Kaushik Dave

Abstract Action Inspirational

3  

Kaushik Dave

Abstract Action Inspirational

નવીનતામાં શું ?

નવીનતામાં શું ?

2 mins
219


દિવાળીના બીજા દિવસે સવારે સવારે એક મિત્રનો ફોન આવ્યો.

"હેલ્લો દવે ભાઈ, હેપી દિવાલી"

મેં પણ દિપાવલીની શુભકામનાઓ પાઠવી..

પછી એ મિત્ર બોલ્યા

" નવીનતામાં શું ચાલે છે ?"

મેં કહ્યું:-" ધોકો"

મિત્ર:-" એટલે?"

મેં કહ્યું:-" આજે પડતર દિવસ છે.. એટલે.."

મિત્ર:-" ઓહ્ એમ વાત છે ! પણ નવીનતા શું છે ?"

મેં કહ્યું:-" નવીનતામાં હજુ પણ દસ મહિનાથી કોરોના ચાલે છે.. આ જોને જૂન જુલાઈ મહિનામાં બધા હેલ્થ એક્સપર્ટ અને વૈજ્ઞાનિકો કહેતા હતા કે સપ્ટેમ્બર પછી કોરોના રહેશે નહીં.. સાથે સાથે જ્યોતિષીઓ પણ કૂદી પડ્યા કે ૨૩ સપ્ટેમ્બર પછી કોરોના સમાપ્ત થશે.. બોલો આ ધોખો કે ધોકો કહેવાય કે નહીં ?"

મિત્ર ને સમજણ પડી નહીં. બોલ્યો:-" હા..હા.. સાચી વાત.. પણ આ દિવાળી ને બેસતા વર્ષની વચ્ચે ધોકો કેમ આવ્યો ?"

મેં કહ્યું:-" વાત એમ છે કે કૃષ્ણ ભગવાને કર્મના સિદ્ધાંતો સમજાવ્યા હતા છતાં લોકો એ પ્રમાણે જીવતા નથી.. આ ધોકાના દિવસે આપણે આખા વર્ષ દરમિયાન કરેલા આચાર વિચાર તેમજ કર્મોનું મનન કરવું.. તેમજ ઈશ્વર માર્ગે નવા વર્ષમાં જીવવું.. કુદરતે આ ધોકાનો દિવસ જીવનનું એનાલિસિસ કરવા માટે આપ્યું છે. વધુ બહેતર જીવન જીવવા માટે અને વિચારવા માટેનો દિવસ છે.. આ વર્ષ દરમિયાન મારાથી તમને કંઈ દુઃખ થાય એવું બોલાઈ ગયું હોય તો માફ કરજો.. આમ આપણે ઈશ્વરની પણ માફી માંગી ને કુદરતના સિદ્ધાંતો મુજબ જીવવું.. તો જ આ ધોકા દિવસનો અર્થ સરે."

મારા મિત્ર ને આ વાત સમજાઈ.

બોલ્યો:-" સાચી વાત.. પણ ધોકો શબ્દ કેમ ?"

હું બોલ્યો:" અત્યારે તો શહેરમાં વોશિંગ મશીન વપરાય છે.. હજુ પણ ઘણા લોકો ધોકો વાપરે છે.. ગ્રામ વિસ્તારોમાં તો ધોકો જ વપરાય.. આ ધોકો એ આપણા મેલાં કપડાં ને મેલ મુક્ત કરવામાં મોટો ફાળો આપે છે.. ઘરની ગૃહિણીઓ કેટલી મહેનત કરીને કપડાં પહેરવા લાયક બનાવે છે.. બસ એજ રીતે આપણે આપણા મનમાં રહેલા મેલ, કપટતા, કુટીલતાને દૂર કરવી. અન્ય પ્રત્યે સદભાવનાથી જીવવું.. એજ સાચું છે.."

મિત્ર:-" તમે સારી વાત કરી. ચાલો. જય શ્રી કૃષ્ણ"

એટલામાં મારે એક બીજો ફોન આવ્યો...ટ્રીન ટ્રીન.


Rate this content
Log in

Similar gujarati story from Abstract