Shalini Thakkar

Children Stories Inspirational

4.0  

Shalini Thakkar

Children Stories Inspirational

નિર્મળ મન

નિર્મળ મન

2 mins
179


રોહન અને કરણ બે ખાસ મિત્રો હતા અને બંને એકબીજાની પડોશમાં રહેતા હતા. બંને બાળકોને એકબીજા સાથે ખુબજ ફાવતું. બંને સાથે જ સ્કૂલ જતા અને સાથે જ રમતા અને ક્યારેક તો બેમાંથી એકજ જણા ના ઘરે સાથે જ જમતા.એમની બંને વચ્ચેની દોસ્તી જોઇને તેમના પરિવારોને પણ ખૂબ જ આનંદ થતો. અને એને કારણે એ બે પરિવારો વચ્ચે પણ આત્મીયતા કેળવાઈ ગઈ હતી.

બન્નેના પરિવારો પણ એ બાળકોને લક્ષ્યમાં રાખીને જાતજાતની યોજનાઓ કરતા. ક્યારેક પિકનિક પર જતા તો ક્યારેક બાળકોને લઈને મુવી જોવા જતા અને આ રીતે બધા સાથે સરસ સમય પસાર કરીને આનંદ કરતા. એક દિવસ રોહન અને કરણ રમતા રમતા કોઈ એક વાત માટે ઝઘડી પડ્યા અને એ ઝઘડો એટલો બધો વધી ગયો કે એમના ઝઘડાનો અવાજ સાંભળીને બંને ના પરિવારના સભ્યો બહાર આવી ગયા. ધીરે ધીરે બંને પરિવારના સભ્યો પણ એ ઝઘડામાં સામેલ થઈ ગયા અને પછી એ ઝઘડો ઉગ્ર ચર્ચામા પરિણમ્યો. બંને બાળકો વચ્ચે થયેલી નાની વાતનું વતેસર થઈ ગયું અને એને કારણે બન્ને પરિવાર વચ્ચે વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું. બંને પરિવારના સભ્ય ગુસ્સામાં એકબીજાને પીઠ બતાવીને પોતપોતાના ઘરમાં જતા રહ્યા.

આ વાતને બે-ત્રણ દિવસ થઈ ગયા. પરંતુ કોઈએ એકબીજા સાથે બોલવાની કોશિશ ન કરી. બંને એકબીજા સામે નજર મેળવવાનું ટાળતા.અને સામે થઈ જાય તો તરત જ એક બીજા સામે મોં ફેરવીને બીજી દિશામાં જતા રહેતા. બાળકોની નાની વાતથી શરૂ થયેલા ઝઘડાના પરિણામે બંને પરિવારના સભ્યો પોતાના બાળકને એકબીજા સાથે મળવા માટે પણ રોકવા માંડ્યા.

જ્યારે નિર્મળ મનના બાળકો તો એ જ દિવસે થોડી જ વારમાં ભૂલી ગયા હતા કે એમના વચ્ચે કોઈ ઝઘડો થયો હતો.એક દિવસ બંનેના પરિવારો પોતપોતાના ઘરના આંગણામાં બેસીને વાતો કરી રહ્યા હતા.બંનેના ઘરના કમ્પાઉન્ડ વચ્ચે એકજ દિવાલ હતી. રોહન અને કરણ એ એકબીજાના જોયા અને ઘરના લોકોની નજર ચોરીને બંને રમવા નીકળી ગયા.એમના માટે તો ઝગડાનો અંત એજ દિવસે આવી ગયો હતો. બંને જણા એક બીજાને મળી ને ખુબ જ ખુશ થયા અને સાથે રમવાનું શરૂ કરી દીધું.

થોડી જ વારમાં ઘરના લોકોની નજર નજર રતા બાળકો પર પડી.બંને જણા એક બીજામાં ખોવાઈ ગયા હતા અને રમવામાં મસ્ત હતા, એ રીતે જાણે એ બે વચ્ચે કશું બન્યું જ નથી. બંને પરિવારના સભ્યોની નજર એક બીજા સાથે મળી અને એ લોકો ભોઠા પડી ગયા. આજે એમના બાળકો એ એમને એકબીજા પ્રત્ય વેરઝેર અને ફરિયાદ ભૂલી અને સંબધ કેવી રાખવો એ શીખવી દીધું.


Rate this content
Log in