HEMILKUMAR PATEL

Drama Romance

3  

HEMILKUMAR PATEL

Drama Romance

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 13

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 13

6 mins
56


આયુષ બોલ્યો. “જો આવું મેં એટલા માટે કર્યું કે મારું ચાલુ થયું ત્યાર પછી સુમિત કરીને તેનો ફ્રેન્ડ બન્યો. એ સુમિતને ખબર છે કે મારી ગર્લફ્રેન્ડ છે તો પછી તે એની જોડે શું કરતો હતો. અને વાત તો બીજી ડેન્જર મળી કે તે જ ક્લાસમાં તેની ગર્લફ્રેન્ડ છે તો મારી વાળી સાથે શું દાંડિયારાસ રમતો હતો ! મેં એને કહ્યું કે તું કેમ આવું કરે ચાલતું હોય તો ચાલવા દેને, મને એ ટોપાએ જવાબ એવો આપ્યો કે તે પણ મને ફ્રેન્ડ માને હું પણ એને ફ્રેન્ડ માનું અને એ એમ કહે છે કે આયુષ કરતા મારી ફ્રેન્ડશિપ વધારે પ્યારી છે. ખરેખર મારા હૃદયના કેટલાય ટુકડા કરશે આ અમી. મને એક વાતની પૂરી ખબર પડી કે જો મારા કરતા કોઈ સારું બોલનાર આવે તો અમી એની અને એના કરતા સારું બોલનાર આવે તો એની. લવશિપને નહીઁ માને કારણ એની જોડે હૃદય છે જ નહીઁ. તકલીફ આવશે તેના પર ત્યારે ખબર પડે ક્યારેક કોઈ તેનું હૃદય તોડે ત્યારે ખબર પડે પણ એવુ થાય જ નહીઁ કોઈ હૃદય તોડે એનું તો મલમ લગાવાત આપણા ગદ્દાર ફ્રેન્ડ કાફી છે. જીલ પણ સમય આયે દગો આપશે એનું રીઝન કહું તને કાલે રાત્રે હું વાત કરતો હતો એટલે એને મને કહ્યું કે હું જીલ જોડે વાત કરું મઝા આવી છે પછી તારી જોડે વાત કરીશ. અને ત્યારે હું ગયો જીલના રૂમમાં અને તે બોલ્યો હું કોઈ જોડે વાત કરતોજ નથી. એટલે મને ગઈ શંકા કે આ કામ ઉલટું ચાલે છે. હવે અમીએ તો બ્રેકઅપ કર્યુ જ છે નામ ખાતર મારી જોડે છે જોર્ડન. અને સાચું કહું તો વિકાશ તારો ફ્રેન્ડ સાચી વાત પણ તારા વિશે મને ઊંધુ ઘુસાડતો મારા મગજમાં. પણ ના ઘુસાડી શક્યો કાંડ જ એના એવા છે તો પછી.”

આયુષ થોડો ઠંડો થઈને બોલે છે કંઈક સમજાવતો હોય તેમ. “આ દુનિયામાં આવું થશે એ મને લાગતું તો હતું પણ આજે તૂટ્યો છું તો હાર મહેસૂસ થાય છે. પર્વત પણ ટકી ગયા છે પવન જોડે, કોઈ દિવસ વિશ્વાસઘાત નથી કર્યો પોતાની સાથે, માન્યું કે અણસમજુ થયાં બધા કોઈ માટે, પણ શું તે સાચું હતું જીવનસાથી માટે ! પવને તો પાંદડા ઉડાવી દીધા છતાં જાડ મજબૂત રહ્યા પણ જાડે પવન જોડેથી સંબંધ ના બગડ્યો. આ રહી વાત મારી તો કહી દઉં જોર્ડન અમી જોડે બ્રેકઅપ થયાં પછી હું કોઈ જોડે રમત રમવાનો નથી કે પછી હું કોઈને તકલીફ આપવાનો નથી. એમનું જીવન એમને મુબારક.”

જોર્ડન બોલ્યો. “હવે થશે શું એ બોલ?”

આયુષ બોલ્યો. “હવે આ ફ્રેન્ડ તેનો છે સુમિત, તેની જોડે કેમ રખડે મને નહીઁ ગમતું ને એ બધુજ કહીશ બ્રેકઅપ થઈ જશે. પાંચ વખત કહીશ અને ટકી ગઈ તો લાઈફટાઈમ સાથે રહી જઈશ.”

આયુષ તેણે એક વખતે તેના વિશે ટોકે છે ત્યારે માંડ માંડ માનવામાં થાય છે વાર, અમીને મનાવવું થયું મુશ્કેલ. અને આ રીતે 19/01/2018 તારીખ આવી ગઈ અને થયું બ્રેકઅપ. 

હવે બ્રેકઅપ કેમ થયું તેનું રીઝન અલગ છે, ના ફ્રેન્ડશિપ વચ્ચે આવી કે કોઈ ફેમિલી,....

(આયુષનું બ્રેકઅપ અને સાથે લઈને ગયો તૂટેલું હૃદય. )

આયુષ છેલ્લે જોર્ડન જોડે આવે છે અને બોલ્યો. “ભાઈ તેણે મને બ્લોક કર્યો.”

જોર્ડન થોડો માયુસ થાય છે અને બોલે છે. “શું થયું.”

આયુષ બોલ્યો. “જવાબ હમણાં નહીઁ માંગતો. બધા જવાબ બે વરસ પછી આપીશ.” આટલુ બોલતાની સાથે ચીસ પાડીને રોવા માંડે છે. છોકરી માટે છોકરો રડ્યો છે આજે એ હૃદય પણ આજે રોતા હશે તેણે આયુષને મોટો કર્યો હસતો બોલતો કર્યો તે પણ મુરજાયા હશે. આજે તે પણ રોયા હશે જેને આયુષને એમ કહ્યું કે કંઈ પ્રોબ્લેમ આવે તો કહેજે અને આજે તે એકલો દુનિયાને લડત આપવા નીકળ્યો છે. આજે તે પણ રોયા હશે. 

બે વરસ પછી 19/01/2020

જોર્ડન આયુષને ફોન કર્યો. 

જોર્ડન બોલ્યો. “કેમ છે ભાઈ?”

આયુષ બોલ્યો. “બસ એકલા જીવવાની કોશિશ, પહેલા જીવી શકતો હવે નહીઁ.”

જોર્ડન બોલ્યો. “એ દિવસે જે થયું તે બોલી મને હળવું કર.”

આયુષ બોલ્યો. “એ દિવસે શું થયું તે જાણતા મને બે વરસ લાગ્યા. દિવ્યાને હું કોલેજમાં બોલ્યો તે બદલો લેવા માટેજ આવું કર્યું. ગાંજો, દારૂ, કોકીન આવું લઉં છું તે અફવા એના મગજમાં લીધી. વિડિઓ અશ્લીલ બનાવીશ તે કીધું, ભવિષ્યમાં હું તેણે તરછોડી દઈશ એમ કહ્યું. અમીએ ત્યારે તેણે એમ કહ્યું બસ મારે થવું હતું છૂટું તે મને મોકો આપ્યો. પણ આમાંથી એક વાત હતી સાચી નહીઁ. જીલ તેને લઈ ગયો ફરવા ગદ્દાર. મેં તેણે કહ્યું કે કેમ લઈ ગયો તો તે એમ બોલ્યો કે તેનું સતીશ જોડે બ્રેકઅપ થયું. આ નવું આવ્યું પાછું, તો અમી જોડે સતીશે કર્યું બ્રેકઅપ અને અમી રોવા લાગી, કીધું હશે જીલને અમીએ કે જીવી નહીઁ શકે તો જીલ મને કહે કે મરવા થોડી જવા દેત લઈ ગયો તેને. તો મેં કહ્યું મને તકલીફ આપી એને તો તું બોલી ના શકે કે તે પણ આયુષને આવી તકલીફ આપી. તો એ એમ બોલ્યો કે મારી પાસે પછી ફરવા આવેજ નહીઁ એટલે ના કીધું. આટલી વાત બસ.”

જોર્ડન બોલ્યો. “માન્યું ખુશ રહેવું અઘરું છે પણ કોઈ ચાન્સ નથી.” 

       {  જે મમ્મી પપ્પા હોય કોઈ દીકરા દીકરીના તો હું તેમને એક મેસેજ પહોંચાડવા માંગુ છું. તમે લોકો પણ મારી વાતને આગળ સુધી પહોંચાડો.

         આ હતી મારી લખેલી એક વાત જેને મેં વાર્તા સ્વરૂપે તમારી સામે રાખી. આ વાતમાં થાય છે એવુ કે ટાઈમપાસ કરવાવાળા હંમેશા બીજાનું હૃદય જ તોડતા હોય અને કહે કે કૃષ્ણ રાધા જેવો પ્રેમ. અરે સમજો વાતને કૃષ્ણ અને રાધા એકબીજાને પ્રેમ તો કરતા તમારી જેમ નહીઁ એક નાટક કરે ને એક તૂટતો જાય. તે બંને એક હતા કૃષ્ણ ચાલતો હોય તો પડછાયો રાધાનો પડે અને રાધા ચાલતી હોય તો કૃષ્ણનો. એમાંય આજકાલના છોકરા છોકરીઓ કોઈ સારું બોલે તેના થતા હોય છે સમજતા નથી કે તે એના વિશે કેટલું ખરાબ વિચારતા હોય. અને જે સારું વિચારે તેને તરછોડી જતા રહે અને આખી જિંદગી પોતાની સાથે તે માણસ લડતો રહે. એક વાત તમે સમજો કે તે છોકરો કે છોકરી કોઈને પ્રેમ કરતા હોય બીજાને કદર નથી તો હા શું કામ પાડો છો. હા પાડીને પછી છૂટું થતા તેને કેટલું દુઃખ થાય છે આખા જીવન સુધી તે કંઈ રીતે તકલીફમાં નીકળશે એ તમને કંઈ ખબર પડે છે ! શું કયા હકથી તમે એને તકલીફ આપો છો ! તમને પ્રેમ કરવાનું તે જબરદસ્તી તો કહેતો હોતો નથી માણસ તો સગું તંબુ મારવા ટાઈમપાસ કરીને તેનું હૃદય તોડો છો. તો એક વાત તમને કહી દઉં અગર પ્રેમની રમત રમીને ટાઈમપાસ કરીને કોઈનું દિલ તોડો છો તમે તો તમને હક જ નથી એનો સાચો પ્રેમ લેવાની. હક જ નથી તમને કે તમે એની જોડે રહો. તમે ખોટી રીતે તેને તકલીફ આપવા ઈચ્છો છો. અગર તમે કોઈને સુખ આપી નથી શકતા તો શું તમને અધિકાર છે કે તમે તેને દુઃખ આપો? દિલ પર હાથ મૂકીને કહો જેને કોઈપણ જોડે ટાઈમપાસ કર્યો હોય શું હક છે તમને તેનો પ્રેમ લેવાનો ? શું હક છે તમને તેની સાથે રહેવાનો ? અને જ્યારે તમને પૂછવામાં આવે કે ટાઈમપાસ કેમ કર્યો તો એમ કેમ જવાબ આપો છો મારું જીવન મારા રૂલ્સ! મને કંઈ ફરક નહીઁ પડે તે મરી જાય તો ! તો તમને અધિકાર જ નથી આ દુનિયામાં રહેવાનો. નાટક કરવામાં ખેલાડી હોય તો જતા રહોને નાટક કંપનીમાં રોજ જગ્યાએ ખાલી પડે છે નાટક કંપનીમાં સારું રોજગાર મળી રહેશે. પ્રેમની ભાષા ના સમજો તો ચાલશે પણ એ ચાલ ના સમજતા જે સામેવાળાનું જીવન નર્ક બનાવી દે. મને એક વાતનો જવાબ આપો તમે પ્રેમ જ કર્યો નથી તો નફરત કરો છો એવુ કેમ બોલ્યા ? હવે હું સાચી વાત કહું જે પ્રેમ કરે તે કોઈ દિવસ નફરત ના કરી શકે અને કોઈ એમ કહે કે નફરત કરે છે તો ચેલેન્જ તેને કોઈ દિવસ પ્રેમ કર્યો જ ના હોય કારણ આટલુ જ કે જે માણસ નફરત કરે તે હજારો સારી વાતમાંથી એક ખરાબ વાત શોધશે અને જે પ્રેમ કરતો હશે તે લાખો ભૂલ, ખરાબ આદતમાંથી એક સારી વાત શોધશે. 

આ મારું માનવું છે તમારું માનવું મને કહી શકો છો. આભાર તમારો. }


Rate this content
Log in

Similar gujarati story from Drama