ડાયરી અને છ બોલપોઈન્ટ પેન છે. " આકાશ બોલ્યો 

" બોલો પપ્પા; તમને હું કહી દઉ એ તમે કોના માટે લાવ્યા છો? " ઝંખના કહેવા લાગી.

એક્ચ્યુઅલી પાછલી રાતે આકાશે; ઝંખનાને કોલેજમાં પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓની વાત કરી હતી. અને એટલે એ વાત એના મનમાં બેસી ગઈ હતી. 

"કહે જો બેટા ! " આકાશે કહ્યું 

" તમારી સાથે જે સ્ટુડન્ટ્સ ભણતા હતા ને એમના માટે….બરોબર ને ? " ઝંખના કહેવા લાગી. 

"એબ્સોલ્યુટલી રાઈટ બેટા" આકાશે કહ્યું. એ પછી તેણે ઉમેર્યું, " ઝંખું; એક કામ કરીશ ? " 

"બોલો , પાપા " ઝંખનાએ કહ્યું 

" સ્કૂટીના આગળના ભાગે મેં એક થેલી મૂકી છે. એ થેલી લેતી આવ ને ! …...એમાં જામની એક ડબ્બી છે. આઈ નો યુ લાઈક જામ વેરી મચ અને હા બ્રેડનુ પેકેટ પણ લાવ્યો છું. વીટ બ્રેડ છે. તને એ ગમે છે ને એટલે લેતો આવ્યો છું  " આકાશે કહ્યું. 

ઝંખના દોડીને રવેશમા પહોંચી ગઈ. તેણે પેલી થેલી લીધી અને ઘરમાં આવી. તેણે થેલીમાંથી જામની ડબ્બી અને બ્રેડનુ પેકેટ બહાર કાઢ્યા. એ પછી તેણે આકાશને કહ્યું, " પાપા, જામની આ ડબ્બીમાંથી થોડું જામ કાઢી આપો ને ….ઊભા રહો હું ચમચી અને રકાબી લેતી આવું છું. " કહેતાં તે કિચનમાં દોડી ગઈ. અને રકાબી અને ચમચી લેતી આવી. આકાશે ડબ્બીનુ ઉપરનું રેપર એટલે કે મેટલનુ આવરણ દૂર કર્યું. અને તેમાંથી થોડું જામ ; ચમચીનો ઉપયોગ કરી બહાર કાઢ્યું. અને રકાબીમાં ઠાલવ્યું. એ પછી તેણે ઝંખનાને બ્રેડનુ પેકેટ તોડી આપ્યું. ઝંખનાએ જામ અને બ્રેડ આરોગ્યા. એ પછી એણે પોતાના હાથ-મો ધોઈ નાખ્યા. અને પોતાની સ્કૂલબેગ લઈને હોમવર્ક કરવા બેસી ગઈ. આકાશે ગેસની સગડી પર પાણી ગરમ કરી દીધું અને સ્નાન કરી લીધું. એ પછી આંધણ મૂક્યું. થોડીવાર બાદ તેમાં દાળ- ચોખા ઓરી દીધા. ગેસની સગડી આગળ બેઠા બેઠા તે ઝંખનાને જોઈ રહ્યો. ચારેક સિટી આવવા દીધા બાદ તેણે કૂકરને નીચે ઊતારી દીધું. બપોરનું શાક વધ્યું હોય તેણે એ શાકને ગરમ કરી દીધું. અડધા કલાક બાદ પિતા- પુત્રી જમવા બેઠા. જમ્યા બાદ બંને જણ રસ્તા પર ચાલવા ગયા. ઝંખનાએ આકાશનો હાથ પકડ્યો. 

બંને જણ ધીમે ધીમે ચાલતા રહ્યા. ચાર-પાચ આંટા માર્યા બાદ બંને જણ ઘેર પરત ફર્યા. ઘેર આવતાં જ ઝંખના રવેશમા દોડી આવી. અને વહેલી તકે ઉલાળો ખેંચવા લાગી. આકાશ તેની પાછળ પાછળ આવ્યો. એણે પોતાના અને પોતાની દીકરીના ચંપલ યોગ્ય ઠેકાણે મૂકી દીધા. આવું તેણે એટલા માટે કર્યું કે જેથી ચંપલઘેલા કૂતરાં; ચંપલ ઢસડી ન જાય ! 

એ પછી તેણે દરવાજો બંધ કરી દીધો. તેણે દીવાલ ઘડીયાળમાં જોયું તો નવ વાગ્યાં હતા. તેણે રેડિયો ચાલુ કર્યો. તેણે સાંભળ્યું કે રેડિયો પરથી એક રેડિયો નાટક પ્રસારિત થઈ રહ્યું હતું. તે બાળનાટક હતું. 

"ઝંખું, તને બાળનાટક સાંભળવું ગમે છે ને ! પલંગમાં બેસી જા અને સાંભળ. હું તારા માટે દૂધ ગરમ કરી દઉ છું. હો ને? " આકાશે કહ્યું. 

"ઓકે પાપા " કહેતા ઝંખના પલંગ પર બેસી ગઈ. તેની નજર તેના પપ્પા તરફ હતી. અને કાન બાળનાટક સાંભળવામાં તલ્લીન હતા. આકાશે દૂધ ગરમ કર્યું અને એમાં સ્હેજ મોરસના દાણા નાખ્યા. વાટેલી એલચી પણ નાખી. અને એક પ્યાલામા ગરમ દૂધ કાઢ્યું. એમાં એક ચમચી પણ મૂકી. અને એ પછી ગેસની સગડીનો નોબ અને બોટલનો નોબ યોગ્ય રીતે બંધ કર્યો. એ પછી તે પ્યાલો લઈને ઝંખના પાસે આવ્યો અને કહેવા લાગ્યો, " લે બેટા " 

  ઝંખના ફૂંક મારવા લાગી. લગભગ પાંચ મિનિટ બાદ તેણે દૂધ પીધું. આકાશ તેની પાસે બેસી ગયો. અને તે દૂધ પીતી રહી ત્યાં સુધી તેના ચહેરા પર જોતો રહ્યો. છેલ્લે તેણે જોયું કે એના મો પર દૂધ ચોટેલુ હતું. તે તાબડતોબ ઊભો થયો અને રુમાલ લેતો આવ્યો અને એનું મો સાફ કરી દીધું. એ પછી બંનેએ બાળનાટક સાંભળ્યું. જ્યારે નાટક પૂરું થયું ત્યારે ઝંખનાની આખો ઘેનાવા લાગી. અને તેણે પથારીમાં પડતું મૂક્યુ. આકાશે તેના પગ સરખા કર્યા અને એક ચાદર ઓઢાડી દીધી. મો ખુલ્લું રાખ્યું કે જેથી કરીને એને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. 

ધીમે ધીમે રાત પસાર થઈ અને પક્ષીઓના કલરવે પ્રતીતિ કરાવી કે સવાર થઈ જવા પામી છે. તે ઊઠ્યો અને બ્રશ કરીને મો ધોઈ નાખ્યું. અને એ પછી ચા બનાવી ત્યાં સુધી ઝંખું ઊઠી જવા પામી હતી. તેણે બ્રશ કરીને મો ધોઈ નાખ્યું પછી બંનેએ ચા નાસ્તો કર્યો. આકાશે એને પૂછ્યું, " બેટા; આજે ઘેર એકલી રહીશ ? " 

તે થોડી વાર માટે ચૂપ રહી. અને એ પછી બોલી, " હા" 

એ પછી દોડીને પથારી તરફ ચાલી ગઈ. એ પછી તે પોતાનું મોં છૂપાવીને રડવા લાગી. 

આ જોઈ આકાશ કહેવા લાગ્યો, " ઓકે હું તને મારી સાથે લઈ જઈશ બસ ! " 

આટલું સાંભળતાં જ તે બોલી, " પપ્પા, પિન્ક ફ્રોક ! "

"ઓ.કે." આકાશે કહ્યું. 

એ પછી તેણે તેને સ્નાન કરાવી લીધું. વાળ ઓળી આપ્યા અને કપડાં પણ પહેરાવી દીધાં. તેણે પોતે પણ નવાં કપડાં પહેરી લીધા એ પછી બંને જણ શહેર જવા રવાના થયા એક અઠવાડિયા પૂર્વે તેણે અનુરાધા, રિયા, દર્શના, વિવેક, અનુપ અને અનંતને ફોન કરીને જણાવી દીધું હતું કે ક્યારે અને ક્યાં મળવું. 

જે જગ્યાએથી એસ.ટી બસો શહેર તરફ પ્રયાણ કરતી હતી તે જગ્યાએ પિતા- પુત્રી આવી પહોંચ્યા. બંને જણ બસની રાહ જોઈ રહ્યા. આકાશને પેલા શબ્દો યાદ આવ્યા: જાતે હોધી કાઢવાનું. હગા બગાની આશા નહીં રાખવાની. 

 આકાશને હવે માણસો અને એમણે ઉચ્ચારેલા શબ્દો યાદ રહી જવા લાગ્યા હતા. એણે મનોમન ભગવાનનો પાડ માન્યો. તેણે વિચાર્યું કે માનવીએ ભગવાન પાસે જો કશું માગવું હોય તો તે જુદી જુદી શક્તિઓ માંગવી. 

પંદરેક મિનિટ બાદ એક બસ આવી. બંને જણ બસમાં ચઢી ગયા. સદ્દનસીબે બંનેને જગ્યા પણ મળી ગઈ. 

"પપ્પા, મારે વિન્ડો સીટ જોઈએ " કહેતાં ઝંખના બારી નજીકની સીટ પર બેસી ગઈ. આકાશ તેની પાસે બેસી ગયો. થોડીવાર બાદ કંડકટર આવ્યા. તેમણે આકાશ સામે જોયું. આકાશે કહ્યું, " દોઢ ગીતામંદિર" 

" એક સો છવ્વીસ આપો" કંડકટર બોલ્યા 

આકાશે એકસોની એક નોટ, દસની બે નોટ, પાંચનો એક સિક્કો અને એક રૂપિયાનો એક સિક્કો; પેલા કંડકટરને આપ્યા. 

આકાશને ટિકિટ પ્રાપ્ત થઈ. 

લગભગ કલાક- સવા કલાકની મુસાફરી દરમિયાન; ઝંખના બારી બહારની દુનિયાને નિહાળતી રહી. લીલાં લીલાં વૃક્ષો ને મોટા મોટા વાહનોને તે નિહાળતી રહી. વહેલી સવારે સોનેરી કિરણોના સાન્નિધ્યમાં ખેતરમાં કામ કરી રહેલા સ્ત્રી - પુરુષ પણ તેની નજરમાં આવ્યા. 

એ દરમિયાન આકાશે એક નિબંધસંગ્રહ બહાર કાઢ્યો અને વાંચવા લાગ્યો. તેની નજીકમાં એક વડીલ બેઠા હતા તેમણે આકાશ સામે જોયું અને કહ્યું, " યુવાન; તમે ખરા કહેવાઓ. આજકાલ ઘણા ખરા લોકો પોતાની પાસેના ફોનમાં વ્યસ્ત જોવા મળે છે ત્યારે તમે પુસ્તકમાં ખૂપેલા છો. સરસ. આ ટેવ જાળવી રાખજો." 

એ પછી એમણે ઝંખના સામે જોતાં પૂછ્યું; " આ બેબી… " 

" શી ઈઝ ઝંખના " આકાશે સ્મિતસહ જણાવ્યું 

એ પછી તેણે પોતાની નજરને પુસ્તકના પાના પર ચોંટાડી. 

જ્યારે તેણે પુસ્તકમાંથી પોતાની નજર ખસેડીને બારીની બહાર સ્થિર કરી ત્યારે તેને ખબર પડી કે સીટીએમ આવી ગયેલ છે. તેણે પુસ્તક બંધ કરીને થેલીમાં મૂકી દીધું. 

ઝંખનાએ ક્યાંક અમદાવાદ લખેલું જોયું હશે કે બોલવા લાગી, " પપ્પા, અમદાવાદ આવી ગયું. પપ્પા, અમદાવાદ આવી ગયું.  " 

પંદરેક મિનિટ બાદ તેઓ ગીતામંદિર બસ સ્ટેન્ડે આવી પહોંચ્યા હતા તેઓ બસમાંથી નીચે ઊતર્યા. બંને જણ બસ સ્ટેન્ડમાંથી બહાર આવ્યા. આકાશે એક રિક્ષાવાળાને પકડ્યો. અને કહ્યું, " સી.જી. રોડ પર જવું છે. બોલો; શું લેશો? " 

"કેટલા જણ છે? " રિક્ષાવાળાએ પૂછ્યું. 

