HEMILKUMAR PATEL

Drama Romance

3  

HEMILKUMAR PATEL

Drama Romance

લઇ ઈઝ ટાઈમપાસ - ભાગ 11

લઇ ઈઝ ટાઈમપાસ - ભાગ 11

5 mins
34


ભાગ 11 આયુષનું બલિદાન 

અંકિત બોલ્યો. “અમીને એક બોયફ્રેન્ડ છે અને તારી જોડે હા કહીને આગળ વિચારે છે.”

આયુષ બોલ્યો. “ખોટી વાત છે હું બીજા નંબર પર નથી. હું ત્રીજા નંબર પર છું.”

અંકિત બોલ્યો. “કેમ સમજ ના પડી?”

આયુષ થોડો હાસ્તો બોલ્યો. “અમી બોલવામાં ભૂલ કરી ગઈ. એને કીધું કે ઋત્વિક મારો બોયફ્રેન્ડ હતો ત્રણ ચાર મહિના પહેલા. મેં ઋત્વિકની પ્રોફાઈલ ચેક કરી તેની અગિયાર મહિના એટલે વરસ થવામાં એક મહિનો વાર છે તેની સગાઈ પણ થઈ ગઈ. અને બીજી વાત ત્રણ ચાર મહિના પહેલા બ્રેકઅપ થયું તો કેન્ટીનમાં બે મહિના પહેલા મારી ઈન્સલ્ટ કરી કેમ ? મને ડાઉટ હતો તે કોઈ જોડે વાત કરે છે તે સમયે અને તેજ એનો બીજો બોયફ્રેન્ડ. મતલબ અમી મારાથી એ વાત છૂપાવે છે જે ખાલી એ બોલે અને તે વાતને ડીટેલમાં ખબર મને પડી જાય છે. એક એક શબ્દોમાં મને તે ખોટી લાગી. મને એકજ બોયફ્રેન્ડ કહે છે પણ ખરેખર હું ત્રીજા નંબર પર નીકળીશ. અને બીજી વાત વિકાશના રૂમ અને ઋત્વિકની સગાઈ થઈ ગયા નો સમય, આ વાતથી અમીને બચાવવાં મારે લડત એટલી કરવાની કે જ્યારે બ્રેકઅપ થાય ત્યારથી અમી મને લાઈફ ટાઈમ માટે નફરત કરશે અને તે આરામની જિંદગી જીવશે. અને મને ગર્વ થશે કે મેં પ્રેમ કર્યો તે મારી પોતાની રીતે સાબિત કરીને રહ્યો અને દુનિયા મને એક કહેશે કે આયુષને પ્રેમ કરતા આવડ્યું નહીઁ તે તો બદલો જ લેતો હોય આવો કોઈ પ્રેમ કરે! ત્યારે હું જવાબ આપીશ, કે પ્રેમ કર્યો મારું જીવન ભલે બગડ્યું પણ અમીનું બગાડવા નહીઁ દઉં. આ મારી પોતાની જાતને એક પ્રોમિસ છે.”

એમ બોલીને પોતાની પર ગર્વ કરીને તે રૂમમાં જતો હોય ત્યારે અંકિત મનમાં વિચારે છે. “આ દુનિયામાં સાચા લોકોની હાર થાય છે મેં સાંભળ્યું. પણ આ પહેલીવાર સાચું જીતશે અને તેજ હારી જશે. આયુષ એક નામ બની જશે જે આખી કોલેજ આખુ ગુજરાત અને આખા ભારત દેશમાં ટાઈમપાસ કરવાવાળાને એક મેસેજ પહોંચાડશે. એ એવો નહીઁ હોય કે તમારા ટાઈમપાસથી કોઈને તકલીફ થતી હોય એ મેસેજ એવો હશે કે તમે જે ટાઈમપાસની ગેમ રમો તો સામેથી પ્રેમ કરવાવાળો તમારાથી પણ મોટો પ્લેયર છે. એટલે કે ટાઈમપાસથી તકલીફ પણ થતી હશે તે કહેશે અને તેની સામેથી લડત આપી કંઈ રીતે બચવું અને બચાવવું બંને આવડત દુનિયાને શીખવાડશે. અરે બીજો કોઈ સાથે નહીઁ હોય આયુષની એકલો કાફી છે. લેટ્સ ડુ ઈટ આયુષ.”

આયુષ ત્રણ વાગે ઉઠાડવાનો હોય તે સમયે ઉઠાડી દે છે. પણ તે રાત્રે જ્યારે વાત કરે છે ત્યારે તેનો સમય ચાલુ થાય છે સમજણનો અને અમી પોતાના મગજથી સમજે તેનો.

અમી બોલી. “તું બહુજ સારોં છે. જેમ કહીયે તેમ કરે. હું મારી ફ્રેન્ડને કહું તે પણ ઉઠે નહીઁ અને ઉઠાડે પણ નહીઁ.”

આયુષ બોલ્યો. “વાત તો બધી બરાબર છે પણ એક કન્ફેશન છે.”

અમી બોલી “હા બોલ.”

આયુષ બોલ્યો. “મારા મગજમાં ખરાબ વિચાર ઘૂસ્યો હતો કે આપણે રોમાન્સ કરતા હોય કોઈ વિડિઓ એડિટ કરી દે તો તારો દાવ કેવો થાય.” આ આખો તકલીફમાં બોલ્યો આયુષ. તે કોઈ કન્ફેશન નહોતું, અમીને બચાવવાની એક વાત હતી.

અમી વિચારી બોલી. “અરે કેમ તું આવું ખરાબ વિચારે. આવા વિચારો છે તારા.”

આયુષ બોલ્યો. “આતો ખાલી કન્ફેશન, બહુ વિચારીશ નહીઁ.”

અમી બોલી. “કંઈ વાંધો નહીઁ, સાયરીમાં કંઈક અલગ રીતે પ્રોપોઝ કરને.”

આયુષ બોલ્યો. “મારુ હતું મફતનું હૃદય, તારું હતું કિંમતી,

                           મફતમાં તો વેચાઈ ગયા અમે, બોલો તમારી શું કિંમત હશે. પ્રોપોઝ ને તો પછી આઈ લવ યુ.

અમી બોલી. “આઈ લવ યુ ટુ આયુષ. ચાલ દિવ્યા આવી છે કામ છે.”

આયુષ મનમાં વિચારે છે. “જલ્દી વાત પુરી કરી રૂમ પાર્ટનર છે એટલે એ ત્યાં જ હતી પણ મને પપ્પુ બનાવા જાય છે. હવે તે અમી બધી વાત કરશે અને દિવ્યા જવાબ આપશે!

            દિવ્યા બોલી. “જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી રહે હવે તને એવુ લાગે તો બ્રેકઅપ કરી દેજે. આયુષને હું મારી રીતે લઈ લઉં વિકાશનો સપોર્ટ લઈને. જે રીતે તે એની ગર્લ ફ્રેન્ડને દગો આપવા જાય છે આયુષ તે રીતે દોસ્તીમાં દગો અપાવું જો તું.”

          અમી બોલી. “હા પણ આયુષે એ લોકો જોડે વાત તો કરી હશેને.”

          દિવ્યા બોલી. “નથી થઈ વાત, વાત હોત તો કહી દેત.”

બીજા દિવસે કોલેજમાં આયુષને અમીનો કોલ આવે છે.

આયુષ બોલ્યો. “કેમ અચાનક કોલ કર્યો?”

અમી બોલી. “મને ડર લાગતો હતો. આપણું મારા ઘરે ખબર પડી જશે તો. એટલે આપણે ફ્રેન્ડ રહીયે.”

આયુષ બોલ્યો. “કંઈ નહીઁ થવા દઉં, અને આવું તું કેમ કહે છે મને ખબર છે કાલની વાતનું ખોટું લાગ્યુ છે.”

અમી બોલી. “ ના એવુ નથી, એતો ભૂલી ગઈ હું.”

આયુષ બોલ્યો. “જો હું ક્લાસમાં છું એક નંબર મોકલું જીલનો નંબર છે તું એની જોડે વાત કરી લે અને સમજી લે.”

અમી બોલી. “હા વાંધો નહીઁ.”

આયુષ મનમાં વિચારે છે. “મારો વજીર સામેની ટિમમાં જતો રહ્યો એ પણ સામેથી જ. હવે શું વાત થશે અને થતી આવી છે તેની ફુલ ડીટેલ મળશે કારણ અમી બોયફ્રેન્ડ કરતા વધારે વિશ્વાસ બેસ્ટફ્રેન્ડ પર મૂકે છે.”

રાત્રે આવીને વાત થાય છે જીલની અને આયુષની.

જીલ બોલ્યો. “તે નંબર આપ્યો? “

આયુષ બોલ્યો. “હા મેજ નંબર આપ્યો. શું વાત થઈ?”

જીલ બોલ્યો. “બહુજ પ્રેમ કરે છે તને આખા જીવન સુધી હાથ પકડીને રાખજે અને એને સાચવજે.”

આ બધી વાત આયુષ અંકિતભાઈને કરે છે.

અંકિત બોલ્યો. “અલ્યા તને લાફો મારવાની ઈચ્છા થાય છે. આવું નંગ જેવું કેમ કર્યું તે!”

આયુષ બોલ્યો. “તો શું કરત. એક બાજુ અમી એક બોયફ્રેન્ડનું નામ બોલી છે તેની સગાઈ અગિયાર મહિના પહેલા થઈ એટલે તેનું સેટિંગ બાર તેર મહિનાથી વધારે હોઈ શકે. બીજો બોયફ્રેન્ડનું નામ બોલતી નથી. બીજું તેને ઓપરેટ બીજો કોઈ કરે છે. પહેલા લોકો અમીનો વિશ્વાસ જીતે છે. નીચેના રૂમમાં બધા તેની જોડે રાત કાઢવાનું મને કહે છે એમાં વિકાશ પણ બેઠો છે. હું તો સારોં છું કંઈ નહીઁ કરું પણ મારા બ્રેકઅપ પછી કોઈ જોડે સેટિંગ થશે તો એ માણસ ખરાબ નીકળે તો અમી તેની જોડે રાત જવા માટે દસ વાર નહીઁ સોં વાર વિચાર કરશે. અને બીજું આવું કરવાથી જો અમી આવું વિચારે તો તે જાતે વિચારતી બનશે બીજા કોઈ જોડે જતા વિચારશે અને તરત કોઈની પર વિશ્વાસ નહીઁ મૂકે તેને મારી વાત યાદ આવશે ને તરત તે એક્ટિવ થશે. અને વિકાશ જો આટલુ ખરાબ વિચારવામાં બીજાનો સપોર્ટ કરે છે એનો મતલબ તે દિવ્યા જોડે કંઈકતો કરવાનો છે તેની પર નજર રહેશે મારી. તે મારું બ્રેકઅપ કરાવશે પણ તેનો આવો ખરાબ વિચાર પણ દુનિયાની સામેથી ઉઘાડો પાડીશ અને આ સ્ટોરીથી હું જેમ બને તેમ કેટલીય છોકરીઓની જિંદગી બચાવીશ અને આ જ મારો ગોલ છે. દુનિયામાં હું ખોટો હોય તો ચાલશે પણ ઉપરની અદાલતમાં એવી વાત થવી જોઈએ કે આયુષને માણસ બનાવી ભૂલ નથી કરી.

                 હું દરેક કોલેજમાં મારી વાત ફેલાવીશ ડેવિલ રિટર્ન સ્ટોરીથી. જેમાં ટાઈમપાસ નામનો કોલેજનો આતંકવાદ, કોઈ છોકરીના જીવન પર રમવું, કે કોઈ પણ છોકરા છોકરી જોડે રહીને ગદ્દાર બનવું. બધુંજ આ સ્ટોરીથી હું બંધ કરાવી દઈશ. પણ ડેવિલ રિટર્ન સ્ટાર્ટ હું મારી લાઈફથી કરીશ. અને આખી દુનિયા જોતી હશે આને અને જેને આવું કોલેજમાં કર્યું હશે તો તેને પસ્તાવો થશે અને જે કરવાનું જશે તેને ડર અને જે માણસ સીધો છે તે પોતાની કોલેજમાં ફેલાવા મારી મદદ. આખી વાત બસ ખાલી સમજવા જ કરવાની છે અને હું પોતાનું બલિદાન આપવા તૈયાર છું.


Rate this content
Log in

Similar gujarati story from Drama