Amit Chauhan

Action

3  

Amit Chauhan

Action

નકલી માલથી સાવધાન

નકલી માલથી સાવધાન

2 mins
372


તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં નકલી બુટ -ચપ્પલ વેચવાની બાબત સમાવિષ્ટ છે. આણંદ નજીક આવેલ નડિયાદમાં એક એવા વેપારીને ઝબ્બે કરવામાં આવ્યો કે જે પોતાની બે દુકાનમાં પુમા કંપનીના ડુપ્લીકેટ બુટ -ચપ્પલ વેચતો હતો. આ મામલાની જાણ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ઈનસ્પેક્ટરને થઈ જતાં તેઓ સ્ટાફ સહિત નડિયાદ દોડી આવ્યા હતા. અને પેલા માલિકની બંને દુકાનો ઉપર છાપો માર્યો હતો. એ લોકોએ 4,68000ની કિંમતના ડુપ્લીકેટ બુટ-ચપ્પલનો જથ્થો કબજે કર્યો હતો. 

શું આ ઘટના સામાન્ય લાગે છે ? આ ઘટના સામાન્ય નથી જ નથી. દુકાનનો માલિક ઓરીજીનલ કંપનીના બુટ-ચપ્પલ વેચીને ચેનથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શક્યો હોત ! જોકે એને રાતોરાત પૈસાદાર બની જવું હતુ. લાલચે એની પાસે ખોટુ કામ કરાવડાવ્યું. અને હવે પોલીસના સકંજામાં ફસાયો. મારકેટમાં એની ઈજ્જત રહી ખરી ? એની પત્ની, એના સંતાનો એના વિશે હવે કેવું વિચારશે. સાચી વાત તો એ છે કે આવા હલકાઓએ જ આપણા દેશની પત્તર ખાંડી છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે પથારી ફેરવી નાંખી છે.

ભલું થજો એ બાતમીદારનું જેણે પોલીસ સુધી આ વાત પહોંચતી કરી. એક જાગૃત નાગરિકની ફરજ બજાવી. હવે આપણે પણ જ્યારે દુકાનમાં કશી વસ્તુ લેવા જઈએ ત્યારે જોઈએ કે જે તે વસ્તુ ઓરીજીનલ કંપનીની છે કે નહી ! આપણે ત્યાં જે પત્નીનો પતિ દુકાન માલિક છે તેણે હવે વહેલી તકે સાવધ થઈ જવાની આવશ્યકતા છે. તે પતિના કાળા કરતૂતોથી વહેલી તકે જાણકાર બને. જો એવું કરવામાં ન આવે તો પોતાને ત્યાં પણ રેલો આવી શકે છે. જાણી લઈએ કે બધા દુકાનમાલિકો લાલચુ અને છેતરપીંડીવાલા હોતા નથી. જોકે પત્નીને ડાઉટ જાય તો આ દિશામાં આગળ આવવું જ જોઈએ. જાગ્યા ત્યાંથી સવાર.


Rate this content
Log in

Similar gujarati story from Action