HEMILKUMAR PATEL

Drama Romance

3  

HEMILKUMAR PATEL

Drama Romance

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 12

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 12

5 mins
27


ભાગ 12 વિકાશ નીકળ્યો ગદ્દાર

વિકાશ એની ગર્લફ્રેન્ડ જોડે ફોન પર વાર કરતા બોલ્યો. “શું ચાલે છે અમીનું?”

દિવ્યા બોલી. “જેવો દેખાય છે આયુષ તેવો નથી. બધીજ ખબર પડે છે અને અમીને એમ કહે છે કે આપણે તેને ભવિષ્યમાં છૂટા પાડવા ઈચ્છાઓ રાખીશું.”

વિકાસ બોલ્યો. “આમેય બહુજ ઉપર ચાલે છે તારે શું ઈચ્છા છે?”

દિવ્યા બોલી. “એ બધુજ છોડ તું શું કરી શકે મારા માટે?”

વિકાસ બોલ્યો. “જીવન માગીશ નહીઁ મળે, બીજું માંગ જે ઈચ્છા હોય તે.” વિકાશની વાત આયુષ રૂમની બહાર સાંભળતો હતો.

દિવ્યા બોલી. “હોસ્ટેલમાં જે ખરાબ કામ થાય તે સરને કહી દેવાનું અને બધા ફ્રેન્ડને છોડીશ મારા માટેજ રહેવાનું. અને હું તારા જીવનમાં આગળ વધવા સપોર્ટ કરીશ. એટલે હોસ્ટેલમાં જે ખરાબ કામ થાય તે મને કહીને ફ્રેન્ડશિપ તોડી દેવાની.”

વિકાશ બોલ્યો. “એમ છે તો સાંભળ, આજે રાત્રે હોસ્ટેલ બેચલર પાર્ટી જેવું છે, ભાઈબંધનો જન્મદિવસ છે.”

દિવ્યા બોલી. “આયુષ આવાનો?”

વિકાશ બોલ્યો. “હા તે આવશે.”

                        મતલબ ગદારી કરવાનું કર્યું ચાલુ. એક છોકરી માટે તેને પાર્ટીમાં ભાગ આપ્યો અને તે આખી રાત મઝા કરવાનું ગયો પણ આ વાતની બીજાને દૂર દૂર ખબર ના હતી પણ આયુષ આ વાત તેના રૂમની બહાર ઊભો સાંભળતો હતો અને તે પાર્ટી કરીને તેના પોતાના રૂમમાં જઈને જોરથી રોવા માંડ્યો. નશામાં માણસને શું યાદ આવે તે ખોવાનો ડર તેને તે રાત્રે ખાવા માંડ્યો. પણ હવે એટલું ખબર હોવા છતાં આયુષ બેસી ના શકે ચૂપ તેને અમીએ બીજા દિવસે ફોન કરીને કહ્યું કે હવે હું તારા માટે નથી અને આ વાતની માફી માંગવા ગયો આયુષ તેની કોલેજમાં અને માનવાની કોશિશ પણ ઘણીય કરી.

રોતા અવાજમાં બોલ્યો આયુષ. “મને માફ કરી દે બેટા, ખબર નથી તને કે હું તને કેટલો ચાહું છું. મને ખબર છે આ વાત દિવ્યાએ તને કહી દીધી છે.”

અમી બોલી. “હવે પછી તે આવું કર્યું તો ક્યારેય માફ નહીઁ કરું.”

આયુષ મનમાં વિચારે છે. “પ્રેમ કરતા હોય તો માણસને સુધારવાની કોશિશ હોય અમી, છોડીને જવાની નહીઁ હવે તો સોં ટકા તું ટાઈમપાસ કરે છે.”

અમી બોલી. “શું વિચારમાં પડ્યો? “

આયુષ બોલ્યો. “તું નાસ્તો કરવા જા હું તારા ક્લાસમાં કામ છે તો જઈને આવું.”

આયુષ દિવ્યા જોડે જાય છે એકલામાં વાત કરવાનું લઈ જાય છે પણ ધ્રુવીને લઈને જાય છે.

આયુષ બોલ્યો. “બનાવ્યોને ગદ્દાર તે વિકાશને.”

દિવ્યા ગુસ્સાના નાટક કરતા બોલી. “તું એના વિશે કંઈ ખરાબ બોલતી નહીઁ. ધ્રુવી મને ચક્કર આવવા માંડયા છે. હું આને મારી નાખીશ. તારાથી હવે અમીને દૂર કરીને રહુ જો હવે.”

આયુષ મનમાં હસતા નીકળ્યો. “આ વાતની ધ્રુવીને પડી ગઈ ખબર હવે આ કપલ પર ધીરે ધીરે કોઈ વિશ્વાસ નહીઁ કરે અને અમી મારા નામથી અહી ઓળખાશે અને આ જ મારી જીત હશે, બાકી હવે વિકાશ તું બધાની વચ્ચે મને મારવા લઈશ અને હોસ્ટેલને હું ખબર પાડીસ ગદારી તો તે કરી અને આખી હોસ્ટેલ તારા પરથી વિશ્વાસ ઉઠાવી લેશે.”

તે રાત્રે વિકાશ તેને બધાને બોલાવી એકલાને લે છે.

વિકાશ બોલ્યો. “આનેજ વાત ફેલાવી બધાને.”

આયુષ બોલ્યો. “મને તું ગદાર કહે છે તો સાંભળ એક વાત મને અમીએ એમ કહ્યું કે દિવ્યા એ તેને કહ્યું કે હોસ્ટેલમાં પાર્ટી ચાલે છે અને પાર્ટી પહેક ખબર હતી જો અમીયે મને મેસેજ કર્યો તે. વિકાશ તારા કરતા એક સ્ટેપ આગળ જ છું.”

વિકાશ બોલી જ ના શક્યો. અને બધા છૂટા પડ્યા કારણ એટલું કે આયુષને ખોટા સમજતા કે તેને દિવ્યાને ઊંધુ સીધું કહ્યું પણ પછી વાત મળી કે દિવ્યા અને વિકાશ હતા ખોટા. આયુષની જેમ જ બીજાને પણ વિકાશ પર શંકા હતી કારણ એકજ દિવ્યાના કહેવા પર તેને હોસ્ટેલમાં જ અસ્લિલ હરકત કરી હતી ને હોસ્ટેલ તેને અથાણું નામે ઓળખતા થયાં એટલેજ તે બધાયે આયુષ પર શંકા ના કરી અને જવા દીધો. પછી બીજા બધા બેઠા છે અને આયુષ સમજાવે છે. અને જે માણસ ખાલી નામનો ફ્રેન્ડ હતો તે આજે સાથ આપવા આવ્યો.

આયુષ બોલ્યો. “આખી વાત કહી તમને પહેલાથી હવે શું થશે નહીઁ ખબર.”

જોર્ડન બોલ્યો. “તું વાત છૂપાવે છે. આપણે ભોપાના લગ્નમાં ગયા તેના ત્રણ દિવસ પહેલા તારી અમીની પાર્ટી વિકાશના ઘરે રાખી અને ભોપાના લગ્નમાં બબાલ થઈ આ બે વચ્ચે ત્રણ દિવસમાં બ્રેકઅપ થાવ તેવી વાત પહોંચી ગયેલી. અને તે મને એ વાત કહી નહીઁ.”

આયુષ બોલ્યો. “જો સાંભળ આખી વાત. તેને પાને પ્રપોઝ કર્યું 19/09/2017 મેં પાર્ટી રાખી 19/11/2017 આ વાત યાદ રહે અમીને આખી જિંદગી. હવે મને ડાઉટ હતો કે તેને બીજો બોયફ્રેન્ડ હોયજ. પણ પાર્ટીમાં તે એમ બોલી કે મારે પાર્ટી નો મૂડ નથી બગાડવો એટલે મારી એક વાત છૂપાવેલી રાખેલી હતી. મેં તેને ત્યારે તો કંઈજ ના પૂછ્યું. જે ગેપ હતો મારી ઈન્સલ્ટ થી પ્રપોઝ સુધીના દિવસમાં કેમકે ઈન્સલ્ટ પહેલા ત્રણ ચાર અઠવાડિયા થયાં હશે બ્રેકઅપને અને તે મને રમાડી ગઈ કે કોઈ નહીઁ હોય તેવું જતાવ્યુ. ત્યારે તો પછી પાર્ટી પુરી કરી મેં પછી તું અને હું ઘણા ખરા હોસ્ટેલના ગયા તે દિવસે મેં પૂછ્યું તો તેને કહ્યું મારે બીજો બોયફ્રેન્ડ હતો એટલે તને શાંત કરવાનું ઈન્સલ્ટ કરી હતી. ત્યારે મારે મોટી બબાલ થઈ કે તને નામ તારું વહાલું હોય તો મને મારું. એ બબાલ રોકવા તે મને ઘણી મદદ કરી. આજે ખબર પડી કે જે માણસ ને વધારે ફ્રેન્ડ માનતો તે ગદાર નીકળ્યો અને તું સપોર્ટર. જોર્ડન આખી દુનિયામાં હું તારા પર સૌથી વધારે ભરોસો એટલે મુક્યો તે કે મારો ભરોસો તૂટવા નથી દીધો.”

જોર્ડન બોલ્યો. “પણ હવે દિલ પર પથ્થર રાખીને છૂટો થઇ જા.”

આયુષ બોલ્યો. “કરવાનું એજ છે પણ અમીને સુધારીને. વિકાશની લાલ કરીને દિવ્યાનું સાચો ચહેરો બતાવીને અને વિકાશની આખી લાઈફ હેરાન થાય તેવો તરછોડીને એટલે તેનેય ખબર પડે કે આ આયુષ પટેલ સાઇલેન્ટ કિલર જોડે ખોટી ભાઈબંધી રાખી. હવે તે મોંઘી પડશે. સ્પોર્ટ્સ વીક આવે છે ને કોલેજનો હું બ્રેકઅપ કરીશ 19/01/2018ના રોજ. આ તારીખ હું તનેજ કહું છું બીજાને નથી કહેતો. હવે મારી જોડે છે એક મહિનો કારણ આજે તારીખ છે 18/12/2017. લેટ્સ પ્લે ગેમ વિકાશ એન્ડ દિવ્યા. અમીના ભોળાપણનો વિશ્વાસ તો તમે જીતી જાસો પણ પોતાને કંઈ રીતે માફ કરશો જ્યારે તમને દુનિયા તરછોડી દેશે !”

જોર્ડન બોલ્યો. “માન્યું કે વિકાશ અને હું બાળપણથી જોડે છીએ પણ હવે આયુષ ચૂકતો નહીઁ. કારણ ગદારી તો હવે તે મારી પર પણ કરી શકે. એના જીવનમાં થાકી જાય તેવા દિવસો લાવી દે.”

આયુષ બોલ્યો. “ના મારો પ્લાન અમીને સુધારવાનો છે. હવે દિવ્યાના કહેવાથી પહેલાથીજ ઈજ્જતનો કચરો કર્યો આવી રીતે રહેશે તો કોઈ એની જોડે જવા નહીઁ માંગે. ખોટો શું કામ સમય બગાડવો. દિવ્યા ચેસ રમવા ગઈ છે મારી જોડે એને ખબર જ નથી પડી કે ચાલ જ એવી રમી તેણે કે ચેકમેટ થઈ જ ગયા છે બંને આ હવે ચેસને કબાટમાં મૂકવા જવાની છે એટલે કે એ બંને હવે તો જમીન પર પણ બધાને લાગશે કે એ બંને જીવે કે મરે ફરક જ નહીઁ પડે મને મદદ કરે અમીને બચાવવાં.”

જોર્ડન બોલ્યો. “કેમ હજુ કઈ બાકી? “

આયુષ બોલ્યો. “મેં વજીર ને સામેની ટિમમાં મોકલ્યો તેનું નામ જીલ, વાત મળી છે કે તેણે આઠ ગર્લફ્રેન્ડ બદલી છે મતલબ જીલ પણ સમય આવે સાથ છોડશે.”

જોર્ડન બોલ્યો. “કરીશ શું જીલ નું?”

આયુષ બોલ્યો. “તો સાંભળ..........

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama