STORYMIRROR

HEMILKUMAR PATEL

Romance

4  

HEMILKUMAR PATEL

Romance

લવ ઇસ ટાઈમપાસ ભાગ 6

લવ ઇસ ટાઈમપાસ ભાગ 6

6 mins
72

ભાગ 6 આયૂષની પોતાના જીવનની પરીક્ષા શરૂ.

આયુષને મગજમાં વિચારો ચાલી રહ્યા છે કે હોસ્ટેલમાં અને હવે કોલેજમાં જવું કંઈ રીતે. કયા મોઢે જઈશ હું ? દાવ પૂરો થયો. પણ અત્યારે તેને હોસ્ટેલ તો જવું પડશે. એ જાય છે તો વિકાસ તેને રૂમમાં સામાન પેક કરતો હોય છે.

આયુષ બોલ્યો. “શું કરે લ્યા ?”

વિકાસ બોલ્યો. “અરે ઘરે જવાનું છે મારે અને દિવ્યાને થોડું કામ છે. મને એમ કહે તો તું કેમ કંઈ બોલ્યો નહી ?”

આયુષ બોલ્યો. “મને કોઈએ રોકી રાખ્યો હતો.”

વિકાસ બોલ્યો. “કોણ હતું તે ?”

આયુષ બોલ્યો. “હું એમ તો નામ નહીઁ કહું પણ કોલેજની મેમ હતી.”

વિકાસ બોલ્યો. “એનો મતલભ તારી એન્જિનિરીંગમાં પણ ખબર પડી જશે એમ ?”

આયુષ બોલ્યો. “પડવાનીજ ને કાલે કોલેજ જઇશુ તો દાવ જ છે.”

વિકાસ બોલ્યો. “જો સંભાળ, તું કંઈપણ ઊંધુ સીધું કરતો ના હું આવું નહીં ત્યાં સુધી, ધ્યાન રાખજે. અનેઅત્યારે જે થયું તે ભૂલવું પડશે.”

આયુષ બોલ્યો. “નહીઁ, યાદ રાખવું પડશે. ધ્રુવીએ બોલવામાં ને બોલવામાં એક વાત મગજમાં છોડી દીધી. અને મારું આખુ માઈન્ડ ત્યાં જ છે ક્યારનુંય.”

વિકાસ બોલ્યો. “હા એ બધુજ છોડ હોસ્ટેલમાં ખબર પડી ગઈ છે.”

આયુષ બોલ્યો. “કોઈ નહીઁ ઉડાવે, પહેલાથી ઇમ્પ્રેસન જ એવી પાડી છે.

વિકાસ બોલ્યો. “આમ તો વાત સાચી, ઘણા લોકોએ કહ્યું કે આખી હોસ્ટેલને ખબર છે છતાં પણ તને દુઃખ લાગે તેવું વાતાવરણ કરવાની અંકિતભાઈએ ના પાડીને છે. એમ તો માની ગયા તારું બેકઅપ. ચાલ હવે મારે મોડું થાય છે, મારે જવું પડશે.”

આયુષ આંટાફેરા મારે છે હોસ્ટેલમાં બધાને બધુંજ ખબર છે છતાં કોઈ શક થવા દેતું નથી. હવે આયુષનું મગજ દોડતું બંદ થયું તે જાય છે જોર્ડનના રૂમમાં.

આયુષ બોલ્યો. “અલ્યા જોર્ડન ચાલને ચેસ રમીયે.”

જોર્ડન બોલ્યો. “જીતી જાય છે તું દર વખતે, તું મને સીખવાડ મગજ કે દોડાવે.”

આયુષ બોલ્યો. “મગજ હેન્ગ મારી ગયું છે કદાચ ચેસથી રાહત મળે!”

પછી ચેસ કાઢે છે અને રમે છે અને આયુષ મનમાં બબડતો હોય છે તે જોર્ડન ધ્યાનથી સાંભળે છે.

આયુષ બોલ્યો. “હાથી સીધો, ઊંટ ત્રાસો, ઘોડો અઢી અમે વજીર ક્યાંય પણ. વજીર વજીર ને કહેવાય રાણી. (અચાનક વિચારમાં આવી જાય છે.) જોર્ડન મારે કામ છે હમણાં આવતો ના પછી કહીશ.”

જોર્ડન મનમાં વિચારે છે. “જબરદસ્ત દાવ થયો છે આયુષને બોલી નથી શકતો, પણ કંઈ ઊંધુ ના કરે તો સારું.”

આયુષ રૂમમાં જાય છે. લેપટોપ ખોલે છે અને સર્ચ કરે છે કે પંદરથી પચીસ વરસ વચ્ચેના છોકરા છોકરીના આત્મહત્યા કેસ. તેમાં એને પરફેક્ટ આંકડો નથી મળતો છતાં પણ ત્રણ મહિનાના ભારતમાં કેસ 37861 આવ્યા છે. તેમાં 975 કપલે સાથે આત્મહત્યા કરી છે બાકી અલગ છોકરી છોકરાએ. 

તો પછી આયુષ વિચારે છે. “આટલો ગાળો હોય તો બાકીના અલગ અલગ માર્યા છે તો એમને પ્રેમ અને સામેથી દગો મળ્યો હોઈ શકે. અમુક કોલેજ સ્ટડી ટેન્શન હોય. મતલબ આમાંથી 500 જણા પણ પ્રેમમાં દગો મળવાથી આત્મહત્યા કરી હોય અને સામે વાળો ખુશ હોય એનો મતલબ ટાઈમપાસ કર્યો હોઈ શકે. એટલે ધ્રુવી એ લોકો જોડે મને સરખાવા જાય છે. એમાંથી રોજને રોજ કેટલાય કપલના બ્રેકઅપ થાય છે. અમુક જ આત્મહત્યા કરે છે તો જે પ્રેમ કરે છે તે જીવે કંઈ રીતે. આખી લાઈફ તેને પોતાના જીવન પર થું થતું હશે. હવે આ ટાઈમપાસ બંદ કરવાનો કોઈ ઉપાય નથી. આ કોલેજમાં ફેલાતું એક ઝેર છે. આ ઝેર રોજનેરોજ કોઈ કોઈના ઉપર ઓનકતુ હશે અને કોઈ હલાલ થતું હશે. આ ઝેર જેને સહન થઇ ગયું તો થઇ ગયું અને જેનાથી ના થયું તે ગયું. આ ઝેરને રોકી શકાય તેમ નથી કારણ આ ઝેર પહેલેથી જ ફેલાઈ ગયું છે હવે રોકીશ તો હું પોતે જઈશ. ચાલો હવે ખાલી ટેગ હટાવાનો. બીજું કંઈ નથી કરવું, ઓલરેડી દાવ પાણી કચરાપેટી થઇ ગયી છે હવે નહીં. મહા ફડાવા ગયી દુનિયાદારી. હવે આપણું કરો બીજો કોઈ રસ્તો નહીઁ મળે.”

તે પછી બીજા દિવસે કોલેજ જાય છે. હોસ્ટેલની જેમ કોઈ કોલેજમાં પણ કંઈજ ખબર ના હોઈ તે રીતે બધા તેની જોડે વાતો કરવા માંડે છે.

થોડા દિવસ આમજ જતા હોઈ છે. તો હોસ્ટેલ માટેના સ્ટુડન્ટ માટે સ્પોર્ટ્સ મેદાન જિમ અને સ્વિમિંગ પુલ હોય છે. તો પાંચ છ જણા નાહવા પડે છે સ્વિમિંગપુલમાં અને તેની જોડે બાસ્કેટ બોલનું મેદાન સ્વિમિંગપુલને અડીને હોય છે એટલે હોસ્ટેલના છોકરાઓને સ્વિમિંગના કપડાં પહેરીને આવવાનું હોય. તે સમયે છોકરીઓ બાસ્કેટબૉલના મેદાનમાં બાસ્કેટબૉલ રમતી અને આ લોકોને અમી નજરમાં આવી. તો બીજા બધા ભાઈબંધોએ નક્કી કર્યું કે આજે આયુષને હેરાન કરવો અને જોર જોરથી નામ બોલી અમીને હેરાન કરવી. આવું કરતા કરતા આયૂષની નજર અમી પર હોય છે. મોઢા પરથી એમજ લાગે કંઈ ફરક નથી પડતો. બધાને એવુ લાગવા માંડ્યું. બે કલાક સુધી આવું કરતા રહ્યા અને પછી રાત્રે જમવાનું પતાવી સુઈ ગયા બધા.

બીજે દિવસે બપોરે વિકાસ આયુષને હોસ્ટેલમાં બોલાવે છે અને વાત કરે છે.

આયુષ બોલ્યો. “હા કેમ ફોન કરી મને અહીંયા બોલાવ્યો ? “

વિકાસ બોલ્યો. “ભાઈ સ્વિમિંગપુલ વાળી મેટર બહુ મોટી થઇ.”

આયુષ બોલ્યો. “કેમ શું થયું ?”

વિકાસ બોલ્યો. “અમીએ રાત્રે ધ્રુવીને કહ્યું હશે તો...

મને કોલેજમાં આવીને ડાયરેક્ટ ધ્રુવીએ કહ્યું. “વિકાસ તને જરાય ભાન છે કે નહીઁ તમે જે સ્વિમિંગપુલમાં જે કર્યું તેનાથી અમી રોવા માંડી હતી મારી સામે.

દિવ્યા બોલી. “વિકાસને કંઈ પણ ના કહેતી ખરાબ થશે હો બધુ.”

ધ્રુવી બોલી. “ખરાબ થશે એટલે શું ?” આટલુ બોલી ધ્રુવીએ છુટ્ટી બોટલ દિવ્યાને મારી. તે બંને સામસામે આવી ગયા. જેમ તેમ છોડાવી તને બોલાવ્યો મેં હોસ્ટેલમાં કે આવું થયું.

આયુષ બોલ્યો. “ભૂલ કરી, હોસ્ટેલમાં નહીઁ કોલેજમાં બોલવાનો હતો.”

વિકાસ બોલ્યો. “કોલેજ, એટલે!”

આયુષ ધીરે ધીરે ગુસ્સે થાય છે અને બોલે છે. “પહેલો પોઇન્ટ કે અમીને ગમ્યું નહીઁ તો બે કલાક બાસ્કેટબૉલમાં મેદાનમાં શું તંબુ મારતી હતી, ધુવીને રોવાનું નાટક કરી અમીએ આ લડાઈ કરાવી. અમીને એમ લાગ્યુ કે હવે તે લોકો થશે શાંત વાર નહીઁ કરે. પોતાનાને બોલવાની તાકાત નથી, ધ્રુવીના બોધમાંથી બોલાવી મારો ગુસ્સો વધારે છે તે. હવે શાંત નહીઁ હવે થશે મોટુ પહેલાજ મને લાફો મારવાની વાત કરી ધ્રુવીએ પછી ટાઈમપાસ ના કર તેવું કહ્યું. તમે એકલાજ હોશિયાર છોકરી અમે તો અલીગઢના પોપટ બનાવામાટે ચેમ્પિયન હતા ? હવે સામ સામે મને લાવ. હવે કોઈ ડર નથી. હું જાઉં છું તારી કોલેજ બધુજ પૂરું કરવા. અમી ધ્રુવી જોડે બોલાવી આપણને ડરવા જાય છે તેને એ ખબર નથી આ ફિલ્ડમાં હું તારોય બાપ છું. ચાલ ફટાફટ.”

વિકાસ બોલ્યો. “શાંત થાય આયુષ, ગુસ્સો વધારીશ તો મગજ કામ નહીઁ કરે ને થશે ઊંધુ. વાંક આપણો તો થયો થોડો. આપણે વધારે કર્યું હતું.”

આયુષ બોલ્યો. “આપણે નહીઁ તે અને બીજા દોસ્તોએ, હું મારા મોઢેથી નામ નહોતો બોલ્યો. અને રહી વાત એ કે એને ના ગમ્યું તો બે કલાક બુચ મરાવા રહી તે. એનો જવાબ જોઈએ અને એ જવાબ પણ જોઈએ તારી તાકાત નથી મોઢા પર કહેવાની તે બીજા જોડે દબાવા જાય છે. એક તો માંડ જીવનમાં પહેલીવાર છોકરી ગમી તેમાંય આવા ડખા, એના કરતા એકલો જીવતો હતો સારું હતું કોઈ ટેન્શન વગર સ્ટ્રેસ વગરનું જીવન તો હતું, આતો પોતાનો ગમંડ બતાવે હોય કસી વાતમાં દમ નહીંને વળી.”

વિકાસ બોલ્યો. “પણ અત્યારે બધુજ કંટ્રોલમાં છે, તારો ફ્રેન્ડ સંદીપ આવીને રોકી ગયો અને બોલ્યો આયુષને કંઈ થયું તો મારાથી ખરાબ કોઈ નહીઁ હોય. એનો મતલબ તારા સપોર્ટમાં બધા લડ્યા છે. એ એકલી રહી ગયી હતી. મોઢું બતાવે તો હવે કોને બતાવશે અમી અને ધ્રુવી, બધા તારી બાજુથી લડ્યા. કેન્ટીનમાં જે થયું તેનાથી વધારે દુઃખ સંદીપને થયું છે. એ લોકો જાતે પગ પર કુહાડી મારે છે તું જઈને રોકીશ નહીઁ. આજે જે થયું તે તારાથી ગુસ્સામાં બહાર ના આવા દઈશ. બધુંજ સારું છે. બધાની નજરે તું બહુજ મસ્ત માણસ છે અને કિશન પંડ્યા તો ધ્રુવીને બોલ્યો કે આયુષ સૌથી સારોં માણસ છે શાંત મગજનો છે. અને તું એ લોકોના વિશ્વાસ તોડવા જાય છે. સમજીને પગલું લે. હું આ બધુ નહોતો કહેવાનો પણ સંદીપ કહે બોલી લે પાછળથી ખબર પડશે તો દાવ થશે.”

આયુષ બોલ્યો. “કિશનને પીકે કહીયે છીએ તે જ ને. એ મને કંઈ રીતે ઓળખે ?”

વિકાસ બોલ્યો. “હા એજ. એનુઅલ ફંક્સનથી બધા ઓળખતા થયાં તને.”

આયુષ બોલ્યો. “પણ હું શાંત બેસવાનો નથી આ વખતે. અમી આપણને દબાવા જાય તે ના ચાલે. રોઈને ડરવાની ધમકી બીજાને આપવાની અહીંયા મેળ નહીઁ ખાય. આટલી મારી વાત પહોંચાડી દેજે. હું જાઉં છું કોલેજ.”

વિકાસ બોલ્યો. “હા વાંધો નહીઁ.”

પછી વિકાસ સંદીપને બધુજ કહે છે આયુષને શું થયું તે. હવે અમીના ક્લાસ વાળા આયુષ જોડે હોય તો શું સમજવું ? કંઈક તો ડખા હશેને અમીમાં. તે વિચાર છેક હવે આયુષને આવ્યો.

(કર્મશ:)


Rate this content
Log in

Similar gujarati story from Romance