Shalini Thakkar

Inspirational

4.0  

Shalini Thakkar

Inspirational

રોકાણ

રોકાણ

2 mins
153


રમેશ પોતાનું ઘર ચલાવવા રાત દિવસ મહેનત કરતો,પણ એનો પરિવાર મોટો હતો અને કમાનાર એ એકજ હતો,એટલે હંમેશા એની સ્થિતિ 'બાર સાંધે અને તેર તૂટે' જેવી જ રહેતી. ઘરમાં ઘરડા માબાપ, પત્ની, બે બાળકો, એક નાનો ભાઈ અને એક બેન, આમ આઠ જણા હતા. એની સામાન્ય નૌકરી અને આઠ જણા વચ્ચે કમાનાર એ એકજ અને ઉપર થી આટલી બધી મોંઘવારી.એને હંમેશા થતું કે આ નૌકરી છોડીને એ કોઈ વ્યાપાર શરૂ કરી દે પણ હિંમત નહતી પડતી.પરંતુ દિવસે દિવસે એના ઘર ના ખર્ચા વધતા ગયા,અને એની તકલીફો પણ વધતી ગઈ.

ઘરડા માબાપની દવાઓ, બાળકોમાં ભણતરની ફી, ભાઈની કોલેજ અને બહેનના લગ્નની તૈયારી, એ બધાજ ખર્ચાઓથી ઘેરાયલા રમેશે એક દિવસ કંટાળીને નૌકરી છોડી ને કોઈ ધંધો શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો. એને જોયું કે એની પાસે બચતના નામે ખુબ જ નાની રકમ હતી અને કોઈ ધંધો કરવો હોય તો એ બચતને દાવ પર લગાડવી પડે. પણ એને પોતાની મેહનત પર પૂરો ભરોસો હતો. એણે હિંમત કરીને પોતાની નૌકરી છોડી દીધી અને પોતાની નાની એવી બચતથી શહેરમાં એકદમ ભરચક વિસ્તારમાં એક દુકાન ભાડે રાખી.

એ પોતાના ઘરના સંજોગોને કારણે વધુ ભણી નહતો શક્યો. અને એવા સંજોગોમાં એણે ક્યો ધંધો શરૂ કરવો એ સમજ નહતી પડતી. ખૂબ વિચાર કર્યા પછી એણે પોતાની દુકાનમાં નાની હોટલ શરૂ કરી. એમાં એણે પોતાની પત્નીની મદદથી વડાપાવ અને ચા બનાવીને વહેચવાની શરૂઆત કરી. ધીરે ધીરે એમાં એની ખુબજ સારી આવક થવા લાગી. એને પોતાની હોટલમાં એક માણસ રાખી અને બીજી ફાસ્ટ ફૂડ આઇટમો પણ બનવાની શરૂ કરી દીધી. ધીરે ધીરે એની હોટલનું નામ થવા માંડ્યું.આવક એટલી વળી ગઈ કે ઘરના બધાજ ખર્ચો આરામથી નીકળવા માંડ્યા અને ઉપરથી સારી એવી બચત પણ થવા લાગી.

થોડા સમય પછી એની બચતમાં વધારો થતાં એને એ બચેલા પૈસામાં થોડી લૉન લઇ ને બીજા પૈસા ઉમેર્યા અને એ દુકાન ખરીદી લીધી. એણે પોતાની નાની સરખી બચતનું મૂડીરોકાણ કરવાનું જોખમ લેવાનો નિર્ણય લીધો અને એ નિર્ણયમાં એની મેહનત અને ધગશનો ઉમેરો થતાં એની ખુબ પ્રગતિ થઈ. થોડા વર્ષોમાં તો એનો ધંધો વિસ્તાર પામ્યો અને એણે પોતાની હોટેલ શહેરના ચારથી પાંચ સારા વિસ્તારોમાં શરૂ કરી દીધી અને અઢળક પૈસા કમાયો. માત્ર થોડા પૈસા અને ખુબ બધી મેહનતનું બીજ રોપીને એની પ્રગતિનું ઊગેલું વૃક્ષ ફૂલીફાલીને મજબૂત બની ગયું અને એની અને એના પરિવારની જીવનશૈલી બદલાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational