Shalini Thakkar

Classics Inspirational

4  

Shalini Thakkar

Classics Inspirational

નસીબ

નસીબ

2 mins
337


મશહૂર કારરેસર ખુશવંતસિંઘના અકસ્માતમાં થયેલા મૃત્યુથી સ્પોર્ટસ જગતમાં સોપો પડી ગયો હતો. ખુશવંતસિંઘ કાર રેસિંગમાં પાવરધા હતા અને સ્પોર્ટ જગતમાં એમણે ખૂબ જનામ કમાયું હતું. કેટલીક સિદ્ધિઓ અને મેડલ મેળવ્યા પછી આ રીતે એમના જીવનનો અંત આવી જતા તેમના પ્રશંસકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

એમના મૃત્યુ પછી એમની પત્ની અને એમના બે બાળકોનું જીવન વેરવિખેર થઈ ગયું હતું. ઉગતો સૂરજ બધામાંં પુજય છે અને એ જ સમાજની રીત છે. ખુશવંતસિંઘના ગયા પછી તેમના પરિવારમાંં પણ સૂર્યાસ્ત પછી થાય એવો અંધકાર થઈ ગયો હતો. એમની પત્ની સુનિતા દેવી પોતાના બે બાળકો અજય અને સિતારાને કેટલાય સંઘર્ષો વચ્ચે ઉછેરી રહી હતી. ધીરે ધીરે ઘરમાં પૈસાની તંગીને કારણે અજય એ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દેવો પડ્યો એણે ઘર ચલાવવામાં પોતાનીમાંને આર્થિક રીતે મદદ કરવામાંટેનાના મોટા કામ કરવાનું શરૂ કર્યું.

અજય પોતાના પિતાની જેમ ડ્રાઇવિંગમાંં ખુબ જ નિપુણ હોવાથી એણે મોટા થઈને ટેકસી ડ્રાઇવિંગનુંં કામ શરૂ કર્યું. આ કામ કરવાથી એને એટલા પૈસા મળી જતા કે એ એના પરિવારનું ભરણપોષણ અને અન્ય જરૂરિયાતો આરામથી પૂરી કરી શકતો. ડ્રાઇવિંગમાંં એની કુશળતા જોઈને એના બીજા ડ્રાઇવર મિત્રો એને કાર રેસિંગમાં ભાગ લેવામાંટે પ્રોત્સાહિત કરતા. પોતાના જીવનને ઉચ્ચ કક્ષામાં લાવવામાંટે એને પણ કાર રેસિંગ કરીને વધુ પૈસા કમાવા હતા પરંતુ એના પિતાના અકસ્માતમાં થયેલા મૃત્યુ પછી એનીમાંતા એને એ ક્ષેત્રમાં જવામાંટે રાજી ન હતી.

અજયની કેટલીએ વિનંતી કરવા છતાં પણ એનેમાંં એકથી બે ન થઈ અને એને કાર રેસિંગમાં ભાગ લેવામાંટે સંમતિ ન આપી. આખરે પોતાની માંતાને દુઃખના પહોંચાડવા માંગતા અજય એ કાર રેસમાંં ભાગ લેવાનું સપનું છોડી દીધું. ધીરે-ધીરે વખત જતા અજયની બહેન સિતારા ઉંમરલાયક થઈ ગઈ અને અજય પર તેને લગ્ન કરવાની જવાબદારી પણ આવી ગઈ અને એનીમાંતાની તબિયત પણ ધીરે ધીરે બગડવામાંંડી હતી જેની સારવારમાંટે પૈસાની પણ તંગી પડતી હતી. એવા સમયમાં એક મોટી ફોર્મુલા રેસ યોજાવાની હતી જેમાં ભાગ લેવાથી અજયને ખૂબ બધા પૈસા મળે એમ હતું. એની પરિસ્થિતિ જોતા એના મિત્રોએ એને ફોર્મ્યુલા રેસમાંં ભાગ લેવામાંટે સમજાવ્યો.

અજય પોતાની માતાને જાણ કર્યા વગર જ યોજાનારી મોટી ફોર્મ્યુલા રેસમાં ભાગ લેવાનું નક્કી કરી લીધું. પછી દિવસ-રાત એણે એ દિશામાં મહેનત કરવાનું શરૂ કરી દીધું. અને આખરે સ્પર્ધાનો દિવસ આવી ગયો. અજયની તનતોડ મહેનત રંગ લાવી અને એ ફોર્મ્યુલા રેસમાંં વિજેતા બનીને બહાર આવે છે. અજયની ઉપલબ્ધિથી એ રાતોરાત સેલિબ્રિટી બની જાય છે અને પછી ધીરે ધીરે એની આખી જીવનશૈલી બદલાઈ જાય છે. એ ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં પોતાનીમાંતાને સારવાર કરે છે અને પછી ધામધૂમથી એની બહેનના લગ્ન પણ કરે છે. ધીરે ધીરે એનું નસીબ પલટાતું જાય છે અને એ આ ક્ષેત્રમાં એટલો આગળ વધી જાય છે કે પોતે કાર રેસનું આયોજન કરતી એક મોટી કંપની નોમાંલિક બની ખૂબ સફળતા મેળવે છે .


Rate this content
Log in

Similar gujarati story from Classics