Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

રીમ ઝીમ ગીરે સાવન

રીમ ઝીમ ગીરે સાવન

3 mins
297


બ્લેક ટ્રેક અને વ્હાઇટ ટી શર્ટ, માથે હેડફોન લગાવી ને, જોગર્સ પાર્કમાં જોગિંગ કરી રહેલી પલ્લવીની ગતિ આજે રોજ કરતા વધારે તેજ હતી. પરસેવાથી રેબઝેબ થયેલા એના ચેહરા પર વાતાવરણ રહેલા ઉકળાટથી થયેલો પસીનો પણ ભડી ગયો હતો. કાલે રાતથી એ બરાબર ઊંઘી નથી એ એના ચેહરા પર સ્પષ્ટ ઝલક્તું હતું. એની અંદર કોઈક વિચીત્ર અકળામણ ચાલી રહી હતી જેને બહાર કાઢવા માટે એ વધુ ઝડપથી ચાલી રહી હતી.

'આખરે શું થયું હશે પિયુષ ને ? મને મળવા બોલાવી અને એ પોતેજ ન આવ્યો ? એવું તે શું બન્યું હશે કે એ મારો ફોન પણ નથી ઉચકતો." પલ્લવી મનોમન વિચારી રહી હતી.એના મનમાં રહેલો ઉચાટ ચરમસીમા એ પહોંચી ગયો હતો.વાતાવરણમાં રહેલો બફારો એના મનની અકળામણ ને વધુ વેગ આપી રહ્યો હતો.

"હવે તો વરસાદ પડે તો થોડી શાંતિ લાગે." ચેહરા પરથી પરસેવો સાફ કરતા પલ્લવી એ વિચાર્યું અને પછી પોતાની લાંબી દોડને વિરામ આપતા એ પાર્કના ખૂણામાં મુકેલી બેન્ચ પર આવી ને બેસી ગઈ.

"શું થયું હશે ? પિયુષ ને કોઈ વાતનું ખોટી તો નહિ લાગ્યું હોય ?" પલ્લવીનું મન ફરી વિચારે ચડ્યું. એ સ્વભાવે પહેલેથી એકદમ સ્પષ્ટ વક્તા હતી, જે મનમાં ચાલે એ તરત જ ચેહરા પર ઝલકે,એટલી પારદર્શક! કોઈ વાત છુપાવવી એના સ્વભાવમાં જ નઈ. પિયુષ એનાથી એકદમ વિપરીત, સ્વભાવે શાંત અને અંતર્મુખી.ચારવર્ષથી બંને એકજ ઓફિસમાં કામ કરતા હતા.બંને વચ્ચે થયલી મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એની એમને ખબર પણ ના પડી. પિયુષને ક્યારેય કોઈ વાતનો ગુસ્સો નહતો આવતો. ક્યારેક કોઈ વાતે નારાજગી થાય તો પણ એ લાંબી ના ચાલે. અને એટલે જ છેલ્લા ચાર દિવસથી પિયુ ની કોઈ વાત પર નારાજગી પલ્લવીને અંદરથી અકળાવી રહી હતી.

વિચારોમાં મગ્ન પલ્લવી એ પોતાનો મોબાઈલ કાઢીને જોયું તો એના ધબકારા ચૂકી ગયા. પિયુષનો મેસેજ હતો.એને ફટાફટ મેસેજ ખોલીને વાંચ્યો જેમાં લખ્યું હતું,

"પલ્લવી, શું લખું સમજ નથી પડતી. તારો સામનો કરવાની હિંમત નથી એટલે મેસેજ કરું છું. ચાર દિવસ પહેલા તને મળવાનું હતું ત્યારે હું તને સરપ્રાઈઝ આપવાના આશયથી આપણા મળવાના સમય પહેલાં જ તારા માટે ગિફ્ટમાં ડાયમંડ રીંગ લઈને તારા ઘરે આવ્યો હતો. ત્યાં આવી ને દૂરથી જોયું તો તું સુરેશ સાથે બાઈક પર બેસીને બહાર જતી દેખાઈ. તારી અને સુરેશ વચ્ચેની સમીપતા જોઈને મને તારા અને એના સંબંધ પર શક થયો અને હું ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો. પરંતુ ગઈકાલે રાતે સુરેશ મને મળવા માટે આવ્યો હતો. અને મારા મનમાં ઉપજેલી શંકા વિશે જાણીને એને ખુબ દુઃખ થયું . એણે મને તારા અને એના વચ્ચેના સંબંધની હકીકત બતાવતા કહ્યું કે તમે બંને એક બીજાને નાનપણથી રાખડી બાંધો છો અને તારા અને એના વચ્ચે ભાઈબેન જેવા સંબંધ છે.

તું છેલ્લા બે ત્રણ દિવસથી મને લઈ ને ઉદાસ હતી એટલે સુરેશ તારા મનની વાત જાણી અને મને મળવા આવ્યો હતો. મારા મનની વાત જાણ્યા પછી એને મારા મનનો વહેમ દૂર તો કર્યો પણ મેં તારા પર શક કર્યો એ વાતનું મને ખૂબ દુઃખ છે. આશા છે તું મને માફ કરી દઈશ.

પિયુષનો મેસેજ વાંચી ને પલ્લવી ની આંખો ભીની થઈ ગઈ. એણે જવાબમાં પિયુષને લખ્યું કે એમાં ભૂલ એની પણ હતી. એણે પિયુષ ને પહેલેથીજ સુરેશ વિશે જણાવી દેવું જોઈતું હતું. બંને વચ્ચે મેસેજની આપ લે થઈ અને બંનેના મન હળવા થઈ ગયા.

વાતાવરણમાં પણ ઠંડી હવા ચાલવા માંડી અને ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ. ઋતુના પહેલા વરસાદની પહેલી બુંદ પલ્લવીના ચેહરા પર પડી અને એના અંતરમન ને સ્પર્શી ગઈ. એણે પોતાનાની ગાડી ઘરની દિશામાં વાળી અને ગાડીમાં વાગતું ગીત ગણગણવા લાગી,

"રીમઝીમ ગીરે સાવન,

સુલગ સુલગ જાયે મન,

ભીગે આજ ઈસ મૌસમ મે,

લગી કૈસી યે અગન.


Rate this content
Log in