HEMILKUMAR PATEL

Drama Romance

3  

HEMILKUMAR PATEL

Drama Romance

લવ ઇસ ટાઈમપાસ ભાગ 7

લવ ઇસ ટાઈમપાસ ભાગ 7

4 mins
28


આયુષની આર્કીટેકમાં એન્ટ્રી

આયુષ હોસ્ટેલથી કોલેજ જતા રસ્તામાં વિચારે છે. “વિકાશ એમ કહે છે કે સંદિક અને પીકે અને ઘણા લોકો મારી બાજુ રહીને બોલ્યા. તેમના ક્લાસમાં હોવા છતાં પણ તેમને વિરુદ્ધ. આ બંનેના કંઈક ડખા મોટા લાગે છે. આ કેન્ટીનમાં બબાલ હતી ત્યારેય સંદીપે કહ્યું હતું ક્લાસમાં પતાવો. આજે આ. હું અમીને ફેસબુકમાં સોરી મેસેજ વિસ પચીસ વાર કરું કદાચ મને બોલાવે. હવે આ ચાન્સ છે આર્કીટેકમાં જવાનો.”

આયુષ પછી મેસેજ કરી લે છે અને આની જાણ કોઈને પણ થતી નથી એનો મતલબ અમી અને ધ્રુવી જાણે છે કે હવે બધા સપોર્ટ આયુષને કરશે.

                     આમને આમ આવે છે મહિનો આંઠમો. જેમાં સ્વતંત્ર દિવસ હોવાને લીધે હોસ્ટેલ વાળા પિરામિડનું પર્ફોમન્સ કરવાનાં હોય છે તે પત્યા પછી એ દિવસે રાત્રે બધા બેસીને હોસ્ટેલના જુનિયરની પાર્ટી કરવાનો વિચાર કરે છે ક્યાં કરવી અને કંઈ રીતે કરવી.

અંકિત બોલ્યો. “આજે બધાએ મસ્ત પર્ફોર્મન્સ આપ્યું, ખરેખર ભારત વિશે તમે પિરામિડ બનાવી હોસ્ટેલના નવા આવતા સ્ટુડન્ટને એક જુનુન આપ્યો છે કે આવું પણ થઇ શકે. ઘણું જબરદસ્ત પર્ફોમન્સ હતું. હવે મેં એટલા માટે બોલાવ્યા બધાને કે ફ્રેશર્સ પાર્ટી તમે લોકો રાખવા જઈ રહ્યા છો તો આ વખતે છોકરા છોકરીની જોડે પાર્ટી રહેશે ઓડિટોરીયમમાં હશે. પણ હા છોકરી જોઈને દાવ ના કરતા કેમ કે ત્યારે રક્ષાબંધન પણ આપણે ઉજવવામાં આવશે. અને જે ગર્લફ્રેન્ડ બનાવા જતા હતા તે બહેન પણ બની શકશે.”

આ વાતથી આયુષ થોડો ખુશ થાય છે મનમાં બોલે છે. “કે ચાલો ફેસ હવે પાછો દેખાશે. રક્ષાબંધન એની જગ્યાએ આપણે કરવાનું સેટિંગ. આભાર અંકિતભાઈ હવે થશે સિડ્યૂલ નક્કી તેમાં મારું નામ સસ્પેન્સ ડાન્સમાં હશે જે પછી નક્કી કરી લઈશ. લેટ્સ ગેટ બેક ટુ વર્ક.”

આયુષએ સસ્પેન્સ ડાન્સમાં નામ લખાવ્યું જેમાં સોન્ગનું નામ પહેલા નહીઁ આપે જે દિવસે પર્ફોમન્સ હશે તેજ દિવસે સોન્ગનું નામ અપાશે. વિકાશને રૂમમાં બોલાવે છે.

વિકાશ બોલ્યો. “અલ્યા ટુ ડાન્સ કરવાનો!”

આયુષ બોલ્યો. “હા હું ડાન્સ કરીશ.”

વિકાશ બોલ્યો. “કયું સોન્ગ.”

આયુષ બોલ્યો. “સોન્ગ હું અત્યારે લીક કરવા નથી માંગતો અને ટુ પણ કહી દેતો નહીઁ ગર્લ હોસ્ટેલમાં.”

વિકાશ બોલ્યો. “નહીઁ કહું.”

આયુષ બોલ્યો. “મિતેશ આપણી હોસ્ટેલનો તો ડાન્સર છે ને હું તેની જોડે રહીને પ્રેક્ટિસ કરીશ. તેના સ્ટેપ નહીઁ હોય.”

પાર્ટી 24/08/2017

હવે આમને આમ દિવસો નીકળ્યા જાય છે. કોઈ વાત નહીઁ કશું નહીઁ. હવે દિવસ આવે છે ફ્રેશર્સ પાર્ટીનો બધાજ પર્ફોમન્સ થાય છે, આયુષનો વારો આવે છે અને સોન્ગ હોય છે ‘તુજે ભૂલા દિયા’ રાગવના ફૂલ સ્ટેપ કોપી કરી થોડા ચેન્ગ કરી ડાન્સ કરે છે. તો બોય હોસ્ટેલવાળા એક ભાઈબંધની નજરે અમી પર હોય છે, એ શું કરે છે ત્યારે તે જોવે છે. પછી બધા પર્ફોમન્સ પત્યા, અને ગરબા ચાલુ થયાં અને છેલ્લે ડિસ્કો. જમ્યા પછી હોસ્ટેલમાં જાય છે અને જેને અમી પર નજર રાખી તે એના રૂમમાં જાય છે બધા થાકેલા છે, એનું નામ કલ્પેશ હોય છે તેને કલ્પો કહે છે બધા.

