HEMILKUMAR PATEL

Romance

4  

HEMILKUMAR PATEL

Romance

લવ ઇસ ટાઈમપાસ ભાગ 8

લવ ઇસ ટાઈમપાસ ભાગ 8

3 mins
46


હવે ટાઈમપાસનો અર્થ પણ ગયો પત્તર ફાડવા, અને આયુષ ગયો પ્રેમમાં. છે આયુષ બહુજ ખુશ કે તે આર્કીટેકમાં જવાનો છે. અને એને એવી વાત મળી છે કે ડાન્સ તો અમીને પણ શીખવાનો છે અને શિખવાડનાર મિતેષ અને આયુષ બંને જણા છે હવે શું થાય ? થાય છે બીજો દિવસ ચાલુ અને જેમ જેમ સમય જાય છે આયુષની લાલ પીળી થવા લાગી છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેના હૃદયના ધબકારા વધે છે અને તેને ચોક્કર રીતે સંભળાય છે. આમ આયુષભાઈની થાય છે લવ સ્ટોરી ચાલુ અને આયુષની લાઈફના થોડા કોમેડીના દિવસો.

હવે સાંજના ચાર વાગ્યા છે, ચા નાસ્તો કરવા ગયેલા મિતેષ અને આયુષ, પણ આયુષને કશુય ઉતરતું નથી.

મિતેષ બોલ્યો. “પહેલું છે એટલે રહેશે આવું.”

આયુષ બોલ્યો. “ના એવુ કંઈ નથી.”

મિતેષ બોલ્યો. “ભાઈ હું એક્સપીરિયનસ ખેલાડી છું.”

આયુષ બોલ્યો. “હા હા ખબર તારા કાવતરા. ચાલ હવે ફટાફટ કરે જવાનુ છે.”

ખાલી ચા પીને ગયો આર્કીટેકમાં. આંઠ છોકરી, ત્રણ કપલ, બે છોકરી આ રીતે ત્રણ ગ્રુપમાં અલગ અલગ સોન્ગ પર ડાન્સ શીખવાડવાનો હતો. પછી જેને શીખવાનું હતું તે ટેરેસ પર રાહ જોતા હતા. બંને જણા ગયા. પણ આયુષએ જરાય અમીને જોયું નહીઁ. હવે પહેલું કામ આંઠ છોકરીને શીખવાડવાનું હતું તેમાં સેન્ટરથી એક ડાભી બાજુની પોઝિશન અમીની હતી. ડાન્સ શીખવાડવાનું ચાલુ કર્યું. સૌથી પહેલા મિતેષ બેઠો અને ચાલુ આયુષે કર્યું. ત્યાં અમીને ખબર નહોતી પડતી એટલે તેને બોલવા ગયી.

અમી બોલી. “કંઈ રીતે કર્યું ખબર ના પડી, ફરીથી બતાવોને!”

આયુષ બોલ્યો. “સોરી મને એલાઉડ નથી તમને શીખવાડવાનું એટલે મિતેષ તમને સીખવાડશે.”

મિતેષ મનમાં બોલ્યો. “એ સોપારા કોણે ના પડી શીખવાડવાની.”

આયુષ મનમાં બોલ્યો પણ ઇસારો સમજી જાય મિતેષ તે રીતે. “જરાય રીએકશન આપીશ નહીઁ, મને ખબર છે ના નથી પાડી કોઈએ પણ અત્યારે હું એને ઓળખતો નથી તેમ રહેવાદે. નહીતો ખંચેરી ખંચેરીને મારે ટોપા.”

મિતેષ બોલ્યો. “હા હા હું શીખવાડું ચાલો. “

બે ત્રણ મિનિટ થયાં પછી.

અમી બોલી. “બે મિનિટ મને આપશો હું પાણી પીને આવું.”

તેમ બોલીને જતી રહે છે. એક કલાક થયો હજુ આવતી નથી. પણ જે આયુષે શીખવાડ્યું હોય તેની પ્રેક્ટિસ કરે છે ત્યાં આયુષ અને મિતેષ ગુણ ગુણ વાતો કરે છે.

આયુષ બોલ્યો. “અલ્યા આતો બે મિનિટનું કહી, તાજમહેલમાં ફરવા નીકળી ગયી.”

મિતેષ બોલ્યો. “તાજમહેલમાં ફરવા નહીઁ નીકળી, તું તાજમહેલ બનાવીશ કે નહીઁ તે જવાબ શોધવા નીકળી.”

આયુષ બોલ્યો. “મને ખબર પડી મેં ના પાડી એટલે તારી પાસેથી પણ છટકી.”

મિતેષ બોલ્યો. “એક કામ કરે તું જા નીચે પાણી પીવાનું કહીને. એક કલાક થયો તું તરસ્યો થયો હશે.”

આયુષ બોલ્યો. “અરે મને પાણી પણ નહીઁ ઉતરે.”

મિતેષ બોલ્યો. “મને ખબર છે તને નાટક કરવાનું કહું છું.”

આયુષ બોલ્યો. “તો ચાલો લાગી જાઓ, કામમાં. તું સીખવાડ ડાન્સ હું કરું કામ.”

આયુષ જાય છે નીચે ક્લાસમાં અને અમી એમજ ખાલી બેઠી હોય છે તે થોડોક દુર ઉભો હોય છે. અમી તેની સામું ચાલતી આવે પણ તે દુર ખસતો જાય છે. ફટાફટ અમી તેની જોડે પહોંચી.

અમી બોલ્યો. “તમે શીખવાડ્યું અને મિતેષભાઈએ પણ શીખવાડ્યું મગજમાં કંઈ ઘૂસતું નથી.”

આયુષ થોડી વધતા ધબકારા સહીત બોલ્યો. “હવે નીચે આવ્યો તો પાણી પિવાદે.”

આયુષની સામેથી એક છોકરી જોડે બોલ્યા વગર બોટલ લઈને પાણી પી જાય છે અને તે છોકરી બોલી.

છોકરી બોલી. “આખો બાટલો કર્યો પૂરો.”

આયુષ બોલ્યો. “તો ડાન્સ અગરો હતો.”

છોકરી બોલી. “હા વાંધો નહીઁ, પણ પી ઓ પી શીટ ભીની કરવા વોશબેસિનમાંથી ભરેલું.”

આખો ક્લાસ હશે છે અને આયુષ નો દાવ.

આયુષ મનમાં બોલ્યો. “ગોર ઈન્સલ્ટ.”

હવે અમીને હસતા જોઈને તે બહુજ ખુશ થાય છે. પછી તે અમીનો પર્સનલ ડાન્સર બને છે. હવે થાય છે આવું કે ડાન્સ તો સાઈડમાં ગયો મિતેષ એકલો પડ્યો.

મિતેષ બોલ્યો શીખવાડતા. “અલ્યા આયુષ સીખવાડને થાક્યો હું.”

આયુષ અમી જોડે બેઠો બોલે. “ભાઈ મારું કામ પત્યું, હવે સીખવાડ નહીતો રહેવા દે. જોઈ લઈશુ બધુ.”

મિતેષ બોલ્યો. “બધુજ જોઈએ એના પહેલા મેં તને જોઈ લીધો.”

આયુષ બોલ્યો. “ભાઈ તારે સમજી જવાતને હું આવ્યો કોના માટે. હું મારુંજ કામ કરું છું.”

અમી બોલી. “રહેવાદોને હવે આયુષને સમજી જાઓને.”

હોસ્ટેલ જવાનો સમય થાય તો પણ આયુષ જઈશ નથી શકતો. પણ આ આયુષના છેલ્લા દિવસો હતા હસવાના. બસ ત્રણ ચાર દિવસ. આટલા દિવસમાં કંઈ છૂટું નથી પડાતું, આયુષના મગજમાં એવી વાત મળે છે જે આયુષની સહનશક્તિમાંથી એકદમ બહાર હશે. તેનું જીવન ધમપછાડા કરતુ હશે. એ ત્રણ ચાર દિવસ પછી એ હંમેશા માટે હસવાનું ભૂલી જશે, તેનું જીવન નર્ક બની જશે. ટાઈમપાસ ટેગ હટાવાના ચક્કરમાં તેને એવી વાતો મળશે જે તે ક્યારેય ભૂલી નહીઁ શકે અને આ તો છે તેનો પહેલો પ્રેમ. સામેની રમતમાં સરખી રીતે ચેકમેટ પણ નહીઁ કરી શકે કારણ એક જ છે અમી જ તેના હૃદયના ધબકારા હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance