નંબર 5
નંબર 5
{ પ્રસ્તાવના
વાર્તા, હોરર વાર્તા એટલે એવુ કે અંદર કોઈ ભૂતની કહાની આપી તો હોય, કેમ કોઈને મારે, કેમ હેવાન બને, કાંતો પછી કેમ કોઈની આત્મા એમજ ભટકતી રહે, એનો આખો જવાબ શોધવાનો હોય પરંતુ જો જીવતા રહ્યા તો જવાબ નહીંતો પાછી એ જ મગજમારી !
વાર્તામાં તમને વાસ્તવિકતાનો અનુભવ થશે. ધ્યાનથી વાંચવામાં આવશે તો હાથ અને પગમાં થોડી ધ્રુજારી પણ આવશે. એટલે બદલ હું માફી માંગીશ પરંતુ વાર્તાની સાચી મઝા તો આપવામાં આવશે જ. ખુબ ખુબ આભાર. }
૨૯ ઓગસ્ટ ૨૦૧૯
એક ગાડી, આ ગાડી બનાસકાંઠાના પહાડી વિસ્તારમાં ઈડરથી થોડેક આગળ અંધારા ગોટ વિસ્તારમાં ડ્રાયવર જે જર્નાલિસ્ટ છે મહેશ પટેલ, જે ગાડી ચલાવી રહ્યો હતો. વરસાદી વાતાવરણ હતું પણ હજુ સુધી વરસાદતો નહોતો આવ્યો પણ હવે વરસાદ તો ચાલુ થઈ ગયો. મહેશની જોડે તેનો નોકરી ટીમનો માણસ વિનય જોડે હતો. તે પાતળા રસ્તામાંથી આગળ વધતા હતા તો રસ્તો ભુલવાને લીધે તે બીજા રસ્તે પહોંચ્યા.
બીજા રસ્તે આગળ નીકળ્યા તો મોસમી પવન સાથે વાતાવરણમાં બહુજ ઝડપી વરસાદ ચાલુ થયો. ગાડીનું વાઈપર ચાલુ તો હતું પરંતુ વરસાદ વધારે અને છાંટા મોટા હોવાને કારણે આગળ દેખાતું થયું બંદ. તો આ ધીમે ધીમે ગાડી ચલાવતા આગળ પહોંચ્યા તો એક સમય એવો આવ્યો કે ગાડી ધીરેક રહીને ઊભી રાખતા કાંચ ખોલીને મહેશે જમણી બાજુમાં બસો મીટર દૂર એક ઘર જોયું. ઘર જોતા એમ લાગતું હતું કે ખંડેર હશે, ઘરની આગળની બાજુ ઘણું નક્કામું જાડ જાડી ઉગી ગયા હતા. તો મહેશને વિચાર તો આવ્યો કે શું છે આ ?
"વિનય, આ છે શું? ઘર તો દેખાય છે ખંડેર છે, કોનું હશે ખબર છે કંઈ?" મહેશે વિનયની સામું જોઈને કહ્યું.
"મહેશભાઈ, આ ઘર છેલ્લા પાંચ વર્ષથી બંદ હતું. અમે તપાસ પણ કઈ હતી, તો સમાચાર મુજબ આ ઘરમાં પાંચ લોકોએ આત્મહત્યા કરી હતી એવુ સાબિત થયું હતું. મહેશભાઈ અહીંથી નીકળીએ તો સારું રહેશે કેમ કે આવું જોતા ડર લાગે છે મને અને બીજું કે હકીકત છે કે એ પાંચની આત્મા અંદર જ છે." વિનયે ડરેલા અવાજે કહ્યું.
મહેશ તો તેની સામું આશ્ચર્ય સાથે જોતો જ હતો ત્યાં મહેશના જમણાં કાન નીચે શર્ટના કોલર થોડુંક ઉપર કોઈએ આંગળી ફેરવી હોય તે રીતે ગલી થઈ, તો મહેશને થોડાક આંખમાં અંધારા આવ્યા જે ગલી થાય ત્યારે થાય.
"ભાઈ, મને લાગી રહ્યું છે મારે બહાર નીકળવું પડશે." મહેશે કહ્યું.
"ના ભાઈ, રહેવાદોને યાર, કેમ આમ કરો છો! ઉડતું તિર લેવાય નહીઁ." વિનયે કહ્યું ડરેલા અવાજે.
"જો ભાઈ, આપણે જે રસ્તે જવાના હતા તે રસ્તો આ નથી. જો આત્મામાં માનતો હોય તો પરમાત્મામાં માન કે એમને આ રસ્તો આપ્યો. જે થવાનું હશે તે થશે તું ખાલી મારી જોડે આવ. મર્યા તો જવાના ક્યારેક તો, પણ મઝા લઈને." મહેશે કહ્યું.
"મોતની મઝા ના હોય ભાઈ." વિનયે કહ્યું.
હસતા મોંઢે, "જે થશે તે મારી ઉપર છોડ બહાર નીકળ." મહેશે આટલુ કહેતાંની સાથે દરવાજો ખોલીને બહાર આવ્યો.
વરસાદ ફૂલ હતો તો મહેશ બહાર આવ્યાની સાથે બહુજ ભીનો થઈ ગયો. તે વિનયને પોતાની જગ્યાએ બોલાવ્યો અને આગળ જવાનુ ઈસારો કરી આગળ નીકળ્યો. મહેશની આંખ કાન નાક હાથ પગ બધુંજ સમજી વિચારીને આગળ વધારતો હતો. મહેશ નીચે જોઈને આગળ વધ્યો. તેને કંઈ વધારે અગરુ લાગતું નહોતું.
હવે આવ્યો સમય તકલીફનો, થયું એવુ મહેશ વિનયની જમણી બાજુ ઊભો હતો. મહેશ ઘર સામું જોતો હતો. વિનય અને મહેશની વચ્ચે ત્રણ ફૂટ જેટલી જગ્યા હશે. તો કોઈ પાછળથી મહેશની ડાબી બાજુથી ભયંકર રીતે ભાગતો કોઈ આગળ ગયો તો મહેશના કાનમાં થોડીક એવી હવા ઝડપથી ગઈ અને મહેશને એહસાસ થયો કે મારી ડાબી બાજુથી કોઈ આગળ ગયું.
"વિનય, તે જોયું કંઈ! તારી અને મારી જોડેથી કોઈ બંદૂકની ગોળીની ઝડપથી આગળ ગયું!" મહેશે આશ્ચર્ય સાથે અને થોડા ડર સાથે કહ્યું.
" નનણણણણણન ના મહેશભાઈ, મમમમમ મેં કક્કક કંઈ જોયું નહીઁ." એકદમ ડરેલા અવાજે સુન મારી જતા વિનયે કહ્યું અને તે મહેશ સામું જોતો હતો.
મહેશ આગળ અને પાછળ બંને જગ્યાએ જોતો હતો પણ કંઈ મળે તેવું લાગતું નહોતું.
"ચાલ, થોડાક અંદર જઈયે." મહેશે કહ્યું.
"જો ભાઈ, વરસાદ ચાલુ ના હોત તો હું અત્યારે આટલોજ પરસેવાથી પલળેલો હોત. હજુ સમય છે પાછું જવાનુ." વિનયે કહ્યું.
"હું થોડુંક નજીક જવાનુ કહું છું, ઘરમાં નથી કહેતો. બસ ઘરની બહાર શું ચાલી રહ્યું છે! તે સમજવાની કોશિશ કરું છું. એક કામ કરી તું અહીજ ઊભો રહે, હું થોડોક આગળ વધુ છું." મહેશે કહ્યું.
"હા વાંધો નહીઁ." વિનયે કહ્યું.
મહેશ થોડોક આગળ વધ્યો, આગળ વધ્યાની સાથે વરસાદમાં થોડીક હલન-ચલન જેવું તેને લાગ્યુ. આત્માનો થોડોક વરસાદમાં ભીનાશ પડતો પડછાયો જોવા મળ્યો. તો કોઈ પાછળથી આવ્યું અને જોરથી પગ ઊંચા કરું સાત આઠ ફૂટ ઊંચો નાખ્યો અને તે નીચે પટકાયો. મહેશ જેવો નીચે પટકાયો આંખો લાલ, ચહેરા પર ડર અને પગમાંથી નીકળતું લોહી, આટલુ દેખાવા માંડ્યું. મહેશ ઊભો થઈ આજુબાજુ જોવા માંડ્યો, સુન મારી ગયો. વિનય ત્યાં પાછળથી જોઈ રહ્યો પણ તે તો હદ બહાર સુન મારી ગયો. તે થોડાક ચક્કર ખાઈને પડ્યો. મહેશે ધીરેક રહીને વિનય બુમ પાડી પણ એ નીચે પડ્યો હતો બેભાન અવસ્થામાં.
હવે કંઈક એવુ થયું કે એક જાડ મહેશ પર પડતું હતું તો તેને જગ્યા બદલી દીધી. જાડ પડયું તો વાગ્યું નહીઁ એને. ત્યારબાદ એ ઘર સામું જોતો હતો સુન મારી ગયેલો. પાછળ વિનય બેભાન, ગાડી ચલાવતી વખતે આગળ દેખાવું નહીઁ, મહેશને એકલો હેરાન કરવો, વિનયને ખબર પણ ના પાડવી, આ બધી લીક એક વાતને જોડી રહી હતી.
મહેશ આગળ જોતો હતો તો પાંચ પડછાયા વરસાદના લીધે ભીના થતા હોય તેવું દેખાયું. હવે હતું એવુ કે મહેશને અલ્ટ્રા સાઉન્ડ કાનમાં અવાજ આવવા માંડ્યો, ધીરે ધીરે મહેશ કાન બંદ કરવા માંડ્યો અને ધીરેથી વધુ અવાજ થતા તે એકદમ ચીસ પાડવા માંડ્યો. જોરમાં બે ત્રણ વાર ચીસ પડી અને ઘરે ઊંગ્યો હતો તો ચીસ પાડીને ઊભો થયો. સપનું આવ્યું તો પણ જોરદાર આવું ખરાબ.
મહેશ ઉઠ્યો ઘરે સવારે તો હાલત તેની પાતળી થઈ ગઈ, પરસેવો માથા પર. જોરદાર દાવ હતો.
મહેશ ઉઠ્યો, શ્વાસ રૂંધાવા લાગ્યો, ઊભો થયો તો ઊભો નહોતો રહી શકતો, આંખે એને કંઈ દેખાતું નહોતું, લથ્થડીયા ખાતો હતો. કશું જ ના દેખાવાને લીધે ઘરમાં પડેલી બધી વસ્તુ નીચે પડતી હતી. તો એ જ સમયની વાત હશે કાંચનો ગ્લાસ નીચે ફૂટ્યો અને આ ફૂટવાથી વેરાયેલા કાંચને લીધે મહેશ લપસ્યો અને સીધો કાંચના ટુકડા પર પડતા ઘણું વાગ્યું.
સપનું આવવું તો ઠીક વાત છે, જે બધાને આવતું જ હોય છે. પણ એ સપનાની વાસ્તવિકતાના સાથે કોઈ મેળ હોય તો શું કરવું? કદાચ આ જ વાસ્તવિકતાની સાથે મેળ હશે તો પોતાના મનોબળમાં આ યુદ્ધ પહેલા કરવું પડશે. મનોબળની વાત એવીજ હોય તો મહેશની સાથે થઈ શું રહ્યું હતું! આ કાંચ પણ ઊંગ્યો અને ચીસ પાડવા માંડ્યો દુઃખતાની સાથે. દુઃખની વાત એ નથી કે સપનું આવ્યું, વાત દુઃખની તે છે સપનામાંથી બહાર પણ નીકળી નથી શક્યો મહેશ. તેને એ પાંચ જણા પોતાના ઘરમાં દેખાવા મંડ્યા, કોઈ શરીર નહીઁ પણ ભાસ થતો હતો તેનો. હવે વાત હતી તે કે જયારે મહેશ હિમ્મત કરીને ઊભો થયો તો જે કાંચ તેના પગે, હાથે, બરડે વાગ્યા હતા તેનું લોહી ચોટ્યું નાઈટ ડ્રેસ પર. હવે જયારે તે ઉપરનો શર્ટ કાઢી જોયું તો લોહીનો એક છાંટો પણ ના દેખાયો. પણ પર કોઈ ઘાવના નિશાન પણ નહીઁ. તો તે પાછું વળીને કાંચના ટુકડા સામું જોયું તો આશ્ચર્ય થઈ ગયો. એટલા માટે કે કંઈ તૂટ્યું જ નહોતું. બધું એમને એમ જ.
આશ્ચર્યમાં આવી ગયેલો મહેશ બાથરૂમમાં ગયો અને તેને સપનામાં આવેલું કે કાન નીચે કોઈએ હાથની આંગળી ફેરવી હતી. તો હવે મોટી નવાઈની વાત એ કે તે આંગળી એ પાડેલું નિશાન ગયું નહીઁ અને નાની સોટી મારતા લાઈન પડે તેવી લાઈન. મહેશને ખબર જ નહોતી પડતી કે જે વાગી રહ્યું છે હકીકતમાં તે નીકળી જાય છે અને જે વાગ્યું જ નથી ત્યાંથી લોહી નિકલે છે. મહેશ ત્યાંથી દોડતો વિનયને ફોન કરવા ગયો.
(મહેશ અને વિનયનો સંવાદ.)
"હેલો, વિનય સાંભળ."
"હું, ગાડી આગળ બેભાન થઈ ગયો હતો."
"શું પત્તર ફાળે છે યાર! મતલબ તને પણ એવુ દેખાયું સપનામાં, " આશ્ચર્ય સાથે.
"એક કામ કરી, દિવસે ત્યાં જઈને જોઈએ ખરેખર ઘર છે કે નહીઁ."
"ના, ભાઈ તારે જવું હોય તો જા."
"આમાં આપણે બંને સલવાયેલા છીએ, ભૂલતો નહીઁ."
"હા આવીશ, ગાડી લઈને નીકળો. હું ઘરેથી તૈયાર થઈને નીકળું."
તરત ફોન મૂકી તૈયાર થવા માંડ્યો. વિનય પણ ઘરેથી બહાર નીકળી રાહ જોતો હતો મહેશની અને મનમાંને મનમાં ગાળો બોલતો હતો, 'બળદિયાને મગજ નામની વસ્તુ નથી, સપનામાં આવે તો શું જતું રહેવાનું! એના બૈયરી છોકરા નથી, જો કે મારે પણ નથી. એને લગ્ન કરવાની ઈચ્છા નથી મારે છે. હું આજનો દિવસ જાઉં છું. પછી ના પાડી દઈશ." એટલી વારમાં આવી ગયો મહેશ. બારીમાંથી વિનયે પૂછ્યું, 'આવવું જરૂરી છે?" તો મહેશનો ગુસ્સામાં આવેલ ચહેરો જોઈને કશું બોલ્યા વગર બેસી ગયો. વિનય તો પૂરો ડરેલોજ હતો. નીકળી ગયા ત્યાંથી તે ઘર જોડે પહોંચ્યા.
"મતલબ, સપનામાં આવેલ ઘર ખરેખર સાચું હતું." મહેશે કહ્યું.
ત્યાં વિનયની બાજુનો સાઈડ કાંચ કોઈ પથ્થર આવવાથી તૂટી ગયો. આવો સુમડીમાં પથ્થર આવ્યો તો વિનયે જોરથી ચીસ પાડી, એને જોતા તો એવુજ લાગતું હતું કે હાર્ટ એટેક આવશે. મંત્રો બોલવા માંડ્યો. મહેશ પણ અત્યારે થોડો ડરેલો હતો.
મહેશ આંખ બંદ કરી મોઢામાંથી હાંશકારો નીકાળી તે ગાડીની નીચે ઉતર્યો અને ગાડીનો દરવાજો બંદ કર્યો. વિનય ગાડીમાં જ બેઠો હતો. ગાડીની બારીએ ઉભા રહીને.
"આવીશ, વિનય!"
"ના. મારું મોઢું જોતા લાગે છે તને!"
ત્યાં વિનયના માથાની પાછળથી બારીની બહાર કોઈ હાથ આવતો દેખાયો મહેશને. તરત મોટો શોક લાગ્યો તેને, તે ફરીને વિનયની બારી બાજુ દોડતો આવ્યો. કોઈ તેને દેખાયું નહીઁ.
"ક્કક્ક્કક્ક્ક કે કેમ, સસસષહહુંઅસ્સું શું થયું?"વિનયે ડરેલ અવાજે કહ્યું.
"તારી બારી બહાર કોઈનો હાથ દેખાયો." મહેશે કહ્યું.
હતો તો સવારનો સમય તો ત્યાં મહેશ જ્યાં ઊભો હતો ત્યાંથી બરડા પર કોઈએ લાત મારી અને પાંચ છ ફૂટ આગળ પડ્યો, તરત ઊભો થઈ પાછળ જોવા લાગ્યો.
"હવે તો હું આખી વાત જાણીને રહીશ. હદ થઈ ગઈ. તારે આવવું હોય તો આવ નહીંતો ગાડી લોક કરીને બેસી રે." મહેશે ગુસ્સામાં કહ્યું.
"આવુ છું લ્યા. અહીં તો એકલો ટેન્શનમાં રહીશ." વિનયે હિમ્મત તો કરી.
મહેશ પાછળ બરડો લૂછતો હતો.
"આ આપણને મારી નાખશે તો!" વિનયે પૂછ્યું.
"જો મારવું જ હોત તો મને મારા જ ઘરે મારી શકેત, પણ એવુ કર્યું નહીઁ. કોઈ મોટો મેસેજ આપવા માંગે છે." મેસેજ કહ્યું.
જેવો તે ગાડી તેની જગ્યાએ મૂકીને આગળ વધ્યો તો ગાડીની બહાર પાછળની બાજુ કાળા કપડાં ખંભા શુધી પહેરેલા, પવનના લીધે કમરના ભાગનું કપડું ઉડતું અને હાથ આખો લોહી વાળો હતો એવો એક માણસ ત્યાં ઊભો. મહેશને એહસાસ થયો કે છે કોઈ અહીંયા જ ગાડી જોડે. તો તે તરત ફરી પાછું જોયું. તો કોઈ ના દેખાયું.
ત્યારબાદ તરત આગળ જોયું તો તરત જ ગાલ ઉપર કોઈનો હાથ અડવાનો મેહસૂસ થયો અને તેની આંખો બંદ થઈ તરત જ કોઈનો ચહેરો તેના મગજમાં આવ્યો અને તરત જ મોંઢામાંથી જોરથી શ્વાસ નીકળતાની સાથે હળવો અવાજ નીકળ્યો.
"સ્ષહુઉ શું થયું?" વિનયે ડરેલ અવાજે કહ્યું.
"કોઈ ચહેરો મગજમાં આવ્યો." મહેશે કહ્યું.
ત્યાં આગળ થોડુંક જોતા એક વિંટોળ પવનની વળી, અને વિનય સામું જોતા ભૂતના જેવો ચહેરો દેખાયો તો એની મેળે તે વિનયની વિરુદ્ધ દિશામાં ખેંચાયો. પાછું સરખું જોયું તો વિનય જ હતો.
મહેશ વિનયને કહેવા માંડ્યો.
" એક: સાઈડ ગ્લાસ ગયો,
બે: મને લાત વાગી,
ત્રણ: ગાડી જોડે કોઈ ઉભું હતું,
ચાર: ગાલ ઉપર હળવો હાથ અડ્યો,
પાંચ: તારામાં બીજા કોઈ હોવાનો એહસાસ.
અને રાત્રે પાંચ આત્મા મને દેખાઈ. મતલબ પાંચ જણાને અહીંયા કંઈ થઈ ચૂક્યું છે. હવે તારે જે ઈચ્છા હોય તે રાખ આ 'નંબર 5'ને હું શોધીને રહીશ. મિશન નંબર 5." થોડાક ગુસ્સામાં કહ્યું.
"આ પાંચ જણાને શોધવા તો પડશે જ." મહેશે વિચારતાં કહ્યું.
વિનય મનમાં વિચારતો હતો અને મનમાં સ્મિત સાથે, "કદાચ મહેશભાઈ નહીઁ મહેશ સર કહેવાનો વારો આવી ગયો છે."
"શું વિચારે છે, વિનય?" મહેશે પૂછ્યું.
"કશું જ નહીઁ. એટલું વિચારું છું કે તમે તમારી અને મારા જીવનની પત્તર રગડવા બેઠા છો." જવાબ આપતાં વિનયે કહ્યું.
"તો તું એક કામ કર. ગાડી લઈને જા, હું અહીંયા રહુ છું. કાલે સવારે મને લેવા આવી જજે." મહેશે કહ્યું.
"પાક્કું, ખરેખર! કંઈ પણ થઈ શકે છે." વિનયે આશ્ચર્ય સાથે જણાવ્યું.
"તું જાને ભાઈ." મહેશે કહ્યું.
એમ પછી વિનય જતો રહ્યો ત્યાંથી. મહેશ એકલો ધોળા દિવસે ઘરમાં ગયો. આજુબાજુ બધું જોતો હતો, ત્યાં ધૂળ, પાંદડા, કરોળિયાના જાળાં વગેરે દેખાતું હતું. પણ મહેશના મનમાં એક જ વિચાર કે આ બધાની પાછળનું રહસ્ય જાણવું છે. મહેશ મનમાં બોલ્યો, 'ના જાણે મને એમ કેમ લાગે છે કે આ ઘરે હું પહેલેથી જાણતો હોય! ઘરની અમુક જગ્યા કંઈક ઓળખીતી હોય તેમ લાગે છે.'
મહેશ બધુંજ જોતો હતો, પણ ત્યારે કંઈ મળ્યું નહીઁ. ચકલી ઉડવાનો કે એવો કંઈક અવાજ આવે તો ગભરાય જતો. નથી કોઈ તાકાત મહેશની પણ એક વિશ્વાસ અતૂટ હતો, એ હતો કે મહેશને કોઈ મારી પણ રહ્યું છે અને બચાવી પણ રહ્યું છે. જે તકલીફ આપે છે એ જ દવા કરે છે. હવે જોવાનું હતું કે આની પાછળ શું હોઈ શકે કારણ? વાત તો અમુક ખટકતી હતી, પણ સાબિતી જોઈએ તેવી હતી.
આમતો આખો જ દિવસ આ રીતે શોધવામાં ગયો, બહાર જઈને જોયું. કોઈ કાગળ મળે તો પણ તેના ઉપર કંઈક વિચારતો છતાં કોઈ જવાબ ના મળ્યો. હવે સમય હતો રાતનો મહેશને તે બધીજ આત્માને મળવું હતું અને જાણવું હતું કે મહેશને આ શાને થાય છે! શું છે કારણ તેની પાછળનું, કારણ મળ્યા પછી પણ એવુ તો શું જોડી રહ્યું છે મહેશને તેની સાથે?
જવાબની શોધ થઈ ગઈ શરુ. રાત્રે અંધારામાં કોઈ હલનચલનની રાહ જોતો મહેશ, તેને ઘરનો દરવાજો જેવો ખુલ્યો તે દેખાયું. મહેશના માથેથી પરસેવો તો નીકળી રહ્યો હતો. ડરેલ તો હતોજ પણ આ રાત્રે આવતા આવા સપનાથી છુટકારો લેવાનો હતો. મતલબ જવાબ વગર જીવન સારુ નહોતું. દરવાજો ખુલતાની સાથે ધીરે ધીરે તે અંદર ગયો. તેની પાછળ કોઈ શ્વાસ લેતું હોય તેવો અવાજ આવી રહ્યો હતો. મહેશ ઊભો રહ્યો અને તરત જ પાછળ જોયું તો કોઈ ના દેખાયું. ગભરાટ તો વધી રહી હતી, સમજવું અગરુ બની રહ્યું હતું. તો પાછળ ફયો તો કોઈએ પાટુ મારું સામેથી તો સીધો અંદર પડ્યો. મહેશના મગજમાં એક વાત યાદ આવી કે આ રીતે કોઈએ ભૂતકાળમાં મને માર્યું હતું અને હું આ જ રીતે દરવાજાની અંદર ફેંકાયો હતો. પછી આગળ મહેશ ઊભો થઈને વિચારવા માંડ્યો ત્યારે તેના ગળે દોરડું વીંટળાઈ ગયો અને આત્મા ફાંસી આપતી હોય તેમ મેન હોલ રૂમમાં ખેંચાયો તે અને ઉપરથી કોઈએ દોરડું ખેંચ્યું જે મહેશને અંધારાના લીધે દેખાતું નહોતું, આખો એકદમ લાલ ચોળ થઈ ગઈ. શ્વાસ રૂંધાવા માંડ્યો, નહાઈ લીધું હોય તેમ પલળી ગયો. તો થોડોક સમય જતાની સાથે દોરડું છૂટી ગયું, મહેશ પડ્યો નીચે તો તેને અચાનક યાદ આવ્યું કે કોઈ સ્ત્રીને આ ઘરમાં આવી રીતે લટકાવી હશે. એને એહસાસ થતો હતો કે તેને આ આખુ દ્રશ્ય જોયું હોય તેમ લાગી રહ્યું હતું. ઊભો થઈ લથ્થડીયા ખાવા લાગ્યો તો માથામાં કોઈએ હળવેકથી લાકડી મારી અને લોહી હાથમાં જોયું જે માથે અડાડી હાથ લીધો હતો. તો એને મનમાં થયું કે કોઈએ મને આ રીતે માર્યો હતો.
મહેશને અચાનક વિચારો આવવા માંડ્યા, તેની આગળ એવા દ્રષ્યો બનવા માંડ્યા કોઈએ કોઈને ચપ્પુ ઘૂસેડી દીધું. કોઈ રૂમમાંથી છોકરીનો રોવાનો અવાજ આવ્યો. અને અચાનક કોઈ બે માણસ ત્યાં આવ્યા અંધારામાં થોડા ચંદ્રના પ્રકાશમાં, તો તેમાંથી એક ચહેરો ખુલ્લો હતો અને બીજા ચહેરા પર મફલર આખુ વીંટાળેલું હતું. તો જે માણસનું મોઢું દેખાતું નહોતી તેને મહેશને હૃદયની ઉપરની બાજુ એક ગોળી મારી તો તે ઘરની બારી જોડે ઊભો હોવાથી તે મહેશને ગોળી વાગવાથી બારી તોડી બહાર છૂટો ફેંકાયો અને તેને પાક્કું યાદ આવી ગયું કે ભૂતકાળમાં તેને આવી જ રીતે ગોળી વાગી હતી. બધું યાદ ના આવ્યું પણ મગજમાં તે ચહેરો બેસી ગયો. બહાર લોહીલુહાણ અવસ્થામાં પડ્યો, સવાર પડી તો આવું કંઈજ નહોતું. વિનય આવ્યો અને મહેશ જોડે જઈને ઉઠાડતો હતો.
મહેશની આંખો ખુલી અને તેને વિનયને જોયો. હૃદયની ઉપરની બાજુ ગોળી વાગી હતી તો કંઈ દેખાયું નહીઁ લોહી જેવું તો તેને શર્ટ ખોલ્યો, તો ત્યાં ગોળી વાગી અને આરપાર કરી ગઈ હોય તેનું નિશાન હતું.
"વિનય, કંઈક ભયંકર થયું છે મારી જોડે." મહેશે આશ્ચર્ય સાથે કહ્યું.
"હા." વિનયે સ્મિત સાથે જવાબ આપ્યો.
"મને અમુક એવુ લાગ્યુ કે પહેલા મારી જોડે આવું બની ગયું છે. હું કોઈ બીજો જ માણસ છું જેનો આ ઘર સાથે કંઈક મેળાપ છે. ગોળીનું નિશાન છેલ્લા પાંચ વર્ષથી જ છે. તેની પહેલાની વાત મને બિલકુલ યાદ નહોતી. તું હોસ્પિટલમાં આવ્યો અને કહેતો હતો કે હું મીડિયામાં કામ કરું છું. સાચું બોલજે હું કોણ છું? પાંચ માણસ, પાંચ વર્ષ. આ પાંચનો આંકડો કેમ મને જકડીને રાખી રહ્યો છે, આવું શાને થાય છે?" મહેશે થોડાક ગુસ્સા ભર્યા અવાજે વિનયનો ખંભો પકડતા પૂછ્યું.
"તમને યાદ નહોતું, એટલેજ તમારી એ દુઃખભરી યાદ પાછી ના આવે એટલે મેં કંઈજ કહ્યું નહોતું. તમે આ દેશની રક્ષા બહારથી કરનાર એવા આર્મી કમાન્ડર મિતેષ છો. આપ મેજર મિતેષ મિશ્રા છો અને આ બીજા કોઈનું નહીઁ, તમારું જ ઘર છે." હસતા મોંઢે વિનયે કહ્યું. મહેશને વિશ્વાસ બેઠો જ નહીઁ, આશ્ચર્યમાંજ હતો.
"હું જે પાંચ વર્ષ પહેલા કંઈક હુમલો થયો ત્યારથી હું જીવનને ભૂલી ગયો હતો???" મિતેષે પૂછ્યું
"જીવનને તો બરાબર પણ એ દિવસે તમે આખુંજ પરિવાર ગુમાવી દીધું હતું. એ કોઈ હુમલો અચાનક કે એમ નહોતો કરવામાં આવ્યો. જાણી જોઈને કરવામાં આવ્યો હતો." વિનયે કહ્યું.
"જે ચહેરો મારાં મગજમાં દોડે છે કદાચ એ જ હશે!" મિતેષે કહ્યું..
"હા." વિનયે કહ્યું.
"એટલે થયું હતું શું?" મિતેષે પૂછ્યું.
"આ બધું એકાદ બે દિવસમાં જ પૂરો ખેલ થઈ ગયો હતો, સર. તમે આવ્યા હતા બોર્ડર પરથી ઘરે રઝા લઈને. તો તમારી પત્ની આ દુનિયામાં એક મહેમાન લાવાની હતી, તમે પપ્પા બનવાના હતા. તો એ સમયની આ માથાકૂટ થઈ હતી.
(ભૂતકાળ વિનય સમજાવી રહ્યો હતો.)
એ સમયે એવુ હતું કે તમે ઘરે આવ્યા હતા. ખુશ હતા બધા ઘરમાં. તમારા મમ્મી પપ્પા એક ભાઈ એક બહેન અને આપની પત્ની, ખુશ હતું પરિવાર. તો તમારે પોતાને ખરીદી કરવાની ઈચ્છા થઈ હતી તો તમે અમદાવાદ આવ્યા હતા. ત્યાં આવ્યા તો તમે કાંકરિયા ફરવા ગયા. તમારા મગજમાં જે ચહેરો દોડતો હતો ત્યાં એ માણસને કોઈની જોડે મિટિંગ ત્યાં રાખેલી. તો તેમનો દીકરો વિશાલ તમારી બહેનને જોઈ ગયો અને તેના પપ્પાને વાત કરી.
"પપ્પા, પેલી જોવો છો તમે! મારે એ વધારે નહીઁ પણ બે ત્રણ દિવસ માટે જોડે જોઈએ." તેના પપ્પાને હવસ બતાવતા કહ્યું.
"વાંધો નહીઁ, કરીયે કંઈક એનું પછી. એની મમ્મી પણ જોડે લાગે છે. બને જણાનું કંઈક કરીયે." હેવાન શિવાશે કહ્યું.
અહીંયાથી બરબાદીનો માહોલ શરુ થયો. તેના માણસોને તમારા પરિવારની પાછળ લગાવી દીધા. તમે બધા એકાદ બે દિવસ અમદાવાદ રહી પાછા અહીં ઘરે આવ્યા. ત્યારનીજ વાત હશે એ લોકો પૂછ્યા વગર તમારા ઘરે આવી ગયા. દરવાજો તમે ખોલવા ઉભા થયાં હસો.
"કેમ છો?" પેલાના પપ્પાએ કહ્યું.
"બસ સારું, તમે કોણ?" મિતેષે પૂછ્યું.
"અહીંયા જ કહું કે અંદર આવીને?" હેવાન શિવાંશે કહ્યું.
તો અંદર આવ્યા પછી તેમણે બેસાડ્યા તમે. ત્યારબાદ ઘર આખુ આજુબાજુ જોતા હતા. બોડીગાર્ડ પણ હતા જોડે જે તમારા ઉપર નજર રાખતા હતા તે. નવાઈની તો વાત હતી જ.
"એટલે શું, કેમ અહીં આવ્યા! અમે તો તમને ઓળખતાં પણ નથી!" મિતેષે કહ્યું.
"તમે હમણાં અમદાવાદથી આવો છો. આ મારો દીકરો વિશાલ છે. તમારી બહેનને જોઈને ફિદા થઈ ગયો છે. તો વિચાર્યું કે પૂછી જોઈએ. છુપાવી કંઈ કરવાની જરૂર નથી." શિવાંશે કહ્યું.
તમે ખુશ થઈ ગયા ઘરના.
"જો મારી બહેનને તમારો દીકરો ગમે તો આગળ વાત વધારીએ. તેમણે એક વાર મળી લેવા દો." મિતેષે કહ્યું.
"અરેરે, તમે સમજવામાં ભૂલ કરો છો. તમારી બહેન આખા જીવન માટે નહીઁ, ખાલીને ખાલી એકાદ બે દિવસ માટે." શિવાંશે કહ્યું.
એકદમ તમે ગુસ્સે થઈ ગયા. અને તેનો કોલર પકડ્યો. તો તેના બોડીગાર્ડ બંદૂક લઈને ઉભા રહ્યા તમારી સામું.
"આ મારું મરવું તો કરીશું. પણ અત્યારે મારાં દીકરાના શરીરના ભાગોને રાહત મળી જાય તે જોઈએ છે. બીજું શું માંગ્યું છે. કોઈના કોઈ જોડે તો એ જવાની જ છે, મારો દીકરો શું ખોટો." શિવાંશે કહ્યું.
તમે ગુસ્સામાં હતા. ત્યારની વાત છે, તમે વિશાલને ગળામાં દબાયો અને તમારી સર્વિસ બંદૂક તેના માથે મૂકીને ડરવા ગયા તમે. ત્યાં શિવાંશ અને તેના બોડીગાર્ડ તો ચૂપ રહ્યા પણ કોઈએ પાછળથી આવી તમારા માથામાં ડંડો માર્યો.
ત્યારબાદ તે જે ઈચ્છતો હતો તે થયું. તમને બહુજ ખરાબ રીતે ઘાયલ કર્યા. તમારા પપ્પાને ફાંસી આપી જેનાથી તમારા પપ્પાએ તમને ફાંસી આપી યાદ કરાવ્યું. તમારા ભાઈને પેટમાં ચપ્પુ માર્યું. તમારી પત્ની પ્રેગનેંટ હતી તો પેટ પર લાત મારી જે તમને ગાડીએ પાછળથી કોઈએ માર્યું હોય તેમ એહસાસ થયો હતો. તમારી બહેનને ખરાબ રીતે હેરાન કરી, જે ઈચ્છતો હતો તે કર્યું, ત્યારબાદ તમારી બહેનને પ્રાઈવેટ જગ્યા પર બંદૂકની ગોળી મારી હત્યાં કરી. તમારા ભાઈના હાથ બને કાપી લીધા અને છેલ્લે તમને મારવા ગયા તો તમે તેના આ વિશાલને ગોળી મારીને પતાવ્યો. હવે પછી બીજો જે માણસ તમને દેખાયો નહીઁ તે માણસે તમને ખંભા પર હૃદય પર મારવા ગયો, પણ ગોળી ખસી ગઈ અને ઉપરથી શરીરનો થોડોક ભાગ ફાડીને નીકળી, તમે બારીની બહાર ફેંકાઈ ગયા. ત્યારે એની એટલી ભૂલ કે ચેક કર્યું નહીઁ કે તમે જીવો છો કે નહીઁ.
હું પછી તરત આવી ગયો ત્યાં અને તમારા શ્વાસ ચાલતા હતા. તમને હું હોસ્પિટલ લઈ ગયો. હોશ આવ્યો તો હું તમારી સામે હતો, તમે મને ઓળખતાં પણ નહોતા. એનું કારણ હતું, હૃદયથી મગજને જોડતી એક નસમાં નાની ગાંઠ થઈ, જે હટાવીએ તો તમે મરી સકતા હતા. તો મેં જ ના પાડી હતી. પાછું તમારું જીવન એ નર્કના ના જાય એટલે મેં મીડિયા કહીને તમારું મન બીજે દોર્યું. તમને હું નર્કમાં નાખવા નહોતો માંગતો.
