નોક્સ
નોક્સ
લોસ એન્જેલસના સેન્ટ્રલ હાઈવે પર સામાન્ય રીતે વિકએન્ડ સિવાય ટ્રાફિક ખુબ ઓછો રહે છે. આ સેન્ટ્રલ હાઈવે પરથી ૧૯ જૂન મંગળવારના રોજ બપોરે બે વાગ્યે પોલીસની બસ ઝપાટાભેર દોડી રહી હતી અને એની આગળ અને પાછળ દોડી રહી હતી પોલીસની કાર અને જીપ. આ બસમાં હતો નિકોલસ નોક્સ. ડ્રગ્સનો કુખ્યાત વેપારી અને મોહક દેખાતો યુવાન એટલે નિકોલસ, એ જેટલો માસુમ દેખાતો એટલો જ ખતરનાક હતો. કોર્ટે અગિયાર વર્ષની સખત સજા કરી હતી. અને એટલે એને એ બસમાં જેલમાં લઇ જવામાં આવતો હતો. બસની આગળ ચાલતી કારે કંટ્રોલ ગુમાવ્યો અને એ આમતેમ થવા લાગી, એની પાછળ ચાલતી બસનો ડ્રાઈવર કઈ વિચારે અને બ્રેક મારી કે તરત જ એની બસ પણ કારની જેમ જ કંટ્રોલ બહાર થવા લાગી, એ નક્કી હતું કે રસ્તા પર ઓઇલ જેવું કંઇક રેલાયેલું હતું જેના થકી ડ્રાઈવર પોતાના વિહિકલ પરથી કંટ્રોલ ગુમાવી રહ્યા હતા. આ બંને સાથે પાછળથી જીપ ધડાકાભેર ઠોકી અને બાજુએ આડી પડી ગઈ, બસ અને કાર બંને જાણે રસ્તા પર ધમાલ કરતા હોય એમ આમથી તેમ સળવળી રહ્યા હતા. ત્યાં જ કાર બસ સાથે અથડાઈ અને ચાર પાંચ ગુલાટ ખાધા પછી ઊંધી થઈને પટકાઈ. શક્યતા જ નહોતી કે અંદરથી કોઈ જીવતું પણ બચે. અને કાર સાથે અથડાવવાના કારણે બસ પણ સહેજ ખોટકાઈ અને આડી પાડીને આશરે દસ ફૂટ દૂર જઈને થોભી ગઈ. આ આખો અકસ્માત પાંચસોથી સાતસો મીટરના ગાળામાં થયો હતો. ત્રણેય વાહનોમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા અને આ જોઇને સાવ થોડા જે વાહનો હતા એ પણ ઘણા દૂર અટકી ગયા હતા ક્યાંતો બહુ દૂર નીકળી ગયા હતા. વાહનોની અંદરના વ્યક્તિઓ સખત ઘવાયા હશે એ વાત નક્કી હતી.
થોડીવાર રહીને બસનો દરવાજો ઠોકતો હોય એવો આવાજ આવ્યો અને ચાર વખત ઘા કર્યાં પછી કાચ તોડીને હાથમાં હાથકડી પહેરીને નિકોલસ માંથામાં ઈજા સાથે લથડીયા ખાતો બહાર આવ્યો. એને ખાતરી થઇ ગઈ હતી કે એ હવે ભાગી શકાશે અને ભાગ્યો. સામેથી એક કારમાં એના સાગરીતો આવી રહ્યા હતા એને લેવા માટે, એ દોડતો હતો. પોલીસ કાર જે ઊંધી પડી હતી એની બારીમાંથી એક હાથ બહાર આવ્યો અને એમાં હતી ગન. ધ્રુજતા હાથે ગોળી છોડી એ પોલીસવાળાએ. નિકોલસને ન લાગી. એણે હાથ ઊંચા કર્યા અને એના સાગરીતોએ ગોળી છોડી, હાથકડી પર લાગી અને હાથ છૂટાં થઇ ગયા, નિકોલસ હસ્યો અને ત્યાં જ ફરી ગોળી છૂટી જે નિકોલસની પીઠમાંથી આરપાર થઈને છાતીમાંથી નીકળી ગઈ, નિકોલસ દોડતો રહ્યો અને અચાનક પડ્યો, લોહીની ધાર છાતીમાંથી વહી રહી હતી. હાથ હજુ પણ ઉપર જ હતા અને પેલા પોલીસમેનના હાથમાંથી ગન પડી ગઈ, કદાચ એ ...
નિકોલસ ત્યાં જ ફસડાય પડ્યો. એ પોલીસમેનનું નામ હતી ડીનો નોક્સ. નિકોલસ નોક્સનો પિતા.