કલ્પો બોલ્યો. “આયુષ તારી જોડે એક વાત કરવી હતી મારે.”

આયુષ બોલ્યો. “અલ્યા ભાઈ બોલને.”

કલ્પો બોલ્યો. “જ્યારે તારો ડાન્સ ચાલતો હતો ત્યારે મારી નજર અમી પર હતી.”

આયુષ વિચારમાં પડ્યો હોય તેમ જોવે છે.

આયુષ બોલ્યો. “પછી.”

કલ્પો બોલ્યો. “એ તારા ડાન્સને હસી ખુશીથી એન્જોય કરતી હતી અને છેલ્લે ચીસો પણ પાડી એને હું દંગ રહી ગયો જોઈને. આટલુ સન્માન આપ્યું.”

આયુષ બોલ્યો. “આ વાત ટુ કોઈને કરતો નહીઁ. આપણી વચ્ચે રાખજે. તું હમણાં જા, મને થાક લાગ્યો છે હું સુઈ જઈશ.”

આયુષ મનમાં વિચારે છે. “કલ્પા તારો નહીઁ મારો સીન થયો. એક બાજુ મને જોવા પણ નથી માંગતી તે છોકરી આજે મારા પર્ફોમન્સ પર તાળીઓ પાડે છે ચીસો. વાહ માનવું પડે છોકરીના મગજને. કાંતો પછી મગજ નામની વસ્તુજ નહીઁ હોય તેની જોડે. પહેલા ઈન્સલ્ટ બીજું દબાવાની કોશિશ અને તીજું સન્માન. સેટ થવાનો આજ સમય છે.”

આયુષ બીજા દિવસે મિતેષના રૂમમાં જાય છે ત્યાં વિકાશ અને ઘણા લોકો બેઠેલા છે. અને વાતો કરતા હોય છે.

વિકાશ બોલ્યો. “ડાન્સ જોઈને આર્કીટેકના સી આરએ નક્કી કર્યું છે કે મિતેષ તું ડાન્સ શીખવાડવા આવ.”

મિતેષ બોલ્યો. “જો ભાઈ હું કંઈ એ રીતે આવાનો નથી. આયુષ તું આવીશ.”

વિકાસ બોલ્યો. “એના ડખા ચાલે યાર.”

આયુષ બોલ્યો. “ડખા પછી તું એમ બોલ આર્કીટેકમાં આવવા મારે કોને વાત કરવાની?”

વિકાસ બોલ્યો. “અક્ષર સી આર.”

આયુષ બોલ્યો. “મળી જશે એન્ટ્રી. મિતેષ તું કરે ચાલુ. મને જે સોન્ગ મળશે તે હું ચાલુ કરી દઈશ.”

વિકાસ બોલ્યો. “પહેલા એન્ટ્રી તો લે.”

આયુષ બોલ્યો. “કાલે સાંજ પહેલા હું આર્કીટેકમાં હોઈશ, લખીને રાખવું હોય તો લખીને રાખ.”

વિકાસ બોલ્યો. “એ તો જોઈએ.”

આયુષ ત્યાંથી નીકળે છે અને અક્ષયની જગ્યાએ સંદીપને ફોન કરે છે.

આયુષ બોલ્યો. “ભાઈ મિતેષ આવે કે નહીઁ તે નહીઁ ખબર એન્ટ્રી મારી કરાવ.”

સંદીપ બોલ્યો. “સાંજ સુધીમાં તું અહીંયા હોઈશ.”

આયુષ બોલ્યો. “હવે હું કરું ફોન અક્ષયને.”

આયુષ અક્ષયને ફોન કરે છે.

આયુષ બોલ્યો. “અક્ષય આયુષ બોલું.”

અક્ષય બોલ્યો. “હા બોલ બોલ.”

આયુષ બોલ્યો. “મિતેષને એક બીજો માણસ જોઈએ તો હું આવી શકું?”

અક્ષય બોલ્યો. “મારે અમીને પૂછવું પડે.”

આયુષ બોલ્યો. “કેમ?”

અક્ષય બોલ્યો. “અમીને ખુદ પર્ફોમન્સ કરવાનું છે.”

આયુષ બોલ્યો. “મહા ફાડીને મૂકી દીધી. ચાલ પછી જે હોય તે બોલ.”

થોડી વાર પછી અક્ષયનો પાછો ફોન આવે છે.

અક્ષય બોલ્યો. “આવી શકીશ તું.”

આયુષ ધીરે ધીરે હશે છે. “થેન્ક્સ દોસ્ત, કાલે સાંજે ચાર વાગે.”

આયુષ જે માંગતો હતો તે ધીરે ધીરે થઇ રહ્યું હતું.

આયુષ મનમાં વિચારે છે. “ હવે મઝા આવશે. અમીની પાસે થી બધી વાત મળશે. કેવી છે તે વાત મળશે. તેને હા પાડી છે સામેથી બોલાવ્યો છે. આ જ મારો સમય છે.”


Rate this content
Log in

Similar gujarati story from Drama