STORYMIRROR

DIPIKA CHAVDA

Classics Inspirational

4  

DIPIKA CHAVDA

Classics Inspirational

પૈસા : માનવતા માનવીની

પૈસા : માનવતા માનવીની

9 mins
383

મનુષ્યનું પોતાનું શું છે ? જન્મ બીજા એ આપ્યો,નામ બીજા એ આપ્યું, શિક્ષણ બીજા એ આપ્યું, સંબંધો બીજા સાથે જોડાયા, કામ કરવાનું બીજા એ શીખવાડ્યું, અંતે, સ્મશાન પણ બીજા જ લઈ જશે ! તારું પોતાનું આ સંસારમાં છે શું ?

જેનો તું આટલો ઘમંડ કરે છે ?” હેં……….માનવી…….આટલો……

ફલકનું વક્તવ્ય સ્ટેજ પરથી રજૂ થતું હતું. અને હું સુધાંશુ મહેતા આ "આલ્ફ્રેડ સ્કુલ"ના વાર્ષિક ઉત્સવનો મુખ્ય મહેમાન હતો. “માનવતા માનવીની“ આ વિષય પર વિધ્યાર્થી ઓ પોતાનું વક્તવ્ય રજૂ કરતાં હતા. ફલકના વક્તવ્યનો છેલ્લો ફકરો મારે કાને અથડાયો અને વારંવાર એના એજ શબ્દો મારામાં મનોમંથન કરવા લાગ્યા.

હા ફલક મારો જ દીકરો છે. આજે એની જ શાળામાં એ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કરે છે અને એનો પ્રથમ નંબર આવે છે અને મારા જ હાથે એને ઈનામ આપવાનો અવસર આવે છે. જ્યારે એને સ્ટેજ ઊપર બોલાવવામાં આવે છે ઈનામ લેવા માટે ત્યારે ફલક આ ઈનામનો હકદાર પોતે નથી પણ એનો મિત્ર સૂરજ છે એમ કહે છે. એ એના ઘર પાસે રહેતો સામાન્ય પરિવારનો પણ ખૂબજ શાંત સમજદાર અને હોંશિયાર મિત્ર છે. અને એની સાથેની મિત્રતા એ જ મને સુંદર વક્તવ્ય આપવાની પ્રેરણા આપી છે એટલે આજે હું આ મારું ઈનામ સૂરજને અપૅણ કરવા ઈચ્છું છું તો શું આપ મને એની ઈજાજત આપશો  ?એમ બોલતાં જ ફલકની નજર પિતાની નજર સામે જાય છે બેઉની નજર એક થાય છેને ત્યાં જ આચાર્યના શબ્દો એના કાને સંભળાય છે.

“કેમ બેટા ? એમાં પુછવું શું ? આવો સારો મિત્ર તને મળ્યો છે જેણે તને આટલી સુંદર પ્રેરણા આપીને તને પ્રથમ નંબરે પહોંચાડવામાં મદદરૂપ થયો છે તો એનો પણ હક છે કે એ પણ અહીં આવીને તારી સાથે ઊભો રહી ઈનામ સ્વીકારે. “

ફલક દોડતોકને બહાર બેઠેલા સૂરજને હાથ પકડીને સ્ટેજ ઊપર લાવ્યો અને એની આંખોમાં આંસુ આવી ગયા આજની ઘડી મારા માટે ખૂબ ખૂબ રળિયામણી છે પિતાના જ હાથે મને ઈનામ મળે છેને હુ એજ ઈનામને સૂરજના હાથમાં મૂકી દઉં છું. સૂરજની આંખોમાં પણ ઝળઝળિયાં છેને એ ફલકને ભેટી પડ્યો.

આ દ્રશ્ય જોઈને હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. અને અનાયાસેજ મારો ભૂતકાળ મારી નજર સમક્ષ તરવરી ઉઠ્યો. ગામમાં કેવી સુંદર મજાની શાળા હતી ! નાનું પણ સુંદરને સ્વ્ચ્છ મારા ગામની શેરીઓમાં ઊગેલા લીમડાના વૃક્ષોની છાંયમાંને એય બધા મિત્રો ભેગા મળીને કેવા આંબલી પીપળીની રમત રમતાં ! નેરોજ સાંજેનીશાળેથી છૂટીને ઘરે આવતા વચ્ચે તળાવ આવતું એમાં બેચાર ધુબાકા મારીને પછીજ ઘરે આવતા. આજે પણ જાણે હું ત્યાં જ ઊભો છુંને તળાવમાં ધુબાકા મારું છુંને અમરશીને પણ સાથે પરાણે ધુબાકા મરાવુ છું.

હા એન્જિનિયર પિતાનો એકનો એક દીકરો હું ને ગામમાં પિતાના વ્યવસાયને લીધે માનમરતબો પણ વધારે હતો,ને એમાં વળી હું પણ ભણવામાં હોંશિયાર . હંમેશાં પહેલો જ નંબર આવે ,એટલે બધા મિત્રો પાસે પણ મારો વટ રહેતો ,પણ આ બધી વાતો કરતાં યે મારે મન એકજ વાત મહત્વની હતી કે મારો મિત્ર અમરશી હતો. જાણે કૃષ્ણ સુદામાની જોડી. હું રોજ એનો રોટલો જાપટી જતોને એ બિચારો મને એનું આખું ટિફિન ખાવા આપી દેતો. પણ એ મારું ટીફીન ખાય નહીંને હું પુછું તો એમ કહે કે ઘરે જઈને ખાઈશ “મા"ને પણ ચખાડુંને !  હું એક માત્ર સંતાન અને એમાં ય પાછો હોંશિયારને પપ્પાનો લાડકો એટલે થોડો તોફાની પણ ખરો.ને અમરશી સાવ વિરુદ્ધ સ્વભાવે. એ બહુજ ઓછાબોલોને શાંત સ્વભાવનો ઘણી વાર તો મારો ગુનો પણ પોતાને શિરે ઓઢી લેતોને પાછો બોલતો જાય કે .."એય. સુધા… અમે તો ખેતરમાં ઘણી બધી મહેનત કરીને જીવીએ એટલે મને કાંઈ નહીં થાય પણ તારા હાથપગ તો કોમળ છેનાહકને દુખવા લાગશેને તો તું બિમાર પડીશ.“

અમરશી સ્વભાવે એકદમ શાંતને સરળ . આમેય એ ધરતીપુત્રનો જ પુત્ર ખરોને !!જેવો એને આ ધરતી સાથેનો લગાવ એવો જ મારી સાથે પણ . સાદગી, અને સાલસતા તો એના લોહીમાં વણાયેલી હતી. સંવેદના, સાલસતા, માયા, લાગણી, અને સહનશીલતાનો સંગમ એટલે જાણે અમરશી !

સમય વહેતો ચાલ્યો મારા પિતાનું મૃત્યુ થયુંને મારી માની ઊપર આભ તૂટી પડ્યું પણ પિતાની મિલકત હતી એટલે એમાંથી મને આગળ ભણાવીને મને વકીલ બનાવ્યોને અમરશી પણ ભણતર છોડીને પિતાની ખેતી સંભાળવા લાગ્યો. જોતજોતામાં એની ખૂબ ખૂબ કઠોર મહેનતના પરિણામ સ્વરૂપે એની પાસે ઘણી જમીન થઈ ગઈ અને ખેતીમાં એટલો પાવરધો થઇ ગયોને કે આજુબાજુના પાંચ ગામમાં પણ લોકો એને જ માનતા હતા  

પણ કાલની કોને ખબર છે ? સમયનું ચક્ર ફરતું ગયુંને બેઉના લગ્ન થયાને સંતાન પણ થયાને બેઉ પોતાના વ્યવસાયમાં ખોવાઈ ગયા. સમય વહેતો ગયોને એક દિવસ અચાનક જ સુધા મારી બાજુમાં આવીને બેઠીને બોલી, “આજે બાની બહુજ યાદ આવે છે."કેમ ? શું થયું ? ને સુધા મારી આંખોમાં આંખ પરોવીને બોલી, “સુધાંશ આજે ફલકે મારી પાસે દાદા દાદીની વાર્તા સાંભળવાની જીદ કરી હતી. મેં એને વાર્તા કીધી પણ ખરી પણ એના કાલાઘેલા શબ્દોમાં પુછેલાં સવાલો એ મને મુંજવી દીધીને મને ત્યારે એ સમજાયું કે બા કેવીરીતે ફલકને પટાવીને સમજાવીને વાર્તાઓ કહેતાં હશે ? એ હોત તો કેટલું સારું હોત ! ફલકને એમની ખોટના સાલત" બોલતાં જ પાલવના છેડેથી આંખો લુછે છેને વળી પાછી “તમને યાદ છે સુધાંશ ? એક કેસમાં તમે હારી ગયેલા….અને એ કોઈ મોટા ઉધ્યોગપતિનો કેસ હતો !“

"હા સુધા, એ સમય કેમ ભુલાય ?" અને આપણે ખૂબજ કપરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા હતા. આર્થિક તંગદીલી અને વળી સમાજમાં માનમોભાની ચિંતા. અને એજ સમયે વળી બાની બિમારી ! એમની અસહ્ય પીડા…અસાધ્ય રોગ, અને આપણી લાચારી. કેવી કરૂણતા સુધાનો હાથ હાથમાં લેતાં…

“સુધા તારો જ સાથ મને એ કપરી પરિસ્થિતિમાંથી પણ ઊગારી ગયો.”

“નાના એ શું બોલ્યા ?,ને હાથને પાછો ખેંચતા બોલી , તમે ભૂલી ગયા એ આપણા અમરશીભાઈને. !”

“અરે ! ના સુધા ! એને તો કેમ ભુલાય ? આજે પણ મને એ સાંજનો સન્નાટો…. અમરશીની સંવેદનાનો જાણે સ્પશૅ…. એની આંખો માથી ઊતરી આવતી લાગણીની ભીનાશ અને ત્યારે મારી આંખની પાંપણો પર અટકેલા આંસુ યાદ છે…”

કાળજાને કોરી ખાતી એ અવાક એકલતા ભર્યા સ્તબ્ધ વાતાવરણમાં મારો ભેરૂ જાણે મારો ભગવાન બનીને આવ્યો હતો.ને મને બોલાવ્યો, પાસે બેસીને ખભે હાથ મૂકીનેને મારો એક હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો,

"અરે સુધાંશ ! કેમ આમ સાવ શૂન્યમનસ્ક બનીને બેઠો છે ?"“મેં જાણ્યું કે બાને કોઈ અસાધ્ય રોગ થયો છે. અને એમને પુરતા ઈલાજની ખૂબજ જરૂર છે. મારા ભાઈ ! આવા સમયે તું એકલો ક્યાં છે ? હું છુંને તારો ભાઈ અમરશી ! તું દુખીના થઈશ . આ અમરશી તારી સાથે જ છે.ને હું તારો ટેકો બનીને જ ઊભો રહીશ.” 

બોલતાં જ અમરશી થોડીવાર વિચારોમાં ખોવાઈ ગયો. બે દિવસ પહેલા જ “ગૌરી"એની પત્ની એ આવીને કીધું કે સાંભળો છો ? આજે હું પૂનાબાપાને ત્યાં દૂધ દેવા ગઈ હતી ત્યાં બધા વાતો કરતાં હતા કે સુધાંશુભાઈના બાને કોઈ અસાધ્ય રોગ થયો છેને એમની પાસે ઈલાજ માટેના પૈસા પણ ખૂટી પડ્યા છે. તો હવે એ શું કરશે ?

અમરશી પણ ગૌરી સામે અનિમેષ નજરે જોઈ રહ્યો. એક આઘાત અને દુઃખની નજરે !! શું કરું? એટલી રકમ તો હાલ મારી પાસે પણ નથી ! કેમ મદદ કરી શકીશ ? મને યાદ છે. સુધાંશુ મને હંમેશાં હું ભણતો ત્યારે નાની મોટી મદદ કરતો જ રહેતોને ઘરમાં પણ પૈસાની જરૂર હોય ત્યારે એણે અચૂક મને મદદ કરી છે અને જ્યારે આજે એને મારી જરૂર છે ત્યારે હું કશું નથી કરી શકતો એના માટે !! ભગવાન કેવો દિવસ બતાવે છે તું મને અને મારા એ દોસ્તને ! શું હું કાંઈ નહીં કરી શકું ? આમતો એની જરૂરિયાત મોટી છે પણ છતાંય જો હું થોડો પણ એને કામ લાગીશ તો મારું જીવન ધન્ય બનશે .એણે કદી મને અભાવમાં જીવવા નથી દીધોને આજે એજ !

ક્યાં ખોવાઈ ગયા ? ગૌરી બોલી.. હમ… શું કરવું એ વિચારું છું. “અરે ! એમાં વિચાર શું કરવાનો ? આ લ્યો મારા ઘરેણાં બધાં એને વેચી આવો પણ સુધાંશુભાઈને આપણે હિંમત આપવી જ ઘટે !” એમ કહેતાં જ પોતાના બધા જ ઘરેણાંની પોટલી પળનાય વિલંબ વગર ગૌરી એ મારી સામે મૂકી દીધી.. હું એની સામે જોઈ રહ્યોને આંખનાં ખૂણાં ભીના થયા. "કેટલી પરોપકારિતા ! અને કર્તવ્ય પરાયણતા ભરી હતી એનામાં !” 

અને હું એ ઘરેણાં લંઈને બજારમાં ગયો. સોનીને ત્યાં બધાં જ ઘરેણાં વેચી દીધાં….! અને રૂપિયા લીધાને સુધાંશુના ઘર ભણી ડગમાંડ્યા.

 મનમાં એકજ વિચાર હતો કે ગૌરી સ્વરૂપે મને જાણે સાક્ષાત પાર્વતી દેવી જ મળ્યા છે. જાણે સાક્ષાત દેવીનો અવતાર ! અને કૃષ્ણ જેવો પરમ મિત્ર સુધાંશુ

"અરે ! અમરશી ! ક્યાં ખોવાઈ ગયો છે ? જો ભાઈ હું તારી પાસેથી આ રૂપિયાના લઈ શકું…. "સુધાંશુ બોલ્યો….

“કેમ નહિ ?” અમરશી બોલ્યો, શું તારા બા એ મારા પણ બા નથી ? તું મારો ભાઈ નથી ? અને એમ બોલીને એ પરાણે સુધાભાભીના હાથમાં રૂપિયાનું બંડલ મૂકીને ચાલતો થયો હતો. બે દિવસ પછી સુધાને ખબર પડી હતી કે ગૌરીબેને પોતાના ઘરેણાં વેચીને અમારી મદદ કરી હતી. 

"હે પ્રભુ ! કેમ કરીને એમનો આભાર માનું ? સગો ભાઈ કે સગી બહેન પણ આવા કપરા સમયે આટલી મોટી મદદના કરી શકે. “ પણ અમને તો જાણે સાક્ષાત વિષ્ણુ --- લક્ષ્મી એ જ અમરશીભાઈ અને ગૌરીબેનના સ્વરૂપે આવીને મદદ કરી હતી. કેમ ભૂલાય ? એ દિવસો ? સમય વીતતો ચાલ્યો. બાનું અવસાન થયું. 

ફલક પણ હવે મોટો થયો હતો. સુધાંશુ પણ જાણે ફરીથી પોતાની આવડત થી ઘણો બધો આગળ વધી ગયો હતો. શહેરમાં રહેવા આવી ગયો હતો. સમાજમાં અને શહેરમાં એનુંનામ મોટું થયું હતું. એક ખ્યાતનામ વકીલ"સુધાંશુ મહેતા". અને આનામને દિન પ્રતિદિન માન સન્માન મળતાં ગયાં અને સુધાંશુને પોતાના પદનો નશો ચડતો ગયોને એને એના પદનું અભિમાન આવી ગયું હતું.

સમય પણ કેવો ખેલ ખેલે છે ? જે અમરશીએ પોતાની પત્ની ગૌરીનાં ઘરેણાં વેચીને સુધાંશુને ખરાબ સમયે મદદ કરી હતી એજ ગૌરી આજે મરણપથારીએ પડી હતી. જીવન મરણ વચ્ચે જોલા ખાતી હતી.ગૌરીની જીવન નૈયા જાણે હાલકડોલક થતાં થતાં એ શ્વાસનાં થડકાંને પડકારતી જીવતી હતી. અમરશી મજબૂર હતો., લાચાર હતો, પણ સ્વમાની હતો. એ કોઈની સામે હાથ લંબાવીને ગૌરીની સારવાર કરાવવા માગતો નહોતો. ઘણી મજબૂરીઓની વચ્ચે અમરશીએ ગૌરીને સરકારી દવાખાનામાં ભગવાન ભરોસે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી દાખલ કરી દીધી હતી. એકજ વિચાર મનમાં કે ભગવાન તો બધેજ એક જ છેને ! એ ગરીબોનો બેલી થઈને સરકારી દવાખાનામાં જ વસતો હોય છે તો મારી ગૌરી માટે તો એ આવશે જ ! 

આ બાજુ સુધાને ક્યાંકથી ઊડતા સમાચાર મળે છે કે ગૌરીબેનને દાખલ કર્યા છેને એમની હાલત ખૂબજ ગંભીર છે. આટલું જાણતા જ એ હાંફળાં ફાંફળાં દોડતાં જ સુધાંશુની ઓફિસમાં પહોંચે છે .સમાચાર કહેવા માટે. ! પરંતુ સુધાંશુ એક અગત્યની મીટીંગમાં રોકાયેલો છે. સુધાને અંદર નથી આવવા દેતો. સુધા સમસમીને બેસી રહે છે. ઘણો સમય એમજ બેસી રહે છે. ને મનમાં વિચારે છે કે કેવો છે સુધાંશુ ? શું કામ જ મહત્વનું ? પરિવાર સમાજનું કોઈજ મૂલ્ય જ નહીં ? શુ કામનું એવું પદ ? કે જેની લાગણી જ મરી પરવારી હોય. જે પોતાના જ લોકોની પરવાહ પણના કરેને પોતાના પદનાં “મદ"માં રાચ્યા કરે .!! આવી ગડમથલ મનમાં ચાલે છે . ગુસ્સો પણ આવે છે. છતાંય ધીરજ ધરે છે.

એવામાં સુધાંશુની ઓફીસનો ડોરબેલ વાગે છે. પટાવાળા ભાઈ આવીને સુધાને કહે છે કે સાહેબ આપને અંદર બોલાવે છે. સુધાને જોતાં જ સુધાંશુ સવાલોની ઝડી વરસાવે છે. અંતે એનો શ્વાસ થંભે છેને સુધા અહીં સુધી આવવાનું કારણ જણાવે છે. એકી શ્વાસે અમરશીભાઈને ગૌરીબેનની વાત કરે છે. સુધાંશુના પેટનું પાણી પણ હાલતું નથી. ! એના ભવાં તંગ બને છે. એક નફરત ભરી નજર સુધા તરફ કરે છે .. અને કહે છે કે મારી પાસે એવા ફાલતું લોકો માટેના તો સમય છેનેના તો પૈસા ! મારે મોડું થાય છે. આજે મારે ફલકની શાળામાં મુખ્ય મહેમાન તરીકે જવાનું છે. માટે તું એ બધું મૂકને ભૂલી જા એમને ! અને ઘરે જા !

એમ બોલતો જ સુધાંશુ સડસડાટ ઓફિસની બહારનીકળી ગયો. અને એની કાર ફલકની શાળા તરફ હંકારી જાય છે. એકાએક જ તાળીઓના ગડગડાટ અને ફલકના અવાજે મને જાણે તંદ્રામાં થી જગાડ્યો. હા… ! ફલક …. મને જ કહેતો હતો કે પપ્પા .!  આ એજ સૂરજ છે કે જેણે મારા જીવનને સૂરજની જેમ ચમકવામાં મદદ કરી છે. આ ઈનામ એને આપીને એને સન્માનિત કરો. અને હું ધુ્જતા હાથે સૂરજને ઈનામ આપીને સન્માનિત કરું છું . મનમાં ઉચાટ છે જલ્દીથી અમરશી પાસે જવું છે ! એને ગળે વળગાડીને માફી માંગવી છે. 

આજે મને મારા જ દીકરા ફલકે પોતાની વાત દ્વારા મારા જીવનની સચ્ચાઈ સમજાવી દીધી છે. કે “મનુષ્યનું પોતાનું શું છે ? જેનું તને આટલું ઘમંડ છે ?” અને સમારંભ પૂરો થતાં જ સુધાંશુ પોતાની કાર અમરશીની તરફ હંકારી જાય છે. આજે સુધાંશુનું અભિમાન ઓગળી ગયું છે. આજે એને એના જ ફલકે જીવનના ફલક પર સચ્ચાઈ રજુ કરી સબક શીખવીને જાણે એક મોટું પાપ કરતાં અટકાવી દીધો છે.

બસ આજ તો છે ..”માનવતા. માનવીની.


Rate this content
Log in

Similar gujarati story from Classics