HEMILKUMAR PATEL

Romance Inspirational

3  

HEMILKUMAR PATEL

Romance Inspirational

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 10

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 10

4 mins
34


ભાગ 10 આયુષની ગેમ સ્ટાર્ટ.

19/09/2017

અત્યાર સુધી એવું હતું કે આયુષને એમ લાગતું હતું કે બસ ખાલી ટેગ ટાઈમપાસનો તેના પર લાગે છે, હવે તો આ લડાઈ જીવનની બનતી હતી. જેને તે પ્રેમ કરે છે તેના પણ બીજાનો હાથ ચાલે છે. એક માણસ જે ઓપરેટિંગ મશીન છે. હવે મશીનને માણસ જે કહે તેમ ચાલે પણ જેને ચાલુ કર્યા થી બંદ કર્યા સુધીનું ખબર હોય તેજ ચલાવી શકે.

અમી બોલી. “કેમ, તું આશ્ચર્યમાં પડી ગયો ને !”

આયુષને શંકા હોવા છતાં પણ ખબર ના પડે તેમ વાત કરે છે. “એજ ને, અચાનક એ પણ તે પ્રપોઝ કર્યું મને.”

અમી બોલી. “પણ હું ખોટી રીતે રિલેશનમાં રહેવા માંગતી નથી એટલે તને એક વાત કહીશ.”

આયુષ પણ બોલ્યો. “વાત સાચી, રિલેશનમાં કંઈ પણ તકલીફ ના હોવી જોઈએ.”

અમી બોલી. “મારે તારી પહેલા એટલેકે ત્રણ ચાર મહીના પહેલા એક ઋત્વિક કરીને બોયફ્રેન્ડ હતો પણ બ્રેકઅપ થઇ ગયું. ખોટું મનમાં નહીઁ લેતો. હવે હું એના વિશે વિચારતી પણ નથી.

આયુષ એ વાતથી ખુશ થઇ રહ્યો છે જે વાત એ વિચારતો એ સાચી પડી અને બોલ્યો. “કંઈ નહીઁ ભૂલી જઈશુ. વારે ઘડીએ તો રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપ્લોઝડની જેમ ધડાકા કરે છે.”

અમી બોલી. “સમજ ના પડી.”

આયુષ બોલ્યો. “આર ડી એક્સ બૉમ્બ, આ તે મારા હૃદયમાં ઘણીય વાર ફોડ્યો બૉમ્બ. હવે હું તને આર ડી એક્સ બોલાવીશ.”

આયુષ મનમાં બોલ્યો. “જે પછી ખાલી એક્સ તરીકે ઓળખાશે” થોડોક રોવા લાગે છે.

અમી બોલી. “તું પણ ડાયલોગ માર મારે તારું નામ પાડવું છે.”

આયુષ બોલ્યો. “દરો દર કરે હમને ભી મોહોબત કી થી, લેકિન ભૂલ ગયે થઈ કી વિલન કો કભી હિરોઈન નહીઁ મિલતી.”

(હવે અંકિત અને આયુષ બેઠા છે તે વખત.)

આયુષ બોલ્યો. “વિલન નામ પાડ્યું, આમતો બરાબર જ છે.”

અંકિત બોલ્યો. “પણ ચાલતું હોય તો શું વાંધો?”

આયુષ બોલ્યો. “પણ મને ખબર જ છે બ્રેકઅપ થવાનું છે તો પણ હું એક એવો માણસ છું જે તેની સાથે રહેતો હશે. એવો તો કેવો થયો લવ કે ખોટું છે છતાં પણ સ્વીકાર કરે છે. જેને બધુંજ ખબર હોવા છતાં એની જોડે રહેવા માંગે છે. મળવાનું નથી પણ ઉમ્મીદ રાખે છે. અરે આવો લવ હોય તો નથી કરવો મારે લવ.”

અંકિત બોલ્યો. “આવું ના બોલીશ. ખોટું થતું હશે તો શીખ મળશે.”

આયુષ બોલ્યો. “વાત એ નથી, વાત બસ આટલી છે જે જે વસ્તુ વિકાશ જીલ જોર્ડન મિતેષ ને અમુક બીજા લોકોને ખબર છે તે વાત અમીને કેમ ખબર?”

અંકિત બોલ્યો. “કેમ સમજ્યો નહીઁ?”

આયુષ બોલ્યો. “જેમ કે જુઓ, આપણે બધાની વચ્ચે અમી નામ લેવાનો પ્લાન કર્યો. અમે લોકો હોસ્ટેલમાં શું કરતા હોઈએ તે ડિટેઇલ. હું સ્ટડી કે કોઈ પણ કામ માટે ચોવીસ કલાક હાજર. કંઈપણ કામ હોય. એ બધુજ એને કેમ ખબર અને મને ફોન પર કહ્યું ત્રણ વાગે ઉઠાડી દેજે. આ બધુજ વિકાશ દિવ્યાને કહે છે અને તેની આખી વાત તે અમીને પહોંચાડે છે. આપણને એમ લાગે કે આપણા સુધી વાત પહોંચે છે પણ બોય હોસ્ટેલની બધીજ વાત ત્યાં ગર્લ હોસ્ટેલમાં પહોંચી છે. હવે કાલ ઉઠીને કંઈપણ વિકાશ જોડે કંઈ થાય તો સમય આવે સાથ છોડી દેશે ફક્ત છોકરી માટે અને બીજી વાત બીજા બધા ફ્રેન્ડ એની બાજુ જ છે.”

અંકિત બોલ્યો. “કેમ તને એવુ કેમ લાગે છે?”

આયુષ બોલ્યો. “એટલા માટે કે તમારા રૂમમાં આવ્યો તેની પહેલા હું આ ન્યૂઝ આપવા વિકાશની રૂમમાં ગયો મેં તો બસ ખાલી એને એમ જ કીધું કે પ્રપોઝ કર્યું પછી તેને બધાને કહ્યું તો એ લોકો એમ બોલ્યા કે હવે બસ રાત નીકળાને છોડી દેવાની. અને આ વાતમાં વિકાસે તેનો સપોર્ટ કર્યો. મને એમ કહો છોકરીઓ રમકડું છે?”

અંકિત બોલ્યો. “આવું વિચારે બધા?”

આયુષ બોલ્યો. “હા, અને પાછું મને શીખવાડે. હું બસ સાંભળીને આવી ગયો. આવા લોકોના લીધે જ આ સમાજ બદલાઈ ગયો છે પછી એમ જ લાગે છે અત્યાર સુધી છોકરીઓ છોકરા જોડે ટાઈમપાસ કરતી હશે. આવા લોકો હોય ને તો આ લોકો છોકરીઓ જોડે ટાઈમપાસ કરે. વાત લાગશે કડવી પણ આવા લોકો સારા છોકરાઓની ઈજ્જત પર વાર કરે છે. છોકરીને મોકો મળે કે બધા છોકરા એક જેવા નીકળ્યા.”

અંકિત બોલ્યો. “તું શું ઈચ્છે છે તો.”

આયુષ બોલ્યો. “આમેય બ્રેકઅપ થવાનું છે તો હું પ્રેમ કરું છું તો તેને બચવાનો પ્લાન મેં ત્યારેજ વિચાર્યો. અને આ પ્લાનથી આખી દુનિયા મને ધિત્કારશે. મને તરછોડશે. અને આવા ગદારો હશે તો તેમને મારું બ્રેકઅપ કરવામાં પોઇન્ટ મળશે. અને દુનિયાને એમ લાગશે બ્રેકઅપ કર્યું અમીએ. પણ હકીકતમાં બ્રેકઅપ મેં કર્યું હશે. બસ છ મહિનામાં છોકરી પોતાના મગજથી વિચારતી થઈ જશે, ફેસલો પોતે લેતી થઇ જશે. અને પછી તે ખાલીને ખાલી જે લાઈફપાર્ટનર બનશે તેની પર જ વિશ્વાસ મૂકશે. અને એમાંય અમુક ખોટા માણસો પર વિશ્વાસ તે મૂકશે એ સમય પર છોડીશ. તે ખાલીને ખાલી સાચા સમયે જ અમીને ખબર પડશે કોણ મારા હતા અને કોણ પારકા. અને આ એક એવી રમત છે જેમાં નક્કી છે લાગશે અમીને એવુ કે તે જીતે છે પણ જીતતો હું હોઈશ. સપોર્ટ કરવા વાળા મારા ફ્રેન્ડ જ છે ચાલો એક મોટી રમત રમીયે. તેની સાથે પાંચ છ જણા અને હું એકલો. લગાવી લો પગની પાનીથી માથાના વાળ જેટલો જોર. તમને ખબર પણ નહીઁ પડવા દઉં કે હું ક્યારે ચેકમેટ કરીને નીકળી ગયો.

અંકિત બોલ્યો. “તું કરીશ કંઈ રીતે બધુ?”

આયુષ બોલ્યો. “અમી જેને બોયફ્રેન્ડ બનાવે એના કરતા વિશ્વાસ બેસ્ટ ફ્રેન્ડ પર મૂકશે. મારો એક વજીર સામેની ટિમમાં મોકલીશ. અને જો તે કંઈ વાત કરે છબે ભરી સભામાં તો અમી શું વિચારશે અને શું કરવાની હશે તેની આખી ડિટેઇલ મને મળશે અને તેને હું સ્ટેપ બાય સ્ટેપ ઓપરેટ કરીશ. આમાં મારી ઈન્સલ્ટ કરનાર ધ્રુવીને કંઈજ ખબર નથી તે પાકુ છે. 

વિકાશ દિવ્યા અમી લેટ્સ ડુ ટુગેધર.”


Rate this content
Log in

Similar gujarati story from Romance