પ્રાથમિક ફરજ
પ્રાથમિક ફરજ
"સંજીવ તમને મારી અને ઘરની તો કશી પડી જ નથી. બસ આખો દિવસ દવાખાનું અને દર્દીઓ જ દેખાય છે. આખરે અમારા પ્રત્ય તમારી પહેલી ફરજ છે. પહેલાં પરિવાર અને પછી જ પ્રોફેશન!" ડોક્ટર સંજીવ શાહની પત્ની સંધ્યા એમને કહી રહી હતી.
"મારો પરિવાર તો મારા માટે સર્વસ્વ છે. પણ તું એક ડોક્ટરની પત્ની છે. અને એક ડોક્ટર માટે પોતાની ફરજથી વધારે કશુજ નથી, એ તો તને ખબર જ છે. દર્દી તકલીફમાં હોય અને અમે ડોક્ટર પારિવાર સાથે મજા માણતા હોઈએ,તો દર્દીની પીડાનું શું ?" ડોક્ટર પોતાની પત્નોની ગુસ્સો શાંત કરતા બોલ્યા.
ડોક્ટર સંજીવ અને એમની પત્ની વચ્ચે ઘરમાંઆ પ્રકારનો સંવાદ અવારનવાર થતો.
સંધ્યા એક સીધી સરળ ગુહિની હતી. એના માટે એનું જીવન એટલે બસ એનો પતિ અને બાળકો અને એની દુનિયા એટલા પૂરતી જ સીમિત હતી. જ્યારે સેવાભાવી ડોક્ટર સંજીવ માટે એમની એક ડોક્ટર તરીકેની ફરજથી ઉપર બીજું કશુજ નહતું.
એ સંધ્યાને સમજવા પ્રયત્નો કરતા પણ આજે તો સંધ્યાનો પારો સાતમા આસમાને હતો. આજે એનો જન્મદિવસ હતો અને એણે પોતાનો જન્મ દિવસ સંજીવ સાથે પસાર કરવાનો પ્લાન કેટલા દિવસથી વિચારી રાખ્યો હતો પણ અણીના સમયે એક ઈમરજન્સી આવી જતા સંજીવે પોતાના દવાખાને જવું પડ્યું અને સંધ્યાના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી ગયું. બાળકો પોતાના કાર્યક્ષેત્રે વ્યસ્ત હતા અને સંજીવ પોતાના દવાખાનામાં. કોઈ ઈમેરજેન્સી કેસ આવ્યો હોવાથી સંજીવના મોડી રાત સુધી ઘરે આવવાના આસાર નહતા.
સંધાયાને એકલા ઘરમાં કંટાળો આવી રહ્યો હતો. એનું પિયર ગામમાંજ હતું ગુસ્સે ભરાયલી સંધ્યાને થોડી વાર ત્યાં જઈને પોતાની માને મળવાનું મન થયું. એને પોતાની ગાડી બહાર કાઢી અને ગુસ્સામાં ઘરની બહાર નીકળી. એનું મગજ વિચારે ચડ્યું હતું એવામાં એ જેવી થોડી આગળ ગઈ ટ્રાફિકમાં એનું સમતુલન હલી ગયું અને એની ગાડી રોડના સાઇડમાં રહેલા થંબલા સાથે અથડાઈ અને એનુ માથું ગાડીના સ્ટેરીંગ સાથે અફડાયું. એને તરતજ સમયની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો.
એનો પતિ ઇમેરજેન્સીમાં હોવાના કારણે ફોન નહી ઉચકે એ ખાતરીથી એને વધુ સમય બગાડ્યા વિના એના પતીના ખાસ ડોક્ટર મિત્ર અજય શાહને ફોન લગાવ્યો. ડોક્ટર અજય પોતાના ઘરે એમની મેરેજ એનીવર્સરી ઉજવી રહ્યા હતા પણ સંધ્યાનો ફોન આવતાં બધું છોડીને એનો ફોન રિસિવ કર્યો. સંધ્યા એ પોતાની પરિસ્થિતિ અને ઘટના સ્થળ ડોક્ટરને બતાવ્યું અને એમ્બ્યુલન્સની આવવાની રાહ જોવા લાગી. એમ્બ્યુલન્સ આવતા સુધીમાં તો એના માથામાંથી ખુબ લોહી વહી ગયું હતું અને એ લગભગ બેભાન જેવી થઈ ગઈ. એમ્બ્યુલન્સ આવતાં એને તરતજ હોસ્પિટલ દાખલ કરાવાઈ અને એની સારવાર શરૂ થઈ ગઈ.
ડોક્ટર અજય તરફથી સંજીવને મેસેજ પણ મોકલાવી દેવામાં આવ્યો. થોડી વારમાં એ પણ ત્યાં હજાર થઈ ગયા. તાત્કાલિક સારવાર મળવાને કારણે સંધ્યાની હાલતમાં થોડો સુધારો આવ્યો. ડોક્ટરે કહ્યું કે "થોડું પણ મોડું થયું હોત તો કદાચ એની તકલીફ વધી જાત."
ડોક્ટરની વાત સાંભળીને સંધ્યા અને સંજીવ એ ડોક્ટરનો આભાર માન્યો. પોતાને તકલીફ થઈ અને એ કટોકટીના સમયમાં ડોક્ટર એ પોતાના ઘરમાં ચાલી રહેલી અંગત પાર્ટી છોડીને સંધ્યાની સારવાર કરી ત્યારે એને ડોક્ટરના જીવનનીની પ્રાથમિકતા સમજાઈ અને એણે સંજીવની માફી માંગી.