Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Mariyam Dhupli

Crime Romance Tragedy

2.8  

Mariyam Dhupli

Crime Romance Tragedy

ઓળખ

ઓળખ

4 mins
647


ડિસેમ્બર , ૧૯૯૨ , મુંબઈ

ઘરના અન્ય સભ્યો લગ્ન સમારંભમાં ગયા હતા . એ ઘર પર જ રોકાઈ હતી . તબિયત ઠીક ન હોવાનું બહાનું ધરી દીધું હતું . પૂર્વનિશ્ચિત યોજના ધીરે ધીરે આગળ વધી રહી હતી . બધુજ નિશ્ચિત ક્રમમાં પાર પડી રહ્યું હતું . છતાં ખુબજ સાવચેતીથી દરેક ડગલું ભરવાનું હતું . એક નાનકડી ભૂલ માટે પણ કોઈ અવકાશની શક્યતા ન હતી .

ઝડપથી શરીર ઉપર એણે બુરખો ચઢાવ્યો. હાથમાંની કાળી બુકાનીથી ચ્હેરાને ઢાંકી લીધો . અરીસામાં એક ઉતાવળભરી દ્રષ્ટિ ફેરવી . ફક્ત બે સુંદર આંખો સિવાય કશુંજ દ્રશ્યમાન ન હતું .

સામેના ટેબલ ઉપર ગોઠવાયેલો ફોન રણકી ઉઠ્યો. એ રણકારથી એની શ્વાસો બમણી થઇ ઉઠી . પુરજોશમાં ધડકી ઉઠ્યું . ફોન ઉઠાવવા આગળ વધેલો હાથ થર થર ધ્રુજી રહ્યો . ઘરના કોઈ સભ્યએ તો.....હાથમાંની કાંડા ઘડિયાળ અને દીવાલ ઉપર લટકી રહેલી ઘડિયાળ બન્ને સાથે સમયની ચકાસણી થઇ રહી . આજ સમય તો નક્કી થયો હતો. આ એનોજ કોલ હશે અને એનોજ હોવો જોઈએ. હિમ્મત ભેગી કરી એણે ત્વરાથી રીસીવર હાથમાં લઇ લીધું .

એક તીણો ડરભર્યો અવાજ કંઠમાંથી દબાયેલા સ્વરે નીકળી આવ્યો .

" હેલો ...."

" સાંભળ, આજે નહીં ...."

" શું ? આજે નહીં તો કદી નહીં ...."

" અરે પણ બહાર પરિસ્થિતિ ઠીક નથી ."

" આ એક જ તક છે , જો એ હાથમાંથી નીકળી ગઈ તો ...મારે કોઈ રિસ્ક નથી લેવું ."

" પણ શહેરના હાલાત વણસી રહ્યા છે ...."

" તો ઠીક છે. હું ઘરે જ રહું છું અને આવતા અઠવાડિયે કોઈ અન્ય પુરુષની પત્ની બની જઈશ. આનાથી વધુ હાલાત વણસી શકે ?"

" સાંભળ.ઠીક છે. ચિંતા ન કર . તું નીકળ . હું પણ નીકળું છું . પણ સંભાળીને . તારો ખ્યાલ રાખજે . મુખ્ય બસ -સ્ટેશન પર મળીશું . "

" અલ્લાહાફિઝ ....."

" જય શ્રીકૃષ્ણ ....."

પોતાની બુકાનીને ચુસ્ત આખરી સ્પર્શ આપી એના ડગલાં ઘરમાંથી બહાર નીકળી પડ્યા . અંદરનો ભય અને બહારની પરિસ્થિતિનો ભય. બન્ને ભયના ગુણાકાર મનને પીગળાવી રહ્યા હતા . બુકાનીમાંથી બહાર તકાયેલી આંખોમાં એક પછી એક ભયંકર દ્રશ્યો ઉપસી રહ્યા હતા. ચારે તરફ લાગેલી આગ બધુજ ભસ્મ કરવાની જીદ જોડે વિફરી હતી. એ પછી વસ્તુ , વાહનો, દુકાનો હોય કે જીવતો જાગતો મનુષ્ય . લપાતીછૂપાતી એ ભયંકર વિનાશની સાક્ષી બનતી એ મુખ્ય બસ સ્ટેશન તરફ શ્વાસ લીધા વિનાજ દોડી રહી હતી. બુકાની પાછળ છુપાયેલો ચ્હેરો પરસેવે રેબઝેબ હતો . બુકાનીમાંથી દ્રશ્યમાન બે આંખો ડરના કુવામાં ડૂબી રહી હતી . અફરાતફરી અને માનવ ચીખો વચ્ચેથી માર્ગ કાઢતી જેટલી ઝડપે થઇ શકે એને મુખ્ય બસ સ્ટેશન પહોંચવું હતું. એ પણ પહોંચતો જ હશે.

અચાનક બુરખાની ધાર એની મોજડીમાં ભેરવાઈ અને એક પછડાટ સાથે એનું શરીર જમીન પર પછડાયું . બન્ને કોણીની ચામડી જમીન સાથે ઘર્ષણ કરતી થોડી લોહીમાં રંગાઈ રહી . પોતાના શરીરને બુરખા સાથે સંકેલવાનો સંઘર્ષ યથાવત હતો . અચાનક નજર ઉપર ઉઠી . થોડા ડગલાને અંતરે આવી ઉભેલું એક માનવ ટોળું તિરસ્કાર જોડે એને નિહાળી રહ્યું હતું. એ દરેક નજર એને સ્પષ્ટ કહી રહી હતી કે કેટલી ઘૃણા છે એમને એનાથી અને એના આ પોશાકથી . બુકાની કાઢી ટોળાને એ કઈ સંબોધવા ઇચ્છતી હતી . પણ એ કઈ કહી શકે એ પહેલાજ કેરોસીનનો ડબ્બો ઊંધો વળ્યો અને નામનીજ ક્ષણોમાં ન એનું અસ્તિત્વ રહ્યું , ન એના પોશાકનું.

મુખ્ય બસસ્ટેશન તરફ ઉતાવળે પહોંચી રહેલા એક પુરુષના ડગલાં બરાબર એજ સમયે શોકથી થંભી ગયા . સુંદર સફેદ ધોતી , ગળામાં રુદ્રાક્ષ , કપાળે લાલ ટીકો અને છાતી ને લપેટેલી મનમોહક શૉલ. કેટલું આહલાદ્ક યુવાન વ્યક્તિત્વ ! પણ સામે ઉભા માનવ ટોળાને એમાં કશું આહલાદ્ક અનુભવાઈ રહ્યું ન હતું . એ દરેક નજર તિરસ્કાર અને ઘૃણા જોડે એના પોશાકના દરેક અંશને ઘૂરકી રહી હતી . ભારોભાર નફરત હતી એમને એનાથી પણ અને એના આ પોશાકથી પણ. એ સંદેશો યુવાન દ્રષ્ટિ કળી ચુકી. ટોળાને સંબોધવાની એની ઈચ્છા પણ એના મનમાંજ ઘૂંટી દેવામાં આવી. બીજીજ ક્ષણે એ આહલાદ્ક યુવાન વ્યક્તિત્વ નિઃષ્પ્રાણ શહેરના રસ્તા ઉપર ઢળી પડ્યું .

એક દિવસ પહેલા .......

મરીન ડ્રાઇવ , મુંબઈ .

" તું ચિંતા ન કર, સંધ્યા. બધી વ્યવસ્થા થઇ ગઈ છે. કાલે સાંજે તું મારી જોડે હોઈશ. આ સમયે તો આપણા લગ્ન પણ થઇ ગયા હશે."

" આ શું છે જાવેદ?"

" આ મારી કઝીન નાઝીમાનો બુરખો છે. હવે ધ્યાનથી સાંભળ. ઘરેથી નીકળવા પહેલા આ બુરખો પહેરી લેજે. એનાથી કોઈ ને કઈ શંકા ન થશે. "

" અને આ ?"

" મારો એક મિત્ર નાટકમંડળીમાં કાર્ય કરે છે . એના પાસેથી આ પોશાક મળ્યો છે . હું આ પહેરીને જ આવીશ. "

" પણ જાવેદ , આર યુ શ્યોર ? આપણી ઓળખ આ પોશાકથી છુપાઈ રહેશે ?"

" ચોક્કસ માનવીની ઓળખ સદા એનાં પોશાકથીજ થતી આવી છે. જો વિચારો, લાગણીઓ, ભાવનાઓ દ્વારા થતી હોત તો કદી કોઈ સંધ્યા અને જાવેદને......"


Rate this content
Log in