"હું ને મારી દીકરી" આકાશે પેલાની આખોમા આંખો પરોવતા કહ્યું. 

પેલો રિક્ષાવાળો સંખવાણો પડી ગયો. 

તે બોલ્યો, " ચાલો, બેસી જાવ" 

"પણ કેટલા રૂપિયા થશે એ તો જણાવો " આકાશે પૂછ્યું 

"સિત્તેર રૂપિયા થાય" રિક્ષાવાળાએ કહ્યું. 

"હું તમને ચાલીસ રૂપિયા આપીશ બોલો ! " આકાશે કહ્યું 

" ઓકે" રિક્ષાવાળો કહેવા લાગ્યો. 

એ પછી બંને જણ રિક્ષામાં બેસી ગયા. 

નાનકડી ઝંખના રિક્ષામાં બેઠા બેઠા મોટી મોટી બીલ્ડીંગ્સ અને એપાર્ટમેન્ટસ જોવા લાગી. 

થોડી વાર બાદ તે બોલી; " પપ્પા, એક ક્વેશ્ચન છે." 

"ટેલ મી" આકાશ બોલ્યો. 

" આ મોટી મોટી બીલ્ડીંગ્સમા રહેતા લોકો હેપ્પી લોકો કહેવાય? " ઝંખનાએ પૂછ્યું. 

આકાશે જોયું કે એની આખોમા કુતૂહલ સમાયેલું હતું. 

"હા, એ લોકોને હેપ્પી લોકો કહેવાય" આકાશે કહ્યું. 

જેવો સી.જી. રોડ આવ્યો કે એણે રિક્ષાવાળાને રિક્વેસ્ટ કરી:' ચોઈસ ' સુધી લઈ જશો તો આપનો ખૂબ ખૂબ આભાર. 

પેલા રિક્ષા વાળાએ આવા શબ્દો પૂર્વે ક્યારેય સાંભળ્યા નહોતા એટલે એ તો ખુશ ખુશ થઈ ગયો. તે ખુશી ખુશી પોતાની રિક્ષા ચોઈસ સુધી લઈ ગયો. આકાશ અને ઝંખના રિક્ષામાંથી નીચે ઊતર્યા. રિક્ષાવાળાને પેમેન્ટ ચૂકવાઈ ગયું. તેઓ જેવા ચોઈસના એન્ટ્રેસ આગળ આવ્યા કે એમને પેલા છ જણ જોવા મળ્યા. 

"હેલ્લો આકાશ….કેમ છે " અનુરાધાએ પૂછ્યું. આકાશે જોયું કે અનુરાધાએ ડ્રેસ પહેર્યો હતો. કપાળ પર નાની બિન્દી ચોટાડેલી હતી. 

"એકદમ મજામાં…...તું કેમ છે? " આકાશે પૂછ્યું. 

" હું પણ મજામાં….એલ એન્ડ ટીમાં લાગી ગઈ છું. મારા હસબન્ડ પણ બેન્કમાં જોબ કરે છે. એકંદરે સારું છે. " અનુરાધા બોલી. 

"તારા વિશે જાણીને આનંદ થયો અનુ…" આકાશ કહેવા લાગ્યો. 

આ રીતે તેણે દરેક જણના ખબર અંતર પૂછ્યા. 

એ પછી બધા 'ચોઈસ' ની અંદર પહોંચ્યા. અંદર એક ગોળાકાર ટેબલ હતું અને એની ફરતે ખુરશીઓ ગોઠવેલી હતી. ઝંખના સૌપ્રથમ ચેર એટલે કે ખુરશી પર બેસી ગ ઈ. બધા ખુરશી પર બેસી ગયા. આકાશને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું સ્મરણ થઈ આવ્યું. તેણે બધાની સાથે વારાફરતી આખ મિલાવતા કહ્યું, " ઘણા વર્ષે મળવાનું થયું નંઈ? " 

રિયા બોલી, " હા, આકાશ…...હાલમાં મારા ફેમિલીમાં જ્યારે પણ અંતાક્શરી રમવાનું થાય ત્યારે તારું સ્મરણ થઈ આવે છે. હું તો મારા એમને પણ કહું છે કે મારી સાથે ભણતો એક છોકરો સરસ અવાજમાં ગાતો હતો. અને જ્યારે હું તારી વાત કાઢતી ત્યારે એ અકળાતા અને કહેતા કે તો પછી એની સાથે જ ઘરસંસાર માંડવો તો ને ! " 

આકાશને આવી વાત સાંભળવા મળી કે તે ખુશી અનુભવવા લાગ્યો. એને એક ગીત યાદ આવી ગયું: મુબારક હો તુમકો શમા યે સુહાના મૈ ખુશ હું મેરે……" 

એ પછી વેસ્ટર્ન આઉટફિટમા સજ્જ દર્શના બોલી, " આનું નામ શું રાખ્યું છે આકાશ ? " 

"અરે દર્શુ…..સોરી હો...હું આ બધા સાથે વાતો કરતો રહયો અને તને બોલાવવાનું રહી ગયું….બોલ બકા….." આકાશ કહેવા લાગ્યો. એ પછી ઉમેર્યું, " આનું નામ છે ઝંખના…" 

"સરસ નામ રાખ્યું છે. " દર્શના બોલી. 

એ પછી આકાશે બધા સામે જોતાં પૂછ્યું, " બોલો; તમે બધા શું લેશો ? ચા કે કોફી? " 

વિવેક બોલ્યો; " આકાશ; ચા જ મંગાવી દે ને ! આપણે ઝેવિયર્સમા હતા એ વખતે એકેય વખત ક્યાં કોફી પીધી છે ? " 

આકાશના મનમાં પેલા ગીતના શબ્દો સ્મરી આવ્યા: પુરાની જીન્સ ઔર ગિટાર મોહલ્લે કી વો ….." 

એ પછી સર્વાનુમતે ચા મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. 

અનંતે પૂછ્યું, " આજે આટલા વર્ષે તે અમને બધાને નિમંત્ર્યા એ પાછળ કોઈ કારણ તો હોવું જોઈએ… ! " 

અનુપ બોલ્યો, " હા, કંઈક તો કારણ હશે જ. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કશુંક હાસલ કરે છે ત્યારે તે પોતાની ખૂશી અન્યો સમક્ષ વ્યક્ત કરવા માટે અધીરી બની જાય છે."

આકાશ કશું કહે એ પહેલા એક વેઈટર આવી ગયો. તે કહેવા લાગ્યો, " યેસ સર..." 

આકાશે કહ્યું, " આઠ ચા" 

પાંચેક મિનિટ બાદ ચા આવી ગઈ. બધાએ ચા પીધી. બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા. બધાને એમ હતું કે આકાશ કે જેને કોલેજ ટાઈમમાં કોઈકને એક કપ ચા પીવડાવવાના ફાંફા હતા તે આજે આપણને સહુને આમંત્રણ પાઠવીને ચા ઑફર કરી રહ્યો છે….આઈ મીન તે આપણને બધાને ચા પીવડાવી રહ્યો છે ! 

ખેર, એ પછી બધાએ એકસાથે પૂછ્યું; " આકાશ ; સાચ્ચુ કારણ કહે તે અમને આ ચા કઈ ખુશીમાં પીવડાવી છે ! " 

"કહું ? કહું ? " આકાશે બે વખત પૂછ્યું. 

બધાએ એકસાથે કહ્યું, " અરે હા….કહી દે" 

"એડીટર બદલાઈ ગયા છે ! અને આ વાતથી મને એટલો તો આનંદ છે કે ન પૂછો વાત ! " કહેતાં આકાશે હળવાશ અનુભવી. જેમ કોઈ વ્યક્તિની દાઢ સડી ગઈ હોય અને ડોક્ટર તેનો નિકાલ કરી નાખે એ વખતે એને કેટલી રાહત અનુભવાય એટલી રાહત આકાશે એડિટરના બદલાવાથી અનુભવી. એ પછી એણે છયે જણને એક ડાયરી અને એક બોલ પોઈન્ટ પેન ભેટ તરીકે આપ્યા. સહુ ભેટ પામતાં ખુશી અનુભવવા લાગ્યા. 

એ પછી ધીમે રહીને ઝંખના કહેવા લાગી, " પાપા, હવે આપણે ઘેર જઈશું !" 


Rate this content
Log in

Similar gujarati story from Abstract