nayana Shah

Abstract

3  

nayana Shah

Abstract

પૈસા

પૈસા

6 mins
441


ઊજાસી બેગ તૈયાર કરતી હતી ત્યારે ખૂબ ખુશ હતી. 15 વર્ષમાં એ પહેલી વાર ભારત જઈ રહી હતી. કુટુંબ પ્રેમ કેવો હોય એ પણ એને ક્યાં ખબર હતી ! જો કે મમ્મી એમનાં કાકા- કાકી સાથે વીડિયો કોલિંગ કરતા ત્યારે બધાને જોયા હતા. પરંતુ રૂબરૂ પહેલી વખત. માટે એ વિચારે એ ખુશ હતી. નાના અને એમના ભાઈ વચ્ચે કેટલો બધો પ્રેમ હતો ! ઊજાસીને થતું કે મારે પણ ભાઈ કે બહેન હોત તો સુખ દુઃખ વહેંચાઈ જાત. ભારતમાં નાના નાની એકલાં હાઈવે છતાંય એ લોકો એકલા હોય એવું લાગતું જ કયાં હતું ! 

પહેલા નાનીને કોરોના થયો હતો પરંતુ એ બચી ન શક્યા. ત્યારબાદ નાનાને પણ કાેરોના થયાે. જો કે ત્યાં સુધી ઘણી બધી રકમ તથા બચત ખર્ચાઈ ગઈ હતી. ખાનગી દવાખાનામાં પુષ્કળ ખર્ચ થતો હતો. તેથી તેા નાનાએ ફોન પર કહ્યું હતું, " બેટા, તારી મમ્મીની માંદગીની પાછળ ઘણો ખર્ચ થઈ ગયો છે. હવે મારી પાછળ કેટલો ખર્ચ થશે એ ખબર નથી. તારી મમ્મી પાછળ લગભગ આઠેક લાખ ખર્ચ થયો છે. અત્યારે મારી માંદગીમાં કેટલો ખર્ચ થશે ખબર નથી. હું સાજો થઈ જઈશ પછી પણ હું કેટલા વર્ષ જીવી શકે ખબર નથી. તું થોડા પૈસા મોકલે તો સારું. " 

ત્યારબાદ મમ્મી પપ્પાએ પાંચ લાખ મોકલ્યાં. પરંતુ મોંઘીદાટ દવાઓ તથા ઈન્જેક્શનના ખર્ચમાં એ પૈસા ખલાસ થઈ ગયા. નાનાને વેન્ટીલેટર પર રાખવા પડે એમ હતું. તેથી વધુ પૈસા માગ્યાં ત્યારે તમે કહી દીધું, " તમારી પાછળ અમે કંગાળ થઈ જઈએ. પપ્પાને સરકારી દવાખાને દાખલ કરી દો. હવે અમારી પાસે પૈસાની કોઈ અપેક્ષા રાખતા નહીં.

 જો કે ત્યારે સરકારી દવાખાનામાં પણ જગ્યા ન હતી. નાનાના મૃત્યુના સમાચાર મળતાં જ મમ્મી-પપ્પાએ ઉજાસીને લઈને ભારત જવાનો નિર્ણય લીધો હતો. જો કે ઉજાસીની મમ્મી કહી રહી હતી કે બને તેટલા જલ્દી ભારત પહોંચી જઈએ. મમ્મી-પપ્પાએ ઘણી વસ્તુઓ વસાવી છે. ત્યાંના મિડલકલાસ લોકોનું શું ઠેકાણું. વસ્તુઓ લઈને પોતાના ઘર ભરી દે." 

ઊજાસીને મમ્મી પપ્પાનું વર્તન ગમ્યું ન હતું.પરંતુ એના જન્મ બાદ પહેલી વાર ભારત જઈ રહી હતી. જાે કે પ્રસંગ તાે દુ:ખદ હતો. કારણ એને તો સાંભળ્યું હતું કે નાના નાની દીકરીને વાર્તાઓ કહે અને ખૂબ વહાલ કરે. પરંતુ કુટુંબના બીજા સભ્યાે પણ હતાં. ઉજાસી ભારત આવી ત્યારે મમ્મીના કાકા એરપોર્ટ પર લેવા આવ્યા હતા. ઊજાસી બહુ જ ખુશ થઈ ગઈ હતી. પરંતુ મમ્મીએ તો કહી દીધું કે ," અમે તમને લેવા આવવાનું કહ્યું ન હતું. " ઊજાસીને મમ્મીનું વર્તન ગમયું ન હતું. ઊજાસી એના મમ્મી પપ્પાના સ્વાર્થી સ્વભાવથી હમેશા નારાજ જ રહેતી હતી. ઊજાસીને તો પ્રેમ જોઈતો હતો. અને મમ્મી-પપ્પાને પૈસા. જયારે મમ્મીના કાકાએ કહ્યું કે ઘેર તારી કાકી તારી રાહ જુએ છે. રસોઈ તૈયાર કરીને બેઠી છે. ત્યારે પણ મમ્મીએ કહ્યું કે, " હું મારાં માબાપનું ઘર ખોલીને રહીશ. મને ઘરની ચાવી આપી દો. ઘરમાં બઘું જ ભરેલું છે. મારે કોઈનું એહસાન લેવાની જરૂર નથી. " 