(વર્તમાન)
સર, પછી તમારું ઘર ચેક કર્યું એમાં અમને આ બધું મળ્યું પણ માણસો કયા હતા! તે તમારી યાદશક્તિ જોડે જ જતા રહ્યા. મેં પણ વિચાર્યું કે હું જાતે શોધીશ, પણ તમને વચ્ચે નહીઁ લાવું. મિતેષ સર, માફ કરજો પણ મારે આ કરવું પડ્યું. તમારા જીવનમાં જે આટલો મોટો હાદશો થયો તેને યાદ અપાવી હું કંઈ તમને આખા જીવન સુધી રોતા ના જોઈ શકેત." થોડાક રોતા અવાજે કહ્યું.
"તું તારી જગ્યાએ સાચો જ છે વિનય, તે ભાઈબંદી નિભાવી જાણી. હવે વાત છે એ ચહેરાને હંમેશા માટે સુવાનો." મિતેષે પહેલા શાંતિથી કહ્યું પછી ગુસ્સે થઈ ગયો.
"તો તો પાંચ વર્ષથી તું શોધમાં તો હોઈશને?" મિતેષે કહ્યું.
"હા, સર. મને બધી માહિતી ખબર છે. હજુ તમને બધુંજ યાદ નથી આવ્યું. ખાલી એટલું જ યાદ આવ્યું કે તમને ઠોકર વાગી અને તે યાદ અપાવનાર તમારા ઘરનાજ હતા. હું તમને શિવાંશની કંપનીમાં લઈ જઈશ." વિનયે કહ્યું.
"હા, તો અત્યારે જ નીકળીએ, સવાર છે બપોર પહેલા પહોંચી જઈયે અને રાત્રે આ ઘરે લાવીને એને અહીંયા જ મારીશ." મિતેષે કહ્યું.
મિતેષે કહ્યું તે મુજબ આ લોકો નીકળી ગયા અમદાવાદ તેની ઓફિસ શોધતા શોધતા ત્યાં પહોંચ્યા. કશુંજ બોલ્યા વગર તે તરત જ ઓફિસમાં પહોંચી ગયો ત્યાં શિવાંશ ખુરશીમાં તેની બેઠો હતો. તરત તે ઊભો થઈ ગયો અને આશ્ચર્ય સાથે જોતો હતો, મિતેષની પાછળ વિનય પણ તેની ઓફિસમાં પહોંચી ગયો.
"ઓહહ, તમે જીવો છો. બંદૂકની ગોળી વાગતાં પણ મર્યા તો નહીઁ." શિવાંશે કહ્યું.
"હવે બંદૂક નહીઁ, સીધો તને મારીશ." ગુસ્સામાં કહ્યું મિતેષે.
"સાચું! તો તારા દોસ્તને જ પૂછી લે ને!" શિવાંશે આંખો ચડાવતા કહ્યું.
ત્યાં પાછળથી વિનયે મિતેષના પીઠ પર છરો ઘૂસેડ્યો. ત્યાં મિતેષના મોઢામાંથી હળવી ચીસ પડી ગઈ. પરસેવો આવ્યો અને આંખો લાલ થઈ ગઈ.
"સરપ્રાઈઝ, મિતુ ભાઈ. મઝા છે ને જીવનમાં!" હસતા હસતા વિનયે કહ્યું.
છરો કાઢી નાખ્યો તો લથડતા નીચે બેઠો દીવાલે ટેકો દઈને. વિનય શિવાંશ પાસે ગયો.
"કંઈ ખબર ના પડી મિતેષ! આ બધું કંઈ રીતે થયું??" વિનયે મિતેષને દાજ આવે તે રીતે કહ્યું.
"તું છે કોણ?" મિતેષે હંફતા પૂછ્યું.
"તને ખબર છે! શિવાંશનો દીકરો હતો તેને તારીખ બહેન પસંદ આવી. તો તે એને તો મારી જ નાખ્યો હતો. હવે એવી વાત હતી કોઈએ મોંઢા પર કપડું પહેરેલું હતું અને તને પાછળથી માથા પર માર્યું હતું. તને ખંભા પર ગોળી મારી હતી. છેવટે છેલ્લે મેં કપડું તો મોંઢા પરથી હટાવી જ લીધું હતું. હું જ હતો તે.
(મિતેષ જોડે આવતા.)
પછી થયું એવુ મિતેષ, કે મને સમાચાર મળ્યા કે તું જીવતો છે. તો હું આવ્યો હોસ્પિટલ તને મારવા. તો તારા મગજની હાર્ડડિસ્ક ફેલ થઈ ગઈ. હું થયો ખુશ હોસ્પિટલમાં. પછી તો શું, તને રમાડવામાં મઝા આવી! ત્યારબાદ તને સપનું આવ્યું તે રાત્રે મને પણ એવુ દેખાયું હતું. પછી તું એ ઘરે આવ્યો. તને તારા ઘરના મારવા લાગ્યા યાદ આવે એટલે અને ઘાવ પણ જાતે પુરાતા. મને થયું કે તને આપમેળે બધુંજ યાદ આવ્યું તો તું મારા સુધી પહોંચી જઈશ. તો મેં જ તને સામેથી કહ્યું બધું કે આવું તારા ઘરે થયું હતું. હવે કહીશ દઉં હું કોણ? હું હતો શિવાંશના તે દીકરાનો મોટો ભાઈ. એટલે કે આખી રમતનો જડ. પછી બધીજ તારી હરકતમાં તારી આજુબાજુ. મીડિયામાં મેં તને લગાવ્યો જે તું હતો નહીઁ." વિનયે કહ્યું.
"અફસોસ, તારા ભાઈ કરતા મોટો હોવા છતાં પહેલા પણ પાછળથી વાર અને અત્યારે પણ પાછળથી. ખુશ છું હું, સામેથી વાર કરવાની તારી તાકાત જ નહોતી મારી સામે." મિતેષે આટલુ કહેતાંની સાથે ગળા પર વિનયના હાથ માર્યો. ત્યારબાદ તેનો છરો લઈને ફટાફટ દોડી શિવાંશના ગળે ફેરવી દીધો.
"પપ્પા." રોતા અને ગુસ્સામાં વિનયે કહ્યું.
