Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Vandana Vani

Thriller

4.7  

Vandana Vani

Thriller

પાણી એ જીવન છે

પાણી એ જીવન છે

2 mins
22.7K


"બોઈંગ ૭૦૭ ઇઝ ક્રશ ઓન પેસેફિક ઓશન." ટીવીમાં બધી ચેનલ પર એક જ સમાચાર ઝબૂકી રહ્યાં હતાં.

આ બાજુ રંજનબેનનું હૈયું ફાટી રહ્યું હતું. જેમતેમ કરીને દિલોદિમાગ ઝાલીને બેઠાં હતાં. બીજાં હાર્ટએટેકથી માંડ પીછો છોડાવી મનસુખભાઈ હમણાં જ ઊભા થયા હતા. તેમને રૂમમાં આવતા જોઈ તરત ટીવી બંધ કરી દીધું. "આ ટીવીવાળા તો સાવ જુઠ્ઠાડા, થોડું સાચું બોલતાં હોય તો." કહેતા બેડરૂમ તરફ વળ્યાં. 

તેમની છાતીએ ધમણની ઝડપ એટલી વધારી કે દિલમાં ગરમી વધી ગઈ જે પુત્રપ્રેમને પીગાળી, આંસુ બની વહેવા માંડી.

કેટલો આગ્રહ કર્યો કે બસ એક અઠવાડિયું વધારે રોકાઈ જા. તો એ કહે "ના મા, મને પંદર દિવસની જ રજા મળી છે. પરદેશમાં એવું નહીં ચાલે. બધું સમયસર જ હોય." ને એ અમેરિકા જવા નીકળી ગયો. હા, એ આ જ ફ્લાઇટમાં જવાનો હતો. એ પણ ... ચારેબાજુથી વિચિત્ર અવાજ આવતાં કાન ભીડી દીધા.

મનહરભાઈ ને આ વાત કઈ રીતે કહેવી એ રંજનબેન વિચારતા હતાં ને ઘરની બહાર ટોળું ભેગું થઈ ગયું.

"મનહરકાકા, રંજનમાસી આપણો રોહનના શું સમાચાર છે?"

"અરે સાંભળ્યું કે બધા પેસેન્જર.‌.. કોઈ નથી બચ્યું."

"શબ પણ મળે તો સારું. એકના એક જુવાનજોધ દિકરાના મોતને મા-બાપ કેમ જીરવશે?"

આખરે મનહરભાઈ પરિસ્થિતિ સમજી ગયાં. એટલામાં રંજનબેનનો મોબાઈલ રણક્યો. રોહન હંમેશા બીજા ઓપ્શનમા રંજનબેનનો મોબાઈલ નંબર આપતો.

 "કદાચ એરલાઇન્સ તરફથી હશે." કોઈ બોલ્યું પણ ખરું.

"હલ્લો" પછીના રંજનબેનના હાવભાવ જોઈ ત્યાં હાજર બધાને ખાતરી થઈ ગઈ. ન બનવાનું બની ગયું છે. ફોન બંધ થયાં પછી સુન્ન થઈ ગયેલા રંજનબેનને મનહરભાઈ એ હચમચાવી દીધા.

"બોલ રંજન કોનો ફોન હતો. મારો રોહન બરાબર છે ને?"

"એરલાઇન્સવાળાનો હશે, સમાચાર પ્રમાણે આખું વિમાન ભૂજાઈ ગયું છે. શબ તો કેમ.."કોઈએ ડહાપણ કર્યું.

"રોહનના પપ્પા, વિશાળ ધરતી પર પડતા વરસાદના નાના ટીપાની શું કિંમત હોય?" રંજનબેન હજી સુન્ન અવસ્થામાં જ હતા. ફક્ત હોઠ હલતાં હતા.

"નહિવત, ધરતીને નહીં અને માણસને તો જરા પણ નહીં ." મનહરભાઈ રંજનબેનની મનોવેદનાને પામવાની કોશિશ કરતા તેમને જોતા બોલ્યા. 

"પાણીના એક ટીપાએ મારા રોહનનો જીવ બચાવ્યો."

"પાણીના ટીપાએ?"

"હા, રોહન અહીંથી નીકળ્યો ત્યારે મુંબઈ પહોંચતા રસ્તામાં બહુ વરસાદ નડ્યો. ફ્લાઇટના સમય પહેલા માંડ એક કલાક વહેલો એરપોર્ટ પર પહોંચ્યો. તે ચેકીંગની લાઈનમાં ઊભો હતો ત્યારે ઘણું સાચવવાં છતાં તેના માથા પરથી પાણીનું એક ટીપું પાસપોર્ટમાના વિઝાના કાગળ પર પડ્યું. જે વિઝા ઓફીસરે ન ચલાવતા રોહન એ ફ્લાઇટમાં જઈ ન શક્યો. આપણો રોહન સહીસલામત છે રોહનના પપ્પા." રંજનબેન રડતાં મનહરભાઈને ભેટી પડ્યા. 

"પાણી એ જીવન છે, સનાતન સત્યને કોઈ કેમ ભૂંસી શકે!" રંજનબેનને માથે હાથ ફેરવતા મનહરભાઈએ રોહન ઘરે પહોંચે એટલે ગામમાં ખોદતાં તળાવમાં એક લાખ આપવાનો નિર્ણય કરી લીધો. 


Rate this content
Log in