Kantilal Hemani

Classics Others

4.5  

Kantilal Hemani

Classics Others

પગી

પગી

4 mins
189


દિવસ ઉગવાની તૈયારી હતી, વાઘજી પગી તાંસળી ભરીને ચા પીવા ખાટલા ઉપર બેઠા એ સમયે એમના ઝાંપા આગળ ધોકા અને કોવાડીઓ સાથે દસ બાર માણસો ગોકીરો કરતા આવી રહ્યા હતા.એ આખું ટોળું ઝાંપો ખોલીને વાઘજીના ખાટલા આગળ આવીને ઉભા રહી ગયા.

હજી તો ચા પૂરી પીવાઈ ગઈ ન હતી એટલે વાઘજીની આંખો પૂરે-પૂરી ખુલી ન હતી ચા પૂરી પીધા પછી વાઘજી બોલ્યા: 'શું થયું ? આખી ટોળીમાં સૌથી આગળ ઉભેલો અને ત્રાંબાના વાળાથી બાંધેલી લાકડીને જેણે કસીને પડી રાખી છે.'

એ રાયમલ બોલ્યો: 'બાપુ આજે વહેલી સવારે મોતીની એક બકરીને “નાર” ઉપાડીને લઈને જતો રહ્યો.'

થોડીવાર સન્નાટો છવાયેલો રહ્યો.એકાએક જોમ આવ્યું હોય એ રીતે સાઈઠ વર્ષીય વાઘજી પગી ખાટલા ઉપરથી ઉભા થયા. ગામના મોચી પાસે પ્રમાણુ આપીને બનાવેલા દોઢ કિલાના જોડા હજી તો પગમાં પુરા પહેર્યા પણ ન હતાં ને એટલામાં ઢેબર ડોશી એમની બંધાવેલી લાકડી લઈને બહાર આવ્યાં અને લાજનો છેડો થોડો આગળ કરીને લાકડી વાઘજી પગીને આપી. આવનારા બધાજ પોતાના જ ગામના છોકારાઓ હતા પણ વાઘજી ડોસાના માન માટે લાજને થોડી આગળ ડોસીએ ખેંચી હતી.

ડોશી ધીરેક રહીને બોલી : મા સધીને પગે લાગીને જજો. હવેથી આ જનાવર હળે નહિ એવું કાંક કરતા આવજો.

વાઘજી પગી આગળ અને એમની પાછળ પંદર ! વાઘજી ડોસો એટલે ખુબ અનુભવી પગી. એમની ઉંમર સાઈઠ વર્ષ આસપાસની પણ જયારે ચાલવાનું શરુ કરી દે ને ત્યારે તો એમની સાથે જુવાનીયા પણ ચાલી ન શકે. એમણે ચાલતાં-ચાલતાં જ રાયમલ અને એના જોડીદારોને પ્રશ્ન કર્યો :

'આ મોતી ચીએ વાડે માલ (ઘેટાં-બકરાં) રાખે.

ટોળા માંથી કોક બોલ્યું : ઈ તો બાપુ ધુકડે કાચે (ખેતરે) રાખે.

મોટી ખાખી બીડી પીતાં –પીતાં વાઘજી પગીએ જવાબ આપ્યો “ઠીક” હેંડો પેલા બધાય ઈ વાડે જાં. પછે આગળની વાત.

વાઘજી પગીનું આખા પંથકમાં ખુબ માન, માનનું કારણ એનું કામ હતું. કોઈ પણ માણસ કે જ્નાવરનો પગ એ સારી રીતે ઓળખી શકતા. આજે મોતીની બકરી નાર ઉપાડી ગયો હતો એટલે ગામના જુવાનીયા નક્કી કરીને આવ્યા હતા કે પગી બાપુ પાસે નારનો પગ જોવરાવીને એ કઈ બાજુ ગયો છે, ત્યાં જાવું અને હવેથી ગામનાં ઘેટાં-બકરાં સલામત થઇ જાય એ માટે એને દુર ભગાડી મુકવો.

વાઘજી પગી એમની સફેદ પાઘડી ઉપર હાથ ફેરવીને મોતીના વાડામાં આવ્યા. મોતી અને એના બૈરાને થોડું સાંત્વન આપીને વાઘજી એ જગ્યા ગયા જ્યાંથી નાર બકરાને લઈને વગડા તરફ ચાલ્યો ગયો હતો. નારની ત્રણ-ચાર ફલાંગ જોયા પછી વાઘજી બોલ્યા :

“અલ્યા છોરાઓ આતો ઈજ જનાવર છે જે મરઘાં દોશીની બકરી લઇ ગયો હતો”

એટલામાં રાયમલ બોલ્યો : 'બાપુ એને દાઢ પડી ગઈ લાગે નહિ.'

લાકડીના ટેકે નીચે નમીને પગને ધ્યાનથી જોઈને પછી પગી બોલ્યા : 'અલ્યા છોકરાઓ જો આણી તમે ખો નહિ ભુલાવો ને તો આ બધા જ ઘેટા –બકરાં ખાઈ જાશે. ગામમાં એકેય ની રાખે.

થોડાક આગળ ગયાને પગીને  એક ચાર-પાંચ વર્ષના બાળકનાં પગલાં દેખાયાં. પગી એ જગ્યા એ બેસી ગયા. એમની આંખે અંધારાં આવવા લાગ્યાં. રાયમલ અને એમની ટોળી કઈ સમજે એ પહેલાં તો એમના હાથમાંથી લાકડી પડી ગઈ એને એ બેભાન અવસ્થામાં આવી ગયા. વટલુમાંથી ઠંડું પાણી એમની આંખો ઉપર છાંટવામાં આવ્યું, પણ એમની આંખો ખુલતી ન હતી.

નાના બાળકનાં પગલાં જોઇને વાઘજીને એમનો દીકરો રેણુ યાદ આવી ગયો હતો. આજથી ત્રીસેક વર્ષ પહેલાંનો બનાવ આચંક એમની નજર સામે તારી આવ્યો હતો. એમનો પાંચ –છ વર્ષનો દીકરો રેણુ હરહમેશ  એની ઢેબર મા સાથે જ રહેતો. એકવાર ઢેબર બળતણનાં લાકડાંનો ભારો લેવા માટે વગડે આવ્યાં હતાં, સાથે રેણુ પણ હતો. એ પીલુડીના ઝાડ નીચે રમતો હતો અને ઢેબર સુકા થોરનો ભારો કરી રહ્યાં હતાં. ધીમાં-ધીમાં એકલાં ઢેબર ધોળ ગાવી રહ્યાં અને રેણુ રમી રહ્યો હતો.

ભારો બંધાઈ રહ્યા પછી એમણે રેણુને બોલાવ્યો પણ સામેથી કોઈ જવાબ મળ્યો નહી. એ પીલુડીના ઝાડ નીચે આવ્યાં એમને રેણુને ખુબ ગોત્યો અને એના નામના જોરથી ટહુકા પાડયા પણ રેણુ મળ્યો નહિ. ઢેબરની રોક્કળ અને ટહુકા સાંભળીને આસપાસના માણસો દોડી આવ્યાં. આટલા વાનાં છતાં રેણુ મળ્યો નહિ. એટલામાં કોઈકે વાઘજીને ઘેર જઈને આ સમાચાર આપ્યા

વાઘજી અને ગામના માણસોએ રેણુને ખુબ શોધ્યો. શરૂઆતમાં આવા સમાચાર સાંભળીને બધા આકુલ-વ્યાકુળ થઇ ગયા, કોઈને કઈ ગતાગમ પડતી ન હતી કે કરવું શું ? જાય તો રેણુ જાય ક્યાં ? 

એટલામાં કોઈ ડાહ્યો માણસ બોલ્યો અલ્યા પગ લ્યો પગ ! પછી તો બધાય માણસો પગે-પગે ચાલી નીકળ્યા. પગ તો છેક વગડાથી સીમ બાજુ જતો હતો. ક્યાંક આકરી માટી આવી, ક્યાંક પવન આવી ગયો. આના લીધે પગ દેખાતો બંધ થઇ ગયો, અધૂરામાં પૂરું રાત પણ પડી ગઈ. રડતા હૃદયે બધા પાછા ઘેર આવ્યા.ઢેબરનું કલ્પાંત એવું હતું કે આજ તો પથ્થરના કાળજા વાળા પણ રોઈ પડયા.

બીજા દિવસે પણ ખુબ શોધખોળ કરી પણ વાઘજી અને ઢેબરનો લાડકો એના પછી ક્યારેય જોવા મળ્યો નહી. રેણુંનો એક એક દિવસ જ્યારે –જ્યારે બન્ને યાદ આવતો ત્યારે ઢેબર હોય કે વાઘજી એમની આંખોના ખૂણા ભીના થયા વગર રહેતા નહિ.    

ચાર કલાક પછી વાઘજી ભાનમાં આવી ગયા પણ એમને ઢેબર કોઈ વાત કરી નહી. ઢેબર બાળકનાં પગલાંની વાત કરીને એને પાછી બેભાન કરાવી નહતી !


Rate this content
Log in

Similar gujarati story from Classics