વિનય ઊભો થયો અને મિતેષ સામું આવ્યું.
"હું તો ઘાયલ છું. તું એકદમ સાજો. તને અહીંયા મારીશ, મારી નાખીશ મારા ઘરે." મિતેષે કહ્યું.
મિતેષ અને વિનય સામસામે બાથમબાથી આવી ગયા. કટ્ટરની લડાઈ થઈ. મોંઢા ઉપર કમર પર પગેથી લાતો, તો ક્યાંક કાંચ માથે માથું અથડાવી ઘાયલ કરતા બને એકબીજાને. વિનય અને મિતેષ બંને ઘાયલ હતા. બંને થાકી પણ ગયા હતા. તો મિતેષે યાદ કર્યું તે ઘર અને એક લાત મારી તો દરવાજો તોડીને બહાર પડ્યો. અને હાથમાં છરો લઈને મિતેષે વિનયના પગની નસ કાપી લીધી. વિનય ચીસો પાડવા માંડ્યો.
જમીન પર ઘસેડી ગાડી જોડે આવ્યો. તેને નાખ્યો ગાડીમાં. ત્યારબાદ અંધારું થતા તે ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચતા તેનું શરીર તો દુખતું જ હતું કેમ કે તે પણ પૂરો ઘાયલ થઈ ગયો હતો. વીજળીના ચમકારા થવા માંડ્યા. અચાનક વરસાદ શરુ થયો. કાળ બેઠો હતો માથે વિનયના. વિનયે જેટલાં પાંચ જણાને માર્યા હતા તે ચહેરા તેના સામું આવવા લાગ્યા. બધા ચહેરા લોહીલુહાણ તેની સામું દેખાવા લાગ્યા. વિનય ડરવા લાગ્યો, ત્યાં મિતેષ તેને ગાડીમાંથી નીચે ઉતારી રહ્યો હતો ત્યારે 'નહીઁ, નહીઁ મિતેષ' એમ બૂમો પાડતો હતો. છતાં પણ વગર દયા ખાયે, તે ઘસેડી ધીરે ધીરે ઘરમાં લઈ જતો હતો.
વિનયની મોત નજીક આવતા તેને ચહેરા અને ભૂતકાળમાં જે કાંડ કર્યું તે બધુંજ યાદ આવવા લાગ્યુ. માફી માંગવા લાગ્યો બધા જોડે, પણ મિતેષ તેને ઘસેડતો ઘરમાં લઈ જવાબ લાગ્યો. ઘરમાં પહોંચ્યાની સાથે અંધારા ગોટમાં હલનચલન થવા લાગી. અજીબ અજીબ અવાજો આવવા લાગ્યા, જે અવાજો મિતેષના પરિવારના હતા. અવાજો એવા હતા કે ભૂતકાળમાં મિતેષના પરિવાર જોડે જે ખરાબ થતું હતું તે સમયે ભીખ માંગતા હતા મિતેષના ઘરના એ બધો અવાજ આવવા લાગ્યો. આ અવાજ મિતેષના મગજમાં પણ દોડતો હતો. મિતેષ કાન દબાવી જોરથી ચીસ પાડી નીચે બેસી ગયો, તેના માથા પર કોઈએ હળવો હાથ ફેરવ્યો જે તેના પપ્પાની આત્મા હતી. તે આત્મા તેને દેખાઈ અને મિતેષ આશ્ચર્ય પામ્યો, આંખમાં આંસુ આવી ગયા મિતેષના. મિતેષની બાજુમાં તેની મમ્મી આવીને બેસી. ત્યારબાદ તેની પત્ની પોતાના પેટ પર હાથ મિતેષનો મુક્યો, જેનાથી મિતેષને યાદ આવ્યું કે આ વિનયે તેના દુનિયામાં હજુ આવવાના મહેમાનને પણ મારી નાખ્યો હતો. ત્યારબાદ તેનો ભાઈ અને તેની બહેન બને વિનયની બાજુમાં આવ્યા. અને વિનયને મારવા માંડ્યા.
વિનય માફી માગતો હતો. તો મિતેષનો હાથ તેની પત્નીના પેટ પર હતો તો બહુજ ગુસ્સે થઈ ગયો મિતેષ. ગુસ્સામાં દોડતો આવી વિનયને ભયંકર રીતે મારવા માંડ્યો.
"તડપી તડપીને મારા ઘરના મર્યા હતા. કોઈ ઉપર તે જરાય દયા ખાધી નથી. ચીરીને મારીશ તને. એ દિવસે પાછળથી માર્યું મને. મારા અત્યારે તારી તાકાત હોય તો. આ આર્મી કમાન્ડરનો હાથ છે. માર ખાઈ જો અમારો. મારા આખા પરિવારની તાકાત મારા હાથમાં આવી ગઈ છે." મિતેષે ગુસ્સામાં કહ્યું.
ત્યાં તેની બાજુમાં દોરડું પડયું.
"મારી મમ્મી, પપ્પા, પત્ની, ભાઈ અને બહેન છેલ્લે મારો દુનિયામાં આવનાર મહેમાન, પાંચ જણા નહીઁ. કુલ છ જણા માટે લે આ ઈનામ." ગુસ્સામાં મિતેષે કહ્યું.
ત્યારબાદ મિતેષે દોરડું ગળે વીંટાળી હાથથી જ દાબવા લાગ્યો. વિનયનો દમ ઘૂંટવા લાગ્યો. ધીરેક રહીને વિનયે શ્વાસ છોડી દીધા ત્યારે તે વિનય બધાને હાથ જોડી માફી માગતો હોય તેમ ઈશારો કરતો હતો. છેલ્લે મિતેષ એક જીવી ગયો.
(સમાપ્ત)
( મિતેષે છેલ્લે તેના પરિવારને હંમેશા માટે અલવિદા તો કહ્યું, પણ પોતે રોતો હતો તે રડું રોકી ના શક્યો. કેમ કે બીજાની હેવાનિયતની સજા મળી, આ આખા પરિવારને. બસ પ્રાર્થનાના એટલી જ છે કે આ વાર્તા મુજબ મેં એટલું કહ્યું કે કોઈનું ખરાબ ના કરાય. અંત તો સારોં આવે પણ કશું વધશે નહીઁ.)

