HEMILKUMAR PATEL

Drama Inspirational

4  

HEMILKUMAR PATEL

Drama Inspirational

ખરતી કથા

ખરતી કથા

3 mins
439


છે વાતોમાં કંઈક માયાજાળ, છે રાતોમાં કંઈક અજવાળ, છે રસ્તા પર કંઈક કથા, છે તારાઓમાં કંઈક ઉજાસ.

જે રીતે માણસ કોઈનાથી કંઈક રીતે કે પછી અનેક રીતે વાતોથી બંધાયેલ હોય છે, તે જ રીતે વિશ્વ પણ કોઈ એવી તાકાતથી બંધાયેલ છે જે એકબીજાને જોડીને રાખે છે, કદાચ એટલે જ વિજ્ઞાનની ભાષામાં જોડાણ સાથે બ્રહ્માંડ તરીકે ઉલ્લેખ થયેલ છે. બ્રહ્માંડ સાથે જોડાયેલ એક કથા, જે એક વિજ્ઞાનની પરિભાષા બની શકે છે.

એક રાત હતી, કદાચ રાત્રે ૧૧ વાગ્યાનો સમય હશે. ત્યારે મુખ્ય પાત્ર જશુભાઈ, જેમની ઉંમર સાઈઠ વર્ષ જેવી હવે, ત્યાં તે કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા એવા સમયે તેમનો દીકરાનો દીકરો નીલ, જેની ઉંમર આશરે આંઠ વર્ષની હશે, તે તેમના રૂમમાં આવ્યો હતો.

"શું કરી રહ્યા છો, દાદા ?" નીલે પ્રશ્ન સાથે પૂછ્યું.

"કઈ નહિ બેટા, સમય જતા બસ પુસ્તકો વાંચી ઊંઘનો માહોલ બનાવી રહ્યો છું." હસતા ચહેરા સાથે જશુભાઈએ જણાવ્યું.

"દાદા, આજે રૂમમાંથી હું બાલ્કનીમાં આવ્યો ત્યારે મેં એક ખરતો તારો જોયો. તો મનમાં પ્રશ્ન ઉદભવ્યો, કે તારા ખરતા કઈ રીતે હશે ? અને જો ખરતા હોય તો પ્રકાશ કઈ રીતે આવતો હશે ? બીજા તારા તો પ્રકાશ આપી રહ્યા છે તો એ ખરતી વખત જ કેમ પ્રકાશ સાથે દેખાતો હશે ?" નીલે પ્રશ્ન પૂછ્યો.

મોઢા પર સ્મિત સાથે, "આખી કહાની હું તને સમજવું, બેટા. આવ મારી બાજુમાં અને બેસ." ત્યાં નીલ બાજુમાં આવીને બેઠો. "આ આકાશ કોઈ એક ગ્રહ કે મંડળ કે પછી ફક્ત સૂર્યના પ્રકાશથી પૂરું નથી થતું, આ આકાશ એક અનંત ભાગ છે જે અરબો કિલોમીટરથી પર વધારે છે. જેનો કોઈ અંત હજુ મળ્યો નથી, એજ એક એવુ બ્રહ્માંડ છે. આગળ ભણીશ ત્યારે બધુજ સમજાશે, પણ હું તને ટૂંકમાં સમાજ આપું. જો શાસ્ત્રની ભાષા હોય તો એમ કહી શકાય કે ભગવાનના ઈશારે બધું થાય છે. અને વિજ્ઞાનની ભાષા કહો તો બ્રહ્માંડમાં થયેલો મોટો ધડાકો છે, જેનું નામ બ્લેક બેંગ નામ આપેલ છે. એક વાદળ હતું, એમાં ઘર્ષણના લીધે એક તીવ્ર અગ્નિ સાથે ધડાકો થયો હતો. આકાશમાં શૂન્યઅવકાશના લીધે હવા ના હોવાથી ધડાકાના લીધે જે જેટલું દૂર ફેંકાયું એટલું દૂર રહ્યું અને એમાં અનેક પ્રકાશિત વસ્તુનો જન્મ થયો. એ જે જન્મ થયો એને વિજ્ઞાને નામ આપ્યું તારા અને અવકાશમાં મળતી બધી અલગ અલગ વસ્તુનું મંડળ, જે તારાઓથી બનેલું જેનું નામ તારામંડળ આપવામાં આવ્યું. સૂર્યને તારા તરીકે ગણવામાં આવ્યો અને તેનામાં અનંત ઘણી ઊર્જા સમાઈ. અગ્નિ પણ સમાઈ અને ના જાણે કેટલું પણ તાપમાન તેના પર નોંધાયું. બસ જે રીતે સૂર્યએ જન્મ લીધો એ રીતે અલગ અલગ તારા અને ગ્રહોએ પણ જન્મ લીધો. સમય વીતતા સૂર્યની આજુબાજુ ગ્રહોની નિર્માણ થયું.

હવે તારો પ્રશ્ન છે, ખરતા તારા વિશેનો. મેં કહ્યું એ મુજબ સૂર્ય એક પ્રકાશિત તારો છે જેનું અમુક ગુરુત્વાકર્ષણ બળ હતું,જેનાથી અમુક વસ્તુ તેની સાથે આકર્ષણ સાથે રહી જેમ કે અગ્નિ કે પછી કોઈ લાવા. તે જ રીતે તારાઓને પણ અગ્નિ જેવી શક્તિ મળી હોઈ શકે જેનાથી તે પ્રકાશિત રહી શકે." વાત પુરી જણાવતા જશુભાઈએ કહ્યું.

"તો પછી તારો ખરે છે એનો જવાબ મને ના આપ્યો તમે, અને કહેવાય છે કે ખરતા તારા સાથે જે માંગીએ એ મળી શકે ! આવું કેમ ?" પ્રશ્નની સાથે બીજો પ્રશ્ન પૂછતાં કહ્યું નીલે.

"મારી વાત પૂર્ણ થતા પહેલા પ્રશ્ન, વાંધો નહિ. સાંભળ હવે બેટા, પેલું નથી કહેતા જેને તકલીફ જોઈ અને ભોગવી હોય તેની સાથે આપણી તકલીફ કહેતા એ આપણી મદદ કરે ! બસ આ જ રીતે આકાશમાં રહેલા પથ્થર, જે ચારે બાજુ શૂન્યઅવકાશમાં ફરતા હોય, જે આકાશમાં કોઈ હવા કે પછી કોઈ એવા વાતાવરણ સાથે નજીક આવે તો તેનો તીવ્ર વેગ બની જાય, અને તીવ્ર વેગના લીધે એ પથ્થર ઘસાતા તેમાં ઘર્ષણના લીધે એ અગ્નિ ઉત્પન્ન થાય, તેનાથી વેગના લીધે નીકળતો પથ્થર પર અગ્નિ ઉત્પન્ન થવાથી તેનો પ્રકાશ આપણને દેખાય. માટેજ ખરતો પથ્થર તકલીફમાં આવી જાય જે તકલીફ તે પથ્થર ભોગવી રહ્યો છે. જેને પોતાની તકલીફ ખબર છે જેની માન્યતા સાથે, આપણે કંઈક માંગતા તે આપણું કર્મ નિર્ધારિત વાતને પોતાના અંતર્મનમાં લે, જે શાસ્ત્રીય જ્ઞાન મુજબ છે. વિજ્ઞાન એની સલાહ નથી આપતું. પણ શાસ્ત્ર અને વિજ્ઞાન બંનેની ભાવના સમયની સાથે માનવામાં જ પૃથ્વીવાસીએ ભલાઈ સમજી. જે જ્ઞાન સમય જતા વધતું ગયું. હવે બોલ બેટા પ્રશ્નનો જવાબ મળી ગયો ?" જસુભાઈએ પુરી વાત જણાવતા કહ્યું.

"હા દાદા, સહેલાઈથી તમે મને સમજાવ્યું." નીલે આનંદ સાથે કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama