HEMILKUMAR PATEL

Crime Inspirational Thriller

4  

HEMILKUMAR PATEL

Crime Inspirational Thriller

ઇતિહાસ

ઇતિહાસ

7 mins
260


આ દિવસના સમયે કંઈક માહોલ ગરમ થયેલ જણાઈ રહ્યો છે. ચાર છોકરા અને તેમના કોલેજના સાહેબ અહીં ફરવા આવેલ હતા, પણ કાળ હતો બેસેલો.

જે ચાર છોકરા જણાવ્યા હતા એ મુજબ, બધા અલગ અલગ થયેલા દેખાતા હતા. એક છોકરો હાફી ગયો હતો અને ગબ્બરની સીડી ઉતરતા ઉતરતા તે અમુક થાંભલે અથડાતો હતો અને લોહી પણ શરીર ઉપર દેખાતું હતું. બીજો બેભાન થઇ ગયો હતો અને તે પથ્થર પર ઊગતો દેખાતો હતો. ત્રીજો છોકરો હાથમા બૉમ્બ પકડી ગબ્બર મંદિરની જમીન બહાર લઇ જય તેને બહાર બૉમ્બ ફેંકી, મંદિરની પવિત્રતાને બચાવી. ચોથો ગબ્બરના પર્વત પહાડ પર દોડતા દોડતા ઉપરની બાજુ હાથમા બંદૂક એમ - ૪ લઈને ભાગતો હતો, માથામાથી જરાક લોહી પણ નીકળતું હતું. અને છેલ્લે સાહેબ, જે આ બધું જોઈ રહ્યા હતા અને એકલા ચીસ પાડીને રોઈ રહ્યા હતા.

આ કહાની લાગી રહી છે કોઈ હુમલાની. પણ આ રમત ફક્ત એક જ દિવસમા દેખાઈ રહી હતી. તેના આગલા દિવસે એસ. પી. એસ કોલેજ પાટણ.

આ કોલેજના સાહેબ કૌશિક પટેલ. ચાર મુખ્ય પાત્ર, હેમીલ મહેશ અયાઝ પાર્થ. જે આ દિવસ દરમ્યાન કોલેજની ઓફિસમા આવ્યા હતા. જ્યાં કૌશિક સાહેબ પહેલાથી બેઠા હતા.

"કૌશિક સર, આવી શકું?" આવકાર આપતાં હેમીલે પૂછ્યું.

"અરે બેટા, તારે અને તારા ભાઈબંધને પૂછવું પડે અહીં આવવા માટે? આવો બેસો." કૌશિક સરે હસીને જવાબ આપ્યો.

"આભાર સર. તમે કંઈક જણાવવા ઇચ્છતા હતા?" હેમીલે પૂછ્યું.

"હા બેટા સાંભળ. એક ઇતિહાસ છે જેને જાણવું આપણા માટે આવશ્યક હોય છે. અંબાજી મંદિર અને ગબ્બરના મા અંબાનો ઇતિહાસ. જાણો છો આ વિશે?" કૌશિક સરે પૂછતાં કહ્યું.

"થોડીક જાણકારી છે સર, પણ બીજી વાત આખી જણાવો, આતુર છીએ અમે." અયાઝે કહ્યું.

"તો જાણો. ઘણાય સદીઓ પહેલા કહેવાય છે કે મા પાર્વતી માતાએ જ્યારે અગ્નિ દાહ આપ્યો હતો ત્યારે ભગવાન શંકરે તેમના તાંડવઃ નૃત્યથી અગ્નિ ઓલાવવાની કોશિશ કરી પણ ઓલાવી શકાય તેમ નહોતું. કેમ કે તે અગ્નિ પાર્વતી માતાના નિશ્ચય થી થઇ હતી. પણ બન્યું એવુ કે તેમના શરીરના હૃદયનો ટુકડો ગબ્બર ગોખમા પડ્યો. અને ત્યાર્થી મા અંબા તરીકે ઓળખાયા. અને તે પછી અંબાજીમા કોઈને મૂર્તિ નહિ પણ ફક્ત અખંડ દીવાની પૂજા થાય છે. જે આપનો અખંડ વારસો છે. ઇતિહાસમા ઘણાય લૂંટ કરવા આવ્યા પણ આપણા લોકોએ આપણા વારસાને બચાવવાં માટે ઘણું બલિદાન આપ્યું હતું. બસ હું એ વારસાને જોવા તમને લઇ જવા ઈચ્છું છું." કૌશિક સરે કહ્યું.