ઊજાસીને થતું કે આ તો તાેછડાઈની પરાકાષ્ઠા કહેવાય. એને તો ભારતીય સંસ્કૃતિ વિશે કેટલું બધું વાંચ્યું હતું અને સાંભળયું પણ હતું તેથી તો એ વારંવાર એની મમ્મી ને કહેતી હતી કે, " મારે ભારત જવું છે. " પણ દર વખતે એક જ જવાબ મળતો. " અમે જઈએ ત્યારે, એકલા નથી જવાનું. " ઊજાસીને થતું કે મા-બાપને કહી દે કે, " મમ્મી પપ્પા, દુનિયામાં પ્રેમ જેવી કોઈ વસ્તુ છે. "પણ એ ચૂપ રહી. જ્યારે એ લોકો ઘેર પહોંચ્યા ત્યારે કાકીએ મમ્મીનો હાથ પકડીને કહ્યું, " બેટા, મા બાપ ના હોય તો શું થયું ? કાકા કાકી પણ માબાપ સમાન જ હોય. " 

મા બાપ સમાન છે પણ મા-બાપ તો નથી ને ? મારો હાથ છોડો ,કાકી કોઈ આગ્રહ કરે એ મને પસંદ નથી. તમે તો કેટલાક જીદ્દી છો. " ત્યારે કાકીની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઊજાસીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. એને તો વાંચેલું કે ભારતીય સંસ્કૃતિમાં કાકી, મામી, અરે મોટી ભાભી પણ મા સમાન ગણવામાં આવે છે. જ્યારે મમ્મી તો ભારતીય હોવા છતાં પણ સંસ્કાર વગરની છે. ઊજાસીએ કહ્યું," કાકીબા, તમે શું બનાવ્યું છે ? " કાકી કંઈપણ જવાબ આપે એ પહેલાં જ એની મમ્મી બાેલી ઊઠી, " ઊજાસી, કોઈને પણ ઘેર જમવાનું નહીં. સગા કાકી પણ જેને મન કોઈ હોય તાે એની જિંદગીમાં પોતાનું કોણ ! માત્રને માત્ર પૈસા જ ! ઊજાસી આ વિચારે જ ઉદાસ થઈ ગઈ હતી. પરંતુ મમ્મી પપ્પા તો ઘરવખરી વેચવામાં જ પડેલા. અને મકાન પણ વેચાઈ જવા આવેલું. ઊજાસી જાણતી હતી કે મમ્મી-પપ્પાએ અમેરિકાથી જ ઓનલાઈન મકાન વેચવાની જાહેરાતાે આપવા માંડી હતી. કારણ કે એમને તો બને એટલા જલ્દીથી અમેરિકા પાછા આવવું હતું. મકાનનો સાેદાે પતી ગયા બાદ કાકાએ કહ્યું ," આ બધા તારા મમ્મી પપ્પાના બિલો છે અને આ હિસાબ છે. તારા પપ્પાને સરકારી દવાખાનામાં જગ્યા નહીં હોવાને કારણે ખાનગી દવાખાનામાં જ રાખેલા. આ હિસાબ જોઈ લેજે. મારે ૧ લાખ ૩૫ હજાર લેવાના થાય છે. તારા પપ્પાએ કહેલું કે ઘર વેચાય ત્યારે તું એમાંથી પૈસા લઈ લેજે. " એટલે તમે પ્રેમ બતાવતા હતાં. હું તો તમને કઈ જ આપવાની નથી. મેં તમને કહ્યું ન હતું કે તમે ખર્ચ કરજાે. " 

ઊજાસી એની મમ્મીની વાત સાંભળી સ્તબ્ધ બની ગઈ. નાના-નાની પાસે તો કોઈ જ ન હતું. બધી દોડાદાેડ કાકા અને એમના દીકરા એ કરેલી. એ પણ એમનો સમય બગાડી ને. ઊજાસી કાકા દાદા પાસે છાની માની ગઈ અને બોલી, " હું જયારે કમાતી થઈશ ત્યારે તમારા પૈસા આપી દઈશ. મમ્મીને પૈસા સાથે પ્રેમ છે. તમે ચિંતા ના કરતાં. " 

ઊજાસી બેટા, દીકરીને આપવાનું હોય એની પાસેથી લેવાનું ના હોય. આ તો મોટાભાઈ એ કહેલું એટલે જ. બાકી મારા દીકરો ઘણું જ કમાય છે. મારી તથા કાકીબાની સરકારી નોકરી હતી. બંનેને સારું પેન્શન આવે છે. દીકરાની વહુ પણ કમાય છે. આમ પણ અમે નક્કી કરેલું કે આ રકમ તારા લગ્ન વખતે તને કન્યાદાનમાં જ આપી દેવાના હતા. બેટા ,તારા લગ્ન બાદ અમારા આશીર્વાદ લેવા જરૂરથી આવજે. " અમેરિકા જતી વખતે પણ ઊજાસીને કહી દીધેલું કે, " આપણે જતી વખતે પણ કોઈને મળવાનું નથી. " 

અમેરિકા પહોંચ્યા બાદ ઊજાસીએ કહી દીધું, " હવે હું તમારી સાથે રહેવા જ નથી માંગતી. હું તો અમેરિકામાં જન્મી છું છતાં મને ભારતીય સંસ્કૃતિ ગમે છે. જયાં માત્ર ને માત્ર પ્રેમ છે. જ્યારે તમે તમે તો જન્મે પણ ભારતીય છો, છતાંય તમને પ્રેમ કરતા પૈસાે વહાલાે છે. તમે તો મારા જન્મ પહેલાં અહીં રહો છો. બે કાકા તથા ફાેઈ પણ અહીં છે. દાદા-દાદી કાકા સાથે જ રહેતા હતા. મારે પણ દાદા-દાદી પાસે જવું હતું. તમે મનાઈ કરતા રહયાં. દાદા-દાદીના મૃત્યુ બાદ તમે મિલકતમાં ભાગ માંગવા પહોંચી ગયા. દાદા માટે કાકાએ કેટલી વસ્તુઓ ખરીદેલી. દાદીને ઘરેણાનો શોખ હતો તેથી ઘરેણા પણ કાકાએ બા માટે ખરીદેલા. મમ્મી, તેં તો એમાંથી પણ ઝઘડો કરીને ભાગ માંગ્યો. દાદા ની સેવામાં ઠાકોરજીના વાસણોમાં ભાગ માંગી લીધો પણ ઠાકોરજીની સેવા ના લીધી. કાકા અને ફાેઈ જોડે પણ બોલવા વ્યવહાર નથી. સાસરીમાં તો પૈસા માટે સંબંધ તોડયાે. પિયરમાં પણ પૈસા માટે સંબંધ તેાડયાે. તમે આટલા વર્ષોમાં ઘણા પૈસા કમાયા છો અને ઘણી બચત કરી છે. મને તો ઘરેણાનો શોખ જ નથી. મારે લડાઈ-ઝઘડા કરી માંગી માંગીને લીધેલી કોઈ વસ્તુ કે પૈસા ના જોઈએ. હું આ ઘર છોડીને જવું છું. જતાં જતાં એટલું જ કહીશ કે તમારે જીવવા માટે કેટલું જોઈએ ? અમેરિકાની સંસ્કૃતિ મુજબ તો અહીં લોકો જેટલું કમાય છે એટલું વીકેન્ડમાં ખર્ચી કાઢે છે. તમારી ન તો અમેરિકન સંસ્કૃતિ છે કે નથી ભારતીય. તમે ડાયાબિટીસને લીધે કંઈક ગળ્યું ખાઈ શકતા નથી. તેં બાયપાસ સર્જરી કરાવી છે પપ્પાને પણ તકલીફ છે તમે તળેલું ખાઈ શકતા નથી. ઘી પણ ખાતા નથી તો આ બધું શા માટે ? પિયરમાંથી મિલકત મળી. સાસરીમાંથી મળી. તમારે કેટલું.. પિયરમાંથી કેટલું...અને તમારી બચત કેટલી ! કેટલું..કેટલું..જોઈએ. મારે એમાંનું કશું જ ના જોઈએ. હું કાયમ માટે જવું છું. કહેતા ઊજાસી બેગ લઈને જતી રહી. જતાં જતાં કહેતી ગઈ, "તમને પૈસામાં જ રસ છે કારણ તમે પૈસાના પૂજારી છો અને હું પ્રેમની પૂજારી છું. તમારો પૈસો તમને મુબારક. "


Rate this content
Log in

Similar gujarati story from Abstract