Amit Chauhan

Drama

2  

Amit Chauhan

Drama

પકાણે કા હૈ

પકાણે કા હૈ

4 mins
123


સવારના નવ વાગ્યા એ પૂરવે તે પોતાના કાર્યમાં વ્યસ્ત હતો. જેવા નવ વાગ્યા કે તેણે નાહી લીધું. કપડાં બદલી નાખ્યા. મતલબ કે એણે જૂના કપડાં કાઢી નાખીને ધોયેલા- સ્વચ્છ કપડાં પહેર્યા. આવશ્યક નાણાં અને થેલીઓ લીધી. આધારકાર્ડસ તેમજ રેશનકાર્ડ પણ લીધાં. આ બધું તેણે સ્કૂટીની સીટ નીચેના ખાનામાં મૂકી દીધું. 

જેવી તેણે સ્કૂટી બહાર કાઢી કે ઉદયની નજર તેની ઉપર પડી. તે તરત જ તેની પાસે આવી ગયો. અને કહેવા લાગ્યો: આવું છે. આવું છે. તેણે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠની ક્યાંક વાંચેલી વાત સ્મરી આવી. આકાશના મમ્મી અને આકાશે સ્વયં; ઉદયથી પીછો છોડાવવાના કેટલાક પ્રયત્ન કર્યા પણ ઉદય એકનો બે ન થયો ! 

આખરે આકાશને ; ઉદયની ઈચ્છા પૂર્ણ કરવી પડી તેણે તેને આગળના ભાગે ઊભો રહેવા દીધો અને બે- ત્રણ આંટા માર્યા. એ પછી તેની સ્કૂટી ગામ ફાડતી મુખ્ય રસ્તા પર આવી ગઈ. ખાનગીમાં પેટ્રોલ વેચતા શખ્સ પાસેથી એણે પોતાની સ્કૂટીમાં પચાસ રૂપિયાનું પેટ્રોલ ભરાવડાવ્યુ. એ પછી તે આગળ વધ્યો. એક પંક્તિ તૈયારીમાં તેના મનમાં સ્મરી આવી. ગીતના શબ્દો હતા: લે જાયે નસીબ કીસ કો કહાં પે …..એ થોડો ગમગીન થઈ ગયો. જોકે ખેતરમાં ઉગેલુ લીલું ઘાસ એને પ્રેરણા આપી રહ્યું હતું. થોડે આગળ જતાં તેની નજર એક નહેરમાં પડી કે જેમાં વિઘ્નહર્તા અને દશામાની પ્રતિમાઓ તૂટેલી હાલતમાં પડી હતી. નહેરમાં પાણી પણ નહોતું. 

 એ આગળ વધ્યો. મુખ્ય રસ્તા પરથી તે એક એવા રસ્તા પર આવી ગયો કે જ્યાં મોટા મોટા વાહનો જતા નહોતા. તેને રોડની બંને બાજુ લીલાંછમ ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરો પરિવારોથી હર્યાભર્યા લાગતા હતા. તેને એક મોર પણ જોવા મળ્યો. દૂર નજર નાખી તો એક બાવો પણ જોવા મળ્યો. બાવો જ્યાં ફરતો હતો ત્યાં એક મંદિર પણ હતું. કેટલાક કૂતરાં પણ મંદિરની આસપાસના વિસ્તારમા ફરતા હતાં. બાવાએ લાલ રંગની ધોતી પહેરી હતી. તેની દાઢીમાં પચાસ ટકા વાળ સફેદ હોવાનું આકાશે નોંધ્યું. મંદિરથી લગભગ દસ કદમના અંતરે મૃતદેહોને બાળવાનુ સ્મશાનગૃહ હતું. તેની નજીકના ઝાડી- ઝાખરા પર જ્યારે એણે નજર નાંખી તો એને ચુન્દડી અને સફેદ રંગનું કપડું જોવા મળ્યું. એ રસ્તો તેને ભેકાર જણાયો. 

 જ્યારે તે ભંડારે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે અનાજ લેવા આવનારાઓની કતાર લાગેલી હતી. તેણે પણ એ કતારમાં જોડાવું પડ્યું. કતારમાં જ્યારે તે ઊભો હતો ત્યારે પોણા દસ થવા આવ્યા હતા. જ્યારે તેને અનાજ પ્રાપ્ત થયું ત્યારે તેણે પોતાનો મોબાઈલ કાઢીને સમય જોઈ લીધો હતો. એ સમય હતો: 12:27.

જ્યારે તે કતારમાં ઊભો હતો ત્યારે વાંકડિયા વાળવાળા પેલા છોકરાના ફોનમાં રિન્ગ રણકી. એ પછી તેણે કોલ રીસીવ કર્યો અને ' બોલ ' કહેતાં વાત આરંભી. આ છોકરો એટલે બીજું કોઈ નહી બલકે લેપટોપ સંગ ; અનાજ લેવા આવનારાઓની નોંધણી કરતો શખ્સ. તે બધાને અંગૂઠો મૂકાવડાવતો. અને આપવામાં આવનાર અનાજની વિગતો લખતો- નોધતો હતો. પૈસા પણ એ જ વસૂલ કરતો હતો. 

આકાશે શાર્પલી નોંધ્યું કે જેવો તેણે કોલ રિસીવ કર્યો કે તેની મુખમુદ્રા બદલાઈ જવા પામી. અનાજ લેવા આવેલ એક મુસ્લિમ મહિલા તેની સામે જોઈને કહેવા લાગ્યા, " ઘેર જમવા બોલાવતી હશે ! " 

વાંકડિયા વાળવાળો કહેવા લાગ્યો, " કંઈથી લાઈનઅ….એ તો પિયરમાં છે" 

"શું કરે છે એ ? " મુસ્લિમ મહિલા પૂછવા લાગ્યા. 

" કોલેજ" વાંકડિયા વાળવાળા શખ્સે જણાવ્યું. 

" અન તું ? " મુસ્લિમ મહિલાએ પૂછ્યું. 

"હું અહીં કોલેજ કરું છું " કહેતાં એણે પોતાના કાર્ય પ્રત્યે પેલા મહિલાનું ધ્યાન દોર્યુ. 

  આકાશ કોઈને ખ્યાલ પણ ન આવે એ રીતે આ બધું સાંભળતો હતો. એને છેલ્લા કેટલાક વર્ષોથી શાંતિથી સાંભળવાનું મહત્વ સમજાઈ રહ્યું હતું. એણે એનો દેખાવ એવો બનાવી દીધો હતો કે કોઈ સ્વપ્નમાં કે કલ્પનામાં પણ ન વિચારી શકે કે એ અંદરથી કેટલો ક્રિએટીવ છે. 

તેને બે- ત્રણ મુસ્લિમ મહિલાઓના મુખેથી "પકાણે કા હૈ" શબ્દો સાંભળવા મળ્યા. તેને અનાજ એટલા માટે મોડું મળ્યુ કે ઈન્ટરનેટનો પ્રોબ્લેમ થયો હતો. લોકમુખે" નેટ નહીં આવતું " શબ્દો બોલાઈ રહ્યા હતા. ગામડાના લોકો સર્વર શબ્દથી પણ પરિચિત થઈ ગયા હતા એ વાત આકાશને સમજાઈ. જ્યારે તેનો નંબર લાગ્યો ત્યારે તેની પાસેથી બસો રૂપિયા વસૂલવામાં આવ્યા. એમાં પાછલા ચૂકવવાના રૂપિયા આવી જતા હતા . તેણે બસો રૂપિયા આપ્યા અને બદલામા દસ કિલો ઘઉ, પાચ કિલો ચોખા મેળવ્યા. તેને તુવેરદાલનુ એક કિલોગ્રામનુ પેકેટ પણ આપવામાં આવ્યું. 

એ પછી તે ત્યાંથી રવાના થયો. ભેકાર રસ્તા પર તેને એક શખ્સ જોવા મળ્યો. તે સાઈકલ ચલાવી રહ્યો હતો. તેની સાઈકલના પાછળના ભાગે એક દોરડુ અને કોથળો મૂકેલા હતા. આ કોથળાને બારદાન તરીકે પણ ઓળખી શકાય. 

 તેની દેહાકૃતિ કેવી હતી તો કહે હેન્ગર પર શર્ટ કે ખમીસ ભેરવ્યુ ન હોય એવી. આકાશને અંદાજ આવી ગયો કે એ શખ્સ ક્યાં જઈ રહ્યો હતો. એ પછી તે આગળ વધતાં વધતાં મુખ્ય રોડ પર આવી ગયો. શાકભાજીની લારી આવતા તે ઊભો રહ્યો. જોકે પેલો માણસ નહોતો. એના બદલે એક કિશોરી આવી. અને તેણે તેને પૈસા ચૂકવીને પપૈયું અને ટામેટાં ખરીદ્યા. 

એ પછી તે ઘેર આવ્યો. હાથ-પગ ધોઈ નાંખ્યા અને ડુંગળી - બટાકાનું શાક અને રોટલી આરોગ્યા. એ પછી તે લાકડાના પલંગને અઢેલીને બેઠો. તેણે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો; " આજે શું શીખવા મળ્યું? " 

અંદરથી જવાબ મળ્યો: પરિસ્થિતિ ભલે ને ગમે તેટલી અકળાવનારી કેમ ન હોય ! મેરા નંબર આયેગા હી એવો અભિગમ બરકરાર રાખવો. 


Rate this content
Log in

Similar gujarati story from Drama