"સર સાંભળીને મઝા આવે છે. તો જોઈને કેવી મઝા હશે" મહેશે કહ્યું.

"સર, એ બધું છોડો જવું છે ક્યારે?" પાર્થે ઉત્સાહ પૂર્વક પૂછ્યું.

"હા તને બહુ ઉતાવળ." મહેશે હસતા જણાવ્યું.

"આજે રાત્રે ૭ વાગ્યાની આરતી પહેલા પહોંચી જઈએ." કૌશિક સરે કહ્યું.

તે જ દિવસે અંબાજી મંદિરની જમીન પર અમુક આતંકવાદી ઘૂસી રહ્યા હતા. તેમના હાથમા ઘણી થેલી અને બેગ હતી. તેઓ બસમાથી ઉતરી રહ્યા હતા. તેમનો એક માણસ કંઈક આવું બોલ્યો, "લશ્કરે જેહાદની નીચે માથું જુકેલ છે. આ જમીન આપણી, નહીતો કોઈની નહિ." બીજો કંઈક આવું બોલ્યો, "બસ અડધા અડધા વહેંચાઈ કાલે સવારે દસ વાગે ધૂમ મચવીએ. મંદિર અને ગબ્બર આપણા થવા જોઈએ."

તો આ બાજુ, આ સર અને તેમના વિદ્યાર્થી મંદિર પહોંચી ગયા. મજા કરતા કરતા આરતીમા પણ જોડાયા અને પ્રસાદની મજા લીધી. ધર્મશાળા મા ઉમિયા ધામ નામની ધર્મશાળામા રોકાણ કર્યુ રાત્રીનું. બીજા દિવસે સવારે મંદિરના દર્શન કરી ગબ્બર પહોંચી ગયા.

"આજની મજા મા અંબાના દરબારની. સર, આ તો સૌભાગ્યની વાત હોય છે, અંબામાના દર્શન કરવા, એ ખરેખર સૌભાગ્યની વાત હોય છે." હેમીલે કહ્યું.

"એકદમ વાત સાચી." કૌશિક સરે કહ્યું.

તો બીજી બાજુ, આતંકવાદી બે ગ્રુપમા વહેંચાઈ ગયા હતા. એક ગ્રુપ મંદિર અને બીજું ગ્રુપ ગબ્બર પર. તેમા ગબ્બરની સીડી ચડતા હતા આ લોકો થેલા હતા જોડે. આ જોઈ હેમીલને મનમા કંઈક વિચાર આવ્યો.

"સર, અંબાજી ગબ્બરના પગથિયાં કેટલા હોઈ શકે?" હેમીલે પૂછ્યું.

"નવસો નવાણું. કેમ શું થયું?" કૌશિક સરે પૂછ્યું.

"એક ટિમ હમણાં બિસ્તરા પોટલાં ભરી ઉપર જય રહી છે. આટલો સામાન ભરી ઉપર દર્શન કરવા જવાનુ?" હેમીલને ઉદભવતી શંકા વ્યક્ત કરી.

"એ બધું ના વિચાર કર. ટ્રેકિંગ પર હોય બધા." કૌશિક સરે કહ્યું.

"ટ્રેકિંગ ત્યારે કરાય જ્યારે ઉપર કોઈને રહેઠાણ હોય. ઉપર દર્શન માટેનો દીવો છે અને હવા આવવાનો એહસાસ. એમા આટલા બિસ્તરા લઈને જવાય નહિ. કપડાં બધાના કાળા." હેમીલે શંકા વ્યક્ત કરી.

"વાત તો સાચી. આપણે તેની પાછળ જવું જોઈએ." કૌશિક સરે કહ્યું.

આમ પાછળ જતા હતા તો અલગ અલગ જગ્યાએ તે લોકો ઉભા રહેતા હતા. અને કોઈને જોઈ ના શકે તે રીતે છુપાતા હતા. આ જોઈને આ વિદ્યાર્થી અને સરને શંકા ગયી. અને છુપાઈને આ લોકો બૉમ્બ અને બંદૂક કાઢતા દેખાયા. કોન્ફરન્સમા જોડાયા હતા સર અને વિદ્યાર્થી.

"હેમીલ તું સાચું કહેતો હતો. હવે બધા ધ્યાનની વાત સાંભળો. આ લોકો આતંકવાદી છે. મંદિરમા પણ કંઈક કરવાનાં હશે." કૌશિક સર બોલ્યા.

"સર મારી વાત સાંભળી લો. આ હવે યુદ્વનો સમય છે. આપણે પાંચ અને આ લોકો ઘણાય વધારે છે. આપણે વારસો બચવવાનો છે. માટે હવે એક જ ધ્યેય, અંબામાના દરબારમા છીએ, મા અંબાએ આપણને સમય જોઈને દર્શન માટે બોલાવ્યા. આ જ સમય છે મા અંબાના આશીર્વાદ સાથે તે બચવવાનો. તો એક જ ધ્યેય, મારો કે મરો. અને બીજી વાત એ લોકો પણ કોન્ફરન્સમા છે, મંદિરમા કંઈક હલચલ કરવાનું વિચારતા હોય તો અહીં એટેક આપણે બચાવ માટે કર્યો એ મંદિરમા ખબર ના પડવી જોઈએ એટલે પહેલા એમના ફોન તોડીને આગળ વધો." હેમીલે કહ્યું.

હેમીલે કહ્યું એ મુજબ આ લોકો આતંકવાદી પર તૂટી પડ્યા. હેમીલ પહેલા આતંકવાદી જોડે જઈને હાથમાથી બેગ ઝૂંટવી બંદૂક નાની લીધી અને સીધી માથામા ગોળી મારી હત્યા કરી. આ અવાજથી બધાની દોડધામ વધી ગયી. બીજા આતંકવાદીને ગોળીના અવાજથી કંઈક ડખા લાગ્યા તો તે પણ કંઈક કરવા જતા હતા તો બધાએ અચાનક હુમલો કરી દીધો. ફટાફટ જે હાથમા હોય એ આ પાંચ લોકો મારવા માડ્યા. જેવું આ સમજતા હતા એવુજ એક બીજું ગ્રુપ આવેલું હતું. એ ગ્રુપનો એક માણસ "અહીં હુમલો થયો છે, અચાનક કોઈને બચાવ પક્ષનો માણસ છે. જેને હાલ જ કદાચ ખબર પડી હોય તો મંદિરમા બચાવનાર આ ગ્રુપનો માણસ નહિ પહોંચી વળે. ચાલો આપણે મંદિર પહોંચી કઈ થાય તેના પહેલા આપણે આ હુમલાને બંદ કરીએ." આવી કહેતાની સાથે આ ગ્રુપ ફટાફટ નીચે ઉતરી પાર્કિંગના જે પૈસા આપવાના હતા તે લેવા વાળાને ખબર પડતા કે આ બચાવવાં જાહેર છે તેમને મંદિરમા ગાડી નંબર આપી દીધો અને ફટાફટ બધા સતર્ક થઇ ગયા. અને ગાડી ચાલાકને બ્રેક ના મારવી પતે તે રીતે બચાવ પક્ષના માણસો રસ્તો ખુલો કરાવતા રહ્યા.

આ બાજુ ગબ્બરમા લડાઈ ચાલતી ગયી. અયાઝને ખંભા પર ગોળી વાગી. તો તે ગુસ્સે થઈને સામું વાર કર્યો અને બોલ્યો, "મા અંબાના આશીર્વાદ સાથે અમે લડી રહ્યા છીએ. વારસાને કઈ નહિ થવા દઈએ." આવું બોલી ભયંકર રૂપમા સામે મારવા માડ્યો. હેમીલ ફટાફટ ઉપરા ઉપરી બધા પર હુમલો કરી નિર્દોષને નીચે ભગાડતો હતો અને બચવતો હતો. સામે હુમલો ફટાફટ કરવા લાગ્યો. ત્યાં એક આંતકવાદી બૉમ્બ ક્લજ નિકાળી ફેંકવા જતો હતો ત્યાં મહેશે કેચ કર્યો અને નીચે ફૂલ પ્રેસરમા ભાગતા ભાગતા છૂટો દૂર ફેંક્યો અને ફૂટ્યો જેનાથી મંદિર અને જમીનને કઈ નુકસાન થયું નહિ. આ આપણા માણસો લોહીનું ટીપું પણ જમીને પડવા દેતા નહોતા. તેને બેગમા ભરતા હતા. અને જે આતંકવાદી મારી જાય તેને અલગ કરતા હતા જેનાથી મંદિરની પવિત્રતાને ઠેસ ના પહોંચે.

તો પેલી બાજુ મંદિરમા પહોંચી ગયું બીજું ગ્રુપ અને તેને શંકા થાય એવા માણસને પકડતા. છેલ્લે મંદિરમા પણ યુદ્ધનો માહોલ બન્યો. ગબ્બર બાજુ મહેશને પણ લોહી નીકળતું હતું માથા પરથી. કૌશિક સર ઉદાસ થઇ ગયા. અયાઝ લઠડીયા ખાતો દેખાયો. પાર્થ યુદ્વ કરતો હતો અને હેમીલ બંદૂક લઈને પથ્થરો પર ચડી ટૂંકા રસ્તેથી આગળ વધ્યો. આખા સમાજમા ખબર પડી ગયું કે બચાવ પક્ષ કોઈને સાધારણ માણસો હતા. મંદિરમા હુમલો થતા આર્મીના માણસોને ખબર પડતા ત્યાની સિક્યુરિટી હાજર થયી અને તે લોકો હુમલો કરતા રહ્યા. ગબ્બર પર જે હુમલો થયો એ નીચેથી સાધારણ જનતા જોતી હતી. તે બધા આવી હાલત જોઈને રોવા માડ્યા. પણ આ બચાવ પક્ષના માણસોંએ હાર માની નહિ. એ અડધે રસ્તે પહોંચ્યા અને છુટા છવાયા હુમલો કરતા હતા. કૌશિક સર પણ હવે પોતાની તાકાત બચવવામા લગાડી. ફટાફટ જે આતંકવાદી દેખાય તેને મારી જ નાખતા અને થેલામા ભરતા. લોહીનું ટીપું પણ જમીન પર પડવા નહોતા દેતા. ભયંકર માહોલ જામ્યો હતો. હેમીલ અને તેના સાથી બધા બચાવ કરતા કરતા ઉપર ચડતા હતા. આતંકવાદીને મોતને ગાટ ઉતારી દીધા અને છેલ્લે તે ગબ્બર પર ચડી ગયા. રોપવે હતું તેને તોડવા જતા આતંકવાદીને પણ મોતને ઘાટ ઉતારી દીધા આમ તેમને બહુજ ચાલાકી રીતે મા અંબાની પવિત્રતા પર કઈ આંચ ના આવે તે રીતે બચાવ કર્યો. અને આ રીતે વારસાનો બચાવ કર્યો આ ગ્રુપે. અને આખો સમાજ તેમને ધન્યવાદ આપવા માડ્યો.

"આપણા ભારત દેશમા દરેક જગ્યાએ વારસા મુજબ જ સેન્ટર આતંકવાદી બનાવે છે. જેમ કે અક્ષરધામ મંદિર ગાંધીનગર, અમદાવાદની પવિત્ર ભૂમિ, મુંબઈ એટેક, જૂનાગઢને પોતાના હસ્તક લેવું. બધુજ બરાબર, પણ દેશભક્તિ અમારામા છે એને છીનવવાની તાકાત નથી. જીવતા રહીશું, ત્યાં સુધી બચવીશું આ અખંડ વારસાને. પવિત્ર ભૂમિ પર લોહીની નદી તો શું ટીપું પણ પડવા દીધું નથી તેમ અમે સેવા કરીશું આ વારસાની જ્યાં સુધી જીવતા છીએ ત્યાં શુધી. કેમ કે મા અંબાના આશીર્વાદ અમારી જોડે હતા. શું થવા દેત અમને. આશીર્વાદ આપજે મા અંબા, આ જ રીતે અમે આ દેશ અને પવિત્ર ભૂમિનું રક્ષણ કરી શકીએ. અને આ ઇતિહાસ પણ સાક્ષીમા રહેશે. જય અંબે." હેમીલે અંત જણાવતા કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Crime