Shalini Thakkar

Children Stories Others

4.0  

Shalini Thakkar

Children Stories Others

જાદુની છડી

જાદુની છડી

2 mins
186


ચંદનપુર ગામમાંએક જાદુગર રહેતો હતો.એ જાદુગરી કરવામાં માહિર હતો.એ પોતાની જાદુઈ છડી ફેરવીને અવનવા ચમત્કાર કરતો અને પોતાના સ્વાર્થ માટે પોતાના જાદુથી બીજાને નુકશાન કરતાં પણ અચકાતો નહતો.

એક વાર ગામના રાજા પ્રતાપસિંહએ એને પોતાના દરબારમાં જાદુનો ખેલ બતાવા માટે બોલાવ્યો. જાદુગરે રાજાના દરબારમાં જઈ અને જાતજાતના જાદુના ખેલ બતાવીને રાજાને પ્રભાવિત કરી દીધા. દરબારમાં જાદુનો ખેલ કરતી વખતે જાદુગરની નજર પ્રતાપસિંહની રાજકુમારી ચંદા પર પડી અને એ એના પર મોહી પડ્યો. એણે રાજકુમારીને મેળવવા માટેએક યુક્તિ કરી. એને પોતાની જાદુઈ છડીથી કોઈને ખબર ન પડેએ રીતે રાજકુમારીનું એક સુંદરનાના પંખીમાં રૂપાંતર કરી દીધું અને પછીએને પોતાના થેલામાં મૂકીને પોતાની સાથે લઈ ગયો.

રાજાને જ્યારેએ વાતની જાણ થઈ કે રાજકુમારી મહેલમાંથી ગાયબ છેએણે આખા મહેલમાં હાહાકાર મચાવી દીધો અને રાજકુમારીની શોધમાં ચારે દિશામાં પોતાના સૈનિકો દોડાવી દીધા. રાજાએ, રાજ કુમારીને જે કોઈ પણ શોધી લાવેએના માટે મોમાંગ્યું ઇનામ જાહેર કરી દીધું. ચારે દિશામાં આ વાત ફેલાઈ ગઈ અને લોકો રાજકુમારી ચંદાની શોધમાં લાગી ગયા.

ચંદનપુર ગામના બાજુમાં નવાપુર ગામમાં પણ આ વાત ફેલાઈ ગઈ. એ ગામમાં પણ એક જાદુગર રહેતો હતો જે પોતાના જાદુનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરતો. આ વાતની જાણ થતાંએ તરતજ ચંદનપુરમાં ગયો અને રાજા પ્રતાપસિંહના દરબારમાં જઈનેએમને મળ્યો. દરબારમાં આવતાં જએને પોતાની જાદુઈ શક્તિથીએ વાત જાણી લીધી કે ચંદનપુરના જાદુગરએ રાજકુમારી ચંદાને જાદુથી પંખી બનાવીને કેદ કરી દીધી છે. એ વાતએણે રાજાને બતાવી રાજા અને કહ્યુકેએ પોતાના જાદુથી ફરી ચંદાને પંખીમાંથી માનવ સ્વરૂપમાં લાવી શકશે ત્યારે રાજા ખુબજ પ્રસન્ન થઈ ગયા અને નવાપુરના જાદુગરને કહ્યું કે જોએની વાત ખરેખર સાચી પડશે તોએએને મોમાંગ્યા ઇનામથી નવાજી દેશે.

પછી રાજા પ્રતાપસિંહએ તરતજ પોતાના સૈનિકોને જાદુગરના ઘરે મોકલાવીનેએ જાદુગર અનેએમાં ઘરે પીંજરામાં કેદ પંખી મહેલમાં લઇ આવનો આદેશ આપ્યો. થોડી જ વારમાં તો સૈનિકો જાદુગરના ઘરે જઈને જાદુગર અને પિંજરામાં રહેલા પંખીને લઈને પાછા મહેલમાં ફર્યા. નવાપુરના જાદુગરએ તરત જએ પિંજરામાંથી પંખીને બહાર કાઢ્યું અને પોતાની જાદુની છડી ફેરવી અનેએ પંખી રાજકુમારી ચંદામાં રૂપાંતરિત થઈ ગયું. જાદુગરનો કમાલ જોઇને રાજા આશ્ચર્ય ચકિત થઈ ગયા અને પોતાની પુત્રી ચંદાને મળીને ખૂબ પ્રસન્ન થઈ ગયા.એમને ચંદનપુરના જાદુગરને આજીવન કેદ સજા જાહેર કરી અને નવાપુરના જાદુગરને જે ઇનામ જોઈએએમાંગવા માટે કહ્યું.

નવાપુરાના જાદુગરે ખૂબ જ નમ્રતાથી હાથ જોડીને રાજાને કહ્યું કેએ પોતાની જાદુઈ શક્તિનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરે છે. અનેએના બદલામાંએને કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા નથી. રાજાની રાજકુમારીએની જાદુ શક્તિથી પાછી હેમખેમએના મહેલમાં ફરીએ જએના માટે મોટામાં મોટું ઇનામ છે. એની વાત સાંભળીને રાજા અતિ પ્રસન્ન થઈ ગયા અનેએણે પોતાની રાજકુમારી ચંદાના લગ્નએ જાદુગર સાથે કરવાનો નિર્ણય કરી લીધો અને સાથે સાથે પોતાનું અડધું રાજપાટ પણએને આપવાનું નક્કી કરી લીધું.

આમ પોતાના કૌશલ્યનો દુરુપયોગ કરીને લોકોનું નુકસાન કરવાના કારણે ચંદનપુરના જાદુગરને સજા થઈ અનેએ જ કૌશલ્યનો સદ ઉપયોગ કરનાર નવાપુરના જાદુગરને મોટું ઈનામ મળ્યું.


Rate this content